Thursday, December 5, 2024
More
    હોમપેજરાજકારણ'મુંબઈ પર કબજો કરી લેશે ગુજરાતીઓ, મહારાષ્ટ્રને બનાવાશે ગુજરાત': ચૂંટણી પહેલાં જ...

    ‘મુંબઈ પર કબજો કરી લેશે ગુજરાતીઓ, મહારાષ્ટ્રને બનાવાશે ગુજરાત’: ચૂંટણી પહેલાં જ ઉદ્ધવસેનાના સંજય રાઉતે ફેલાવ્યો ‘પ્રાંતવાદ’

    રાઉતે કહ્યું કે, "મુંબઈમાં દરેક બુથ પર 90 હજાર ગુજરાતી લોકો રહેશે, કારણ કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે. પહેલાં અદાણી આવ્યા, હવે બાકીના ગુજરાતીઓ પણ દબાણ કરશે. હવે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના કબજામાંથી બચાવવાની લડાઈ છે."

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે બુધવારે (20 નવેમ્બર) મતદાન યોજાવા જઈ રહ્યું છે. રાજ્યની તમામ 288 બેઠકો પર એકસાથે મતદાન થવા જઈ રહ્યું છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોનો પ્રચાર પણ પૂર્ણ થઈ ગયો છે. મહાવિકાસ આઘાડી અને મહાયુતિ સામસામે ટક્કર માટે પણ તૈયાર થઈ ગઈ છે. તેવામાં હવે ચૂંટણીના માત્ર એક દિવસ પહેલાં જ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (Shivsena UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ગુજરાતીઓ પર ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો ચૂંટણીમાં મહાયુતિ જીતશે તો મહારાષ્ટ્ર અને મુંબઈ પર ગુજરાતીઓ કબજો કરી લેશે.

    મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પ્રહાર કરવાને લઈને પ્રાંતવાદનો સહારો લીધો છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે, “મુંબઈ પર ગુજરાતીઓ (Gujaratis) કબજો કરી લેશે. આ ચૂંટણી મહારાષ્ટ્રને બચાવવા માટેની છે. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે. આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે.” આ સાથે જ તેમણે ગુજરાતીઓને અતિક્રમણકારી ચિતરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    મહારાષ્ટ્રના સોલાપુરમાં મીડિયાકર્મી સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, “મુંબઈમાં દરેક બુથ પર 90 હજાર ગુજરાતી લોકો રહેશે, કારણ કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા માંગે છે. પહેલાં અદાણી આવ્યા, હવે બાકીના ગુજરાતીઓ પણ દબાણ કરશે. હવે આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના કબજામાંથી બચાવવાની લડાઈ છે. સત્તા આવતી-જતી રહેશે, અમે લડીશું અને જીતીશું. કાલે યોજાઈ રહેલી મહારાષ્ટ્ર ચૂંટણીને ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપ કાર્યકર્તા પ્રભાવિત કરશે. હવે મહારાષ્ટ્રમાં અદાણી બાદ બાકીના ગુજરાતીઓનું અતિક્રમણ પણ વધશે. આ કરવાના ઈરાદાથી જ કાર્યકર્તાઓને અહીં મોકલવામાં આવ્યા છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, બુધવારના રોજ એટલે કે, 20 નવેમ્બર, 2024ના રોજ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો શુભારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યની તમામ 288 બેઠકો પર એકસાથે મતદાન થવા જઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષોએ મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને ખૂબ મહેનત કરી છે અને હાલ તો તમામનો પ્રચાર પણ પૂર્ણ થઈ ગયો છે. હવે મહારાષ્ટ્રની જનતા ટૂંક સમયમાં જ પોતાના રાજ્યના નેતાઓનો નિર્ણય કરશે અને ત્યારબાદ તે અનુસાર જ, રાજ્યમાં શાસન વ્યવસ્થા લાગુ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં