Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૈનમે પ્રેમી ખાલિદ પાસે બીજા પ્રેમી રૉકીની હત્યા કરાવી નાંખી, લાશ ખેતરમાં...

    જૈનમે પ્રેમી ખાલિદ પાસે બીજા પ્રેમી રૉકીની હત્યા કરાવી નાંખી, લાશ ખેતરમાં ફેંકી દીધી: પરણિત મહિલાના બે યુવકો સાથે હતા સબંધો

    બે દિવસની શોધખોળ પછી પણ ન મળતાં પરિજનોએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાલિદ નામના ઈસમે પ્રેમિકા જૈનમના ઈશારે તેની હત્યા કરી નાંખી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લવ-ટ્રાયેન્ગલમાં એક હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. જૈનમ નામની પરણિત મહિલાના બે યુવકો સાથે પ્રેમ સબંધો હતા. જેમાંથી એક યુવક રૉકીને તેણે અન્ય પ્રેમી ખાલિદ પાસે મરાવી નાંખ્યો અને લાશ ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે જૈનમ અને ખાલિદ બંનેની ધરપકડ કરી લીધી છે. 

    મામલો ગાઝિયાબાદના ભોજપુર વિસ્તારનો છે. અહીં રહેતો રૉકી નામનો એક યુવક 28 ડિસેમ્બરથી ગુમ હતો. બે દિવસની શોધખોળ પછી પણ ન મળતાં પરિજનોએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાલિદ નામના ઈસમે પ્રેમિકા જૈનમના ઈશારે તેની હત્યા કરી નાંખી હતી. 

    28 ડિસેમ્બર 2022ની સાંજે ખાલિદ આવીને રૉકીને ફરવાના બહાને લઇ ગયો હતો. જેના આધારે તેના પરિજનોએ તેની ઉપર જ શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે ખાલિદને પકડીને પૂછપરછ કરી હતી. શરૂઆતમાં તે આનાકાની કરતો રહ્યો પરંતુ કડક પૂછપરછ બાદ કબૂલાત કરી લીધી હતી. બીજી તરફ, સીસીટીવી ફૂટેજમાં પણ બંને એક જ બાઈક પર જતા જોવા મળ્યા હતા. 

    - Advertisement -

    તેણે જણાવ્યા મુજબ, હત્યાના દિવસે સાંજે તે રૉકીને લઇ ગયો હતો અને સાંજથી રાત્રિ સુધી બંને ફર્યા હતા. અંધારૂ થયા બાદ ખાલિદે રોકીનું ગળું દબાવીને તેને મારી નાંખ્યો હતો અને લાશ શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. તેની જ દોરવણીથી પોલીસને લાશ અને બાઈક મળી આવ્યાં હતાં. 

    રૉકીની દુકાન પાસે જ એક 35 વર્ષીય મહિલા જૈનમની દુકાન છે. તેની પતિ યાસીન દિલ્હીમાં રહે છે અને ઘરે આવવાનું ઓછું થાય છે. રૉકી મહિલાની દુકાને અવારનવાર જતો હતો. દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ અને પ્રેમ સબંધ બંધાયો હતો. પરંતુ જૈનમનો ખાલિદ સાથે પણ પ્રેમ સબંધ ચાલતો હતો. 

    ખાલિદને મહિલાના રૉકી સાથેના સબંધોની જાણ થઇ તો તે ગુસ્સે થઇ ગયો હતો. જેથી જૈનમે તેને કહ્યું કે જો રૉકી સાથેના તેના સબંધો તેને પસંદ ન હોય તો તે રૉકીને રસ્તામાંથી હટાવી દે. ત્યારબાદ ખાલિદે રૉકીને લઈને જઈને તેની હત્યા કરી નાંખી. 

    ખાલિદે હત્યા કરીને સમગ્ર વિગતો જૈનમને ફોન કરીને આપી હતી. પોલીસને જાણવા મળ્યું કે હત્યાના દિવસે ખાલિદે જૈનમ સાથે 10થી વધુ વખત વાતચીત કરી હતી. 

    બીજી તરફ, આરોપી યુવતી જૈનમે પોલીસની પૂછપરછમાં કહ્યું કે, તેને અને રૉકીને ખાલિદે એકસાથે જોઈ લીધાં હતાં અને તે ખૂબ ડરી ગઈ હતી. તેને ડર હતો કે ક્યાંક ખાલિદ તેની હત્યા ન કરી નાંખે. જેના કારણે તેણે ખાલિદ પાસે પ્રેમી રૉકીની હત્યા કરાવી નાંખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં