Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદીને લઈને આવ્યા મોટા સમાચાર:...

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદીને લઈને આવ્યા મોટા સમાચાર: CM સાથે પાટીલ પકડશે દિલ્હીની વાટ

    અહેવાલો મુજબ દિલ્હીના મુખ્ય કાર્યાલય પર ભાજપની CECની બેઠક 9 અને 10 નવેમ્બરના રોજ યોજાનાર છે. જે પત્યા બાદ 10 તારીખે સાંજે અથવા 11 તારીખે BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી શકે છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ હવે નજીક આવી ગઈ છે. દરેક રાજકીય પક્ષ તેને લઈને પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો પોતાના ઘણા ખરા ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. પરંતુ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાના કોઈ ઉમેદવારોના નામ હજુ જાહેર નથી કર્યા. પરંતુ અહેવાલો મુજબ હવે જલ્દી BJP પોતાના ઉમેદવારોની પહેલી યાદી રજૂ કરી શકે છે.

    અહેવાલો મુજબ દિલ્હીના મુખ્ય કાર્યાલય પર ભાજપની CECની બેઠક 9 અને 10 નવેમ્બરના રોજ યોજાનાર છે. જે પત્યા બાદ 10 તારીખે સાંજે અથવા 11 તારીખે BJP ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી શકે છે.

    દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

    આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બુધવારે (9 નવેમ્બર) સાંજે તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક દિલ્હીમાં યોજવાની છે. આ બેઠક દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાવાની છે.

    - Advertisement -

    આ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને CEC અને રાજ્ય એકમના અન્ય સભ્યોની હાજરીમાં યોજાનાર છે.

    એક સૂત્રએ ANIને જણાવ્યું હતું કે, “ગાંધીનગરમાં રાજ્યના મુખ્યાલયમાં છેલ્લા ત્રણ દિવસમાં બેઠકનો પ્રારંભિક રાઉન્ડ યોજાયો હતો, જે દરમિયાન ઉમેદવારોની ટૂંકી સૂચિ તૈયાર કરવામાં આવી છે જેને CEC સમક્ષ વિચારણા અને અંતિમ રૂપ આપવા માટે લાવવામાં આવશે.”

    “સીઈસીની બેઠક પહેલા, બીજેપી ગુજરાત કોર ગ્રૂપ જેપી નડ્ડા અને અમિત શાહ સાથે પણ એક અલગ બેઠક કરશે,” અન્ય એક સૂત્રએ ANIને જણાવ્યું.

    PMની વિશેષ સૂચના

    સૂત્રએ આગળ જણાવ્યું કે, “કારણ કે આ મીટિંગ દરમિયાન તમામ કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વ હાજર હોઈ શકે છે. એવી પણ શક્યતા છે કે આગામી ચૂંટણી માટેના પ્રચારની યોજના પર ટોચના અધિકારીઓ સાથે અલગથી ચર્ચા થશે, ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીએ તેમને અત્યાર સુધીના સૌથી વધુ મતદાન નંબરોને લક્ષ્ય બનાવવાની સૂચના આપી છે.”

    આ પહેલા ગુજરાત ભાજપના ઘણા નેતાઓએ આ વખતે ચૂંટણીમાં 150 સીટો જીતવાનું લક્ષ્ય હોવાનો દાવો પણ કરેલો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં