Thursday, December 5, 2024
More
    હોમપેજદેશરામજાનકી મંદિરની ₹100 કરોડની જમીન પર કર્યો કબજો, પ્લોટ વેચવાની થઈ રહી...

    રામજાનકી મંદિરની ₹100 કરોડની જમીન પર કર્યો કબજો, પ્લોટ વેચવાની થઈ રહી હતી તૈયારી: ભાજપ સરકારે બુલડોઝર ફેરવી કરી મુક્ત

    શનિવારે મંદિરની જમીન પર ઊભી કરવામાં આવેલી બાઉન્ડ્રી વોલ અને અન્ય તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આરોપ છે કે, જમીન પર કબજો કરીને, તેનું પ્લોટિંગ કરીને તેને વેચવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરના (Gwalior) તારાગંજ કોટા લશ્કર સ્થિત શ્રી રામજાનકી મંદિર (Ram Janki Mandir) ટ્રસ્ટની લગભગ પોણા નવ વીઘા જમીન (Land) પરથી અતિક્રમણ હટાવી નાખવામાં આવ્યું છે. જિલ્લા વહીવહીતંત્ર, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે શનિવારે (23 નવેમ્બર) આ કાર્યવાહી હાથ ધરી હતી. ₹100 કરોડની કિંમતની જમીન પર એક શખ્સે કબજો કરી લીધો હતો અને બાઉન્ડ્રી વોલ પણ ઊભી કરી નાખી હતી. આખરે તંત્ર દ્વારા તે તમામ જમીન પર બુલડોઝર ફેરવીને તેને મુક્ત કરવામાં આવી છે.

    શનિવારે મંદિરની જમીન પર ઊભી કરવામાં આવેલી બાઉન્ડ્રી વોલ અને અન્ય તમામ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આરોપ છે કે, જમીન પર કબજો કરીને, તેનું પ્લોટિંગ કરીને તેને વેચવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું. માહિતી અનુસાર, બુલડોઝર કાર્યવાહી કલેકટર રૂચિકા ચૌહાણના નિર્દેશો પર કરવામાં આવી હતી. તેમણે 18 નવેમ્બરના રોજ જમીનનું નિરીક્ષણ કરીને અધિકારીઓને કાર્યવાહી હાથ ધરવા માટેના નિર્દેશો આપ્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોહરલાલ ભલ્લા નામના વ્યક્તિએ મંદિરની તે જમીન પર બાઉન્ડ્રી વોલ બનાવી હતી. આ સાથે જ આરોપી જમીનના પ્લોટિંગ કરીને તેને વેચવા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો. SDM નરેન્દ્ર બાબુના નેતૃત્વમાં થયેલી આ કાર્યવાહીએ ન માત્ર મંદિરની જમીનને જ મુક્ત કરાવી, પરંતુ અશિક્ષિત સ્થાનિક લોકોને જાળમાં ફસવાથી પણ બચાવ્યા હતા.

    - Advertisement -

    રેવન્યુ ઈન્સ્પેકટર પ્રદીપ મહાકાલી અને પટવારી ઇકબાલ ખાનના રિપોર્ટના આધારે નાયબ મામલતદાર ડૉ. રમાશંકર સિંઘે મધ્ય પ્રદેશ લેન્ડ કોડની કલમ 248 હેઠળ કેસ નોંધ્યો હતો. આ સાથે જ બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર શિવદત્ત કટારે, નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ પણ સામેલ હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. હાલ તે જમીનને સંપૂર્ણ રીતે મુક્ત કરી દેવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં