Friday, September 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનડિયાદ ખાતે થઈ સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, CM પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ: દ્વારકા...

    નડિયાદ ખાતે થઈ સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, CM પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ: દ્વારકા જગત મંદિરથી લઈને સારંગપુર હનુમાન સુધી તમામ તિરંગામય

    સારંગપુરમાં તિરંગાના વાઘા ઉપરાંત હનુમાનજીની પ્રતિમાની આસપાસ લાલ કિલ્લાની પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી હતી.

    - Advertisement -

    15 ઓગસ્ટ 2024 એટલે કે ભારતના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુરુવારે દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે. PM મોદીએ દિલ્હીમાં લાલ કિલ્લા પર ઝંડો ફરકાવીને દેશને સંબોધિત કર્યો હતો. સાથે જ ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ (Nadiad) ખાતે કરવામાં આવી હતી, જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર ર્હ્યા હતા. સાથે જ ગુજરાતભરના વિવિધ ધાર્મિકસ્થળો અને મંદિરોમાં પણ આ રાષ્ટ્રીય ઉત્સવની નોખી-નોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

    નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવીને કહ્યું કે, “વડાપ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત @2047નું વિઝન આપ્યું છે. આ વિઝનને સાર્થક કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે. 140 કરોડ ભારતવાસીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજીવાર દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યો છે.”

    સારંગપુર હનુમાન દાદાને તિરંગામય વાઘા

    બોટાદ જિલ્લામાં આવેલ સારંગપુર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. અહીં હનુમાનજીને તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. જેના ફોટા મન મોહી લે તેવા હતા.

    - Advertisement -

    તિરંગાના વાઘા ઉપરાંત હનુમાનજીની પ્રતિમાની આસપાસ લાલ કિલ્લાની પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી હતી.

    જગત મંદિર પર ફરક્યો ત્રિરંગો

    સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં દ્વારકાના વિશ્વ પ્રખ્યાત જગત મંદિર ખાતે પણ તિરંગાના રંગની ધજા ફરકાવવામાં આવી હતી. રોજની જેમ આજે પણ દ્વારકાધીશના આ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે પહોંચ્યા હતા.

    દરિયામાંથી ફૂંકાતા પવન સાથે ફરકતી આ ધજા મનમોહક લાગી રહી હતી અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ તેને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી રહ્યા હતા.

    પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી UCC માટે કરી હુંકાર

    PM નરેન્દ્ર મોદીએ દેશના 78મા સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, 2024)ના અવસર પર લાલ કિલ્લા (Red Fort) પરથી આઝાદી માટે લડનારાઓને સલામ કરી છે. વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ હાલમાં દેશના નિર્માણ અને સંરક્ષણમાં રોકાયેલા લોકો પ્રત્યે તેમનું સન્માન વ્યક્ત કર્યું છે. સાથે જ તેઓએ UCC બાબતે પણ ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે.

    પીએમ મોદીએ (PM Modi) લાલ કિલ્લા પરથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સિવિલ કોડ એક પ્રકારનો કોમ્યુનલ સિવિલ કોડ છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ મુદ્દે ચર્ચા કરવાની અને આધુનિક સમયમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા બનાવવાની જરૂર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં