Sunday, March 23, 2025
More
    હોમપેજદેશબાળકને સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા માતા-પિતાની મંજૂરી અનિવાર્ય: સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટ...

    બાળકને સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવા માતા-પિતાની મંજૂરી અનિવાર્ય: સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટ માટે જાહેર કર્યા ડ્રાફ્ટ નિયમો, સૂચનો મંગાવાયાં

    દેશના નાગરિકો સરકારની સત્તાવાર વેબસાઈટ 'MyGov.in'ના માધ્યમથી આ ડ્રાફ્ટ નિયમો પર પોતાના વિચારો રજૂ કરી શકશે. 18 ફેબ્રુઆરી, 2025 સુધી આ સૂચનો મંગાવવામાં આવ્યાં છે, ત્યારબાદ તેના પર વિચારવિમર્શ કરવામાં આવશે અને અંતિમ ડ્રાફ્ટ નોટિફાય કરવામાં આવશે, જે અમલમાં મૂકાશે.

    - Advertisement -

    ભારત સરકાર બાળકોના સોશિયલ મીડિયા વપરાશને લઈને મોટો નિયમ લાવવા જઈ રહી છે. ચિંતાજનક રીતે વધી રહેલા વપરાશ અને ડિજિટલ ગુનાઓને ધ્યાનમાં લઈને ડિજિટલ ડેટા પ્રોટેકશન અધિનિયમ 2023 (Digital Data Protection Act 2023) અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ નિયમો અનુસાર, સગીર બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે વાલીની પરવાનગી લેવી અનિવાર્ય રહેશે. શુક્રવારે (3 જાન્યુઆરી) આ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, જે માટે સૂચનો મંગાવવામાં આવ્યાં છે.

    ડેટા પ્રોટેક્શન બિલ 2023માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી કાયદો બન્યો હતો. ઘણા સમય બાદ હવે સરકારે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. જેમાં ડેટાને વધુ સુરક્ષિત કરવા માટેની અનેક જોગવાઈઓ છે. જેમાં એક નિયમ બાળકો માટે પણ છે. જેમણે સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ખોલવા પહેલાં મા-બાપની મંજૂરી લેવી પડશે. આ માટે એક સુચારુ પ્રણાલી પણ વિકસિત કરવામાં આવશે.

    સરકારે જણાવ્યા અનુસાર, દેશના નાગરિકો સરકારની સત્તાવાર વેબસાઈટ ‘MyGov.in’ના માધ્યમથી આ ડ્રાફ્ટ નિયમો પર પોતાના વિચારો રજૂ કરી શકશે. 18 ફેબ્રુઆરી, 2025 સુધી આ સૂચનો મંગાવવામાં આવ્યાં છે, ત્યારબાદ તેના પર વિચારવિમર્શ કરવામાં આવશે અને અંતિમ ડ્રાફ્ટ નોટિફાય કરવામાં આવશે, જે અમલમાં મૂકાશે.

    - Advertisement -

    ડ્રાફ્ટ અનુસાર, ડેટા ફિડ્યુશરીએ (વ્યક્તિનો ડેટા સંભાળતી સંસ્થા) તકનીકી અને સંસ્થાગત પગલાં દ્વારા એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે બાળકના કોઈ પણ ડેટાના પ્રોસેસિંગ પહેલાં તેના વાલીની મંજૂરી મેળવવામાં આવે અને તેની ખરાઈ પણ કરવામાં આવે. ડેટા ફિડ્યુશરીએ એ પણ જોવાનું રહેશે કે જે-તે વ્યક્તિ જે બાળકના વાલી તરીકેની ઓળખ આપે છે એ વયસ્ક છે કે કેમ અને તેની પૂરતી ખરાઈ થઈ છે કે કેમ. 

    આ પ્રકારની સંસ્થાઓએ સરકારી ઓળખપત્રો કે પછી અન્ય ડિજિટલ ઓળખ મારફતે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો માટે કામ કરતાં સંગઠનો કે સંસ્થાઓને કેટલીક છૂટછાટ આપવામાં આવશે. આ સાથે જ યુઝર્સને મળતા અધિકારોને પણ વધુ સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી યુઝર્સ પોતાના ડેટાને પોતાની ઈચ્છા અનુસાર હટાવવા અને જે-તે કંપનીઓ પાસે તેને લઈને પારદર્શિતા માંગવાનો અધિકાર મેળવી શકશે. સરળ ભાષામાં કહીએ તો, નિયમ બાદ યુઝર્સ ફ્યુડિશરીને તેમના ડેટા અંગે માહિતી માંગી શકશે કે તેમનો કેવા પ્રકારનો ડેટા લેવામાં આવી રહ્યો છે અને શા માટે લેવામાં આવી રહ્યો છે.

    ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ 250 કરોડ સુધીના દંડની જોગવાઈ

    જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો ₹250 કરોડ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ડ્રાફ્ટ અનુસાર, ઈ-કોમર્સ સંસ્થાઓ, ઓનલાઈન ગેમિંગ અને તેમાં વચેટિયા તરીકે કામ કરતા ફ્યુડિશરી પાર્ટનર, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમની સાથે જોડાયેલા ફ્યુડિશરી પાર્ટનર વગેરેએ આ તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. ખાસ કરીને યુઝર્સ વચ્ચે ઓનલાઈન ચીટચેટને પ્રાથમિકતા આપતા પ્લેટફોર્મ માટે આ નિયમો વધુ કડકાઈથી લાગુ કરવામાં આવશે, જેવા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઈન ગ્રુપ ગેમિંગ.

    આ આખી સિસ્ટમને અનુસરવા માટે સરકાર દ્વારા પણ એક સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. તે માટે એક ડેટા પ્રોટેક્શન બોર્ડની પણ સ્થાપના કરવામાં આવશે. આ બોર્ડ ડિજિટલ નિયામક નિકાય તરીકે કાર્યરત થશે. ઓનલાઈન બાબતોની સુનાવણી, નિયમોના ઉલ્લંઘન, ગેરરીતિઓ અટકાવવી અને તેના પર કાર્યવાહી કરવા તેમજ જવાબદારોને દંડિત કરવા જેવી કામગીરી આ બોર્ડને સોંપવામાં આવશે. તમામ ફ્યુડિશરીએ આ બોર્ડમાં રજિસ્ટ્રેશન કરીને તેના નિયમ અને નિર્દેશ અનુસાર કાર્ય કરવાનું રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં