Thursday, July 3, 2025
More
    હોમપેજગુજરાતકોંગ્રેસમાં શક્તિસિંહના રાજીનામા બાદ હવે પ્રદેશ પ્રમુખ કોણ? નેતાઓએ હાઈકમાન્ડનું કામ વધાર્યું– સમુદાયો...

    કોંગ્રેસમાં શક્તિસિંહના રાજીનામા બાદ હવે પ્રદેશ પ્રમુખ કોણ? નેતાઓએ હાઈકમાન્ડનું કામ વધાર્યું– સમુદાયો વતી શરૂ કરી દીધું લોબિંગ

    તાજેતરમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓ અમદાવાદમાં મળ્યા હતા અને નિર્ણય કર્યો હતો કે આગામી પ્રદેશ પ્રમુખ તરીકે સમાજના જ નેતાને તક મળવી જોઈએ. MLA વિમલ ચુડાસમા કોળી અને ઠાકોર સમાજ માટે લોબિંગ કરી રહ્યા છે.

    - Advertisement -

    કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં પાર્ટીની કારમી હારના કારણે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધા બાદ હવે પાર્ટી હાઈકમાન્ડ પાસે ફરી એ પ્રશ્ન આવીને ઊભો થયો છે કે આ ડૂબતી હોડીની કમાન કોના હાથમાં સોંપવામાં આવે? બીજી તરફ તેમનું કામ વધારી દીધું છે પાર્ટીના જ અમુક નેતાઓએ, જેમણે લોબિંગ શરૂ કર્યું છે. સમાજો અને સમુદાયોએ પણ પોતપોતાના માણસોને સ્થાન મળે તે માટે કવાયતો શરૂ કરી દીધી છે. 

    મીડિયા અહેવાલો જણાવે છે કે તાજેતરમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓ અમદાવાદમાં મળ્યા હતા અને નિર્ણય કર્યો હતો કે આગામી પ્રદેશ પ્રમુખ તરીકે સમાજના જ નેતાને તક મળવી જોઈએ. કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે કહ્યું છે કે પાટીદારોને જ્યારે ગુજરાત કોંગ્રેસમાં પૂરતું સ્થાન મળતું ત્યારે મત પણ મળતા હતા અને પાર્ટી સત્તામાં પણ હતી. પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ વાળવો હશે તો પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતાને સ્થાન મળવું જોઈએ. 

    આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સીધા દિલ્હી પહોંચી ગયા હતા અને અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. મીડિયાનું માનીએ તો કહેવાય રહ્યું છે કે તેઓ કોળી સમાજને સ્થાન મળે તે માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જોકે નેતાએ આવું કશું કહ્યું નથી. મીડિયા અનુસાર, તેમનું કહેવું છે કે કોળી અને ઠાકોર સમાજને પાર્ટીની પડખે રાખવા માટે આ બંનેમાંથી કોઈ એક સમુદાયને તક મળે એ જરૂરી છે. 

    - Advertisement -

    આ બધી ચર્ચાઓમાં જીગ્નેશ મેવાણીનું નામ તો કોઈએ આગળ કર્યું નથી પરંતુ ગુજરાતના મીડિયા માટે તેઓ પ્રિય ચહેરાઓમાંથી એક છે, એટલે અમુક ચેનલો મેવાણી અધ્યક્ષ બને તો શું ફેરફારો આવી શકે તેવા બધા વિડીયો વહેતા મૂકી રહી છે. આમ પણ જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના અન્ય નેતાઓની સરખામણીમાં ગુજરાતી મીડિયામાં ફૂટેજ સારું એવું મળે છે. 

    આ તમામ નેતાઓએ આમ તો કહ્યું છે કે દરેક સમુદાયના લોકોને પાર્ટી સમક્ષ રજૂઆત કરવાનો હક છે અને પાર્ટી ‘લોકશાહી ઢબે’ ચાલતી હોવાથી કોઈ પણ સમાજ પ્રતિનિધિત્વ કરવા માટે સ્વતંત્ર છે. સાથે એમ પણ કહ્યું છે કે હાઈકમાન્ડ જેને તક આપશે એ તમામ નેતાઓ અને સમુદાયો સ્વીકારી લેશે. પરંતુ એક હકીકત એ પણ છે કે પ્રદેશ પ્રમુખના પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. 

    ગુજરાતમાં કોંગ્રેસની કપરી સ્થિતિ, હાઈકમાન્ડનું કામ વધ્યું

    ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સતત કપરી બનતી જાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કરુણ રકાસ બાદ પાર્ટી ક્યારેય ઉપર આવી શકી નથી, ઉપરથી જે હતા તેમાંથી પણ અમુક ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. હાલ જે નેતાઓ છે તેઓ પણ વારે-તહેવારે કોઈને કોઈ વાતે પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સામે તલવારો ઉગામતા રહ્યા હતા. આ બધા વચ્ચે વધુ એક ચૂંટણી આવી અને વધુ એક ચૂંટણીમાં પાર્ટીને એક પણ બેઠક ન મળી તો પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહે ચૂપચાપ રાજીનામું ધરી દીધું. 

    પરંતુ આ રાજીનામા બાદ માત્ર શક્તિસિંહની સમસ્યાઓ ઓછી થઈ છે, પાર્ટીની નહીં. હાઇકમાન્ડ હવે નવા પ્રદેશ અધ્યક્ષની શોધખોળ કરી રહ્યું છે, જે પાર્ટીને ગુજરાતમાં પાટે લાવી શકે. પરંતુ તેમાં પણ હવે વિવિધ સમુદાયો અને નેતાઓના લોબિંગના કારણે કામ કપરું થઈ પડશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં