Saturday, March 1, 2025
More
    હોમપેજક્રાઈમઆરોપીની તરફેણમાં ચુકાદો અપાવવાનું કહીને માંગ્યા ₹4 લાખ, ભરૂચના વકીલ સલીમ મન્સૂરીની...

    આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવાનું કહીને માંગ્યા ₹4 લાખ, ભરૂચના વકીલ સલીમ મન્સૂરીની ધરપકડ: ગુજરાત ACBની કાર્યવાહી

    સલીમે 2022ના એક કેસમાં આરોપી વ્યક્તિ પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આખરે ચાર લાખમાં તૈયાર થઈ ગયો હતો.

    - Advertisement -

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ તાજેતરમાં ભરૂચના એક વકીલની ધરપકડ કરી લીધી હતી, જેની ઉપર કેસમાં તરફેણમાં ચુકાદો અપાવવા માટે ₹4 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. વકીલની ઓળખ સલીમ ઇબ્રાહિમ મન્સૂરી તરીકે થઈ છે. 

    સલીમે 2022ના એક કેસમાં આરોપી વ્યક્તિ પાસે તેની તરફેણમાં ચુકાદો અપાવવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આખરે ચાર લાખમાં તૈયાર થઈ ગયો હતો. તેણે ભરૂચની જૂની મામલતદાર કચેરીની સામે પૈસાની લેવડદેવડ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેની પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા તેણે ACBને ફરિયાદ કરી દેતાં ACBની ટીમે પહોંચીને વકીલને રંગેહાથ ઝડપી લીધો હતો અને 4 લાખ રૂપિયા પણ જપ્ત કરી લીધા હતા. 

    કેસની વધુ વિગતો એવી છે કે, ફરિયાદી વિરુદ્ધ વર્ષ 2022માં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કેસ ભરૂચ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલ અંતિમ દલીલો બાકી છે. આરોપી વકીલે ફરિયાદીને તેમની તરફેણમાં ચુકાદો અપાવવા માટે પાંચ લાખની લાંચ માંગી હતી. પરંતુ વાટાઘાટોને અંતે ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી દીધી હતી. જેમણે પછીથી એક છટકું ગોઠવીને વકીલને રંગેહાથ પકડી લીધો હતો. ફરિયાદીએ વકીલને ભરૂચની મામલતદાર કચેરી પાસે ચાર લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ બંનેએ મળીને 4 લાખની લેવડદેવડ પણ કરી દીધી. દરમ્યાન ત્યાં જ હાજર ACBની ટીમે વકીલને ઝડપી પાડીને રકમ જપ્ત કરી લીધી હતી. 

    હાલ આરોપી વકીલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત સમાચારના રિપોર્ટ અનુસાર, પકડાયા બાદ વકીલે ‘મારે આમાંથી બીજાને પણ આપવાના છે’ તેવું રટણ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હાલ કેસમાં અન્ય કોઈની સંડોવણી સામે આવી નથી. જાણવા મળ્યા અનુસાર, સલીમ ભરૂચ કોર્ટમાં ખાનગી વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં