બિહાર લોકસેવા આયોગની (BPSC) 70મી પ્રારંભિક પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આ આંદોલનને લઈને પ્રશાંત કિશોર (Prashant Kishor) અને તેમના સહયોગી સહિત અનેક લોકો વિરુદ્ધ બિહાર પોલીસે (Bihar Police) FIR કરવામાં આવી છે. તેમના પર વિદ્યાર્થીઓને ભડકાવીને ગેરમાર્ગે દોરવાના આરોપ છે. બીજી તરફ સીએમ હાઉસ તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ જયારે PK તેમને મળવા ગયા, તો આંદોલનકારીઓ (Agitators) પણ તેમનાથી નારાજ જોવા મળ્યા. તેમને ત્યાંથી ચાલી જવા માટે કહી દેવામાં આવ્યું હતું.
Jan Suraaj Party chief Prashant Kishor booked for 'instigating' BPSC aspirants' protest
— IndiaToday (@IndiaToday) December 30, 2024
India Today's @rohit_manas joins in with more details.#BPSCProtest #PrashantKishor #BiharPolice #ITVideo | @aishpaliwal pic.twitter.com/pJpwlPFZJ0
પ્રાપ્ત માહિતી અનુસાર બિહાર પોલીસે પ્રશાંત કિશોર સહિત લગભગ 12 લોકો વિરુદ્ધ નામજોગ અને 700ના ટોળા વિરુદ્ધ FIR નોંધી છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર નામજોગમાં પ્રશાંત કિશોર, તેમના 2 બાઉન્સર, PKની જન સુરજ પાર્ટીના અધ્યક્ષ મનોજ ભરતી, કોચિંગ સેન્ટરના સંચાલક હિમાંશુ મિશ્રા, નિખિલ મણિ તિવારી, સુભાષ ઠાકુર, શુભમ સ્નેહિલ, આનંદ મિશ્રા, રાકેશ મિશ્રા, વિષ્ણુ કુમાર, સુનામી કોચિંગના સુમિત કુમારનો સમાવેશ થાય છે. આ સિવાય પોલીસે 700ના ટોળા વિરુદ્ધ જે FIR કરી છે, તેમાં લોકોની ઓળખ કરવા કામગીરી કરવામાં આવી રહી છે.
લાઠીચાર્જથી બચવા ભાગી છૂટ્યા PK, અંદોલનકારીઓમાં આક્રોશ
નોંધનીય છે કે, તાજેતરના લાઠીચાર્જના હોબાળા બાદ પ્રશાંત કિશોર રવિવારે (20 ડિસેમ્બર) મોડી રાત્રે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મળવા ગર્દનીબાગ પહોંચ્યા હતા. પરંતુ તેમને અહીં વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓએ તેમને મોઢા પર જ ચાલ્યા જવાનું કહી દીધું હતું. આંદોલનકારીઓએ તેમને કહ્યું હતું કે, “અહીંથી જતા રહો, માર ખવડાવ્યા બાદ પાછા શુ કામ આવ્યા છો?” જોકે વિરોધીઓનું આવું વલણ રાખવા પાછળ પણ PK પોતે જ જવાબદાર છે.
आध रात को प्रशांत किशोर गर्दनीबाग धरना स्थल पर पहुंचे थे यहां प्रशांत किशोर गो बैक के नारे लगे। #BPSCReExamForAll #BPSC #BPSC_PAPER_LEAK #PrashantKishore #BPSC70th pic.twitter.com/TXlorSdlQ6
— Sadan Jee (@SadanJee) December 30, 2024
વાસ્તવમાં શનિવારે જયારે પ્રશાંત આંદોલનકારીઓ વચ્ચે પહોંચ્યા, ત્યારે તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શનમાં તેમનો પુરતો સહયોગ છે. તેમણે આ દરમિયાન તેમ પણ કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓનો સાથ નહીં છોડે અને જો લાઠી ખાવાનો વારો આવ્યો તો સહુથી પહેલી લાઠી તે પોતે ખાશે. તેમના આ ભાષણ બાદ જયારે પોલીસે મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધી રહેલા ટોળાએ વિખેરવા લાઠીચાર્જ કર્યો, તો મોટી-મોટી વાતો કરનારા પ્રશાંત કિશોર પહેલા જ ભાગી છૂટ્યા. તેમની આ જ હરકતથી વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા અને પ્રશાંત કિશોરના મોઢા પર ગો-બેકના (Go Back) નારા લગાવ્યા.
તેજસ્વી યાદવે PKને લીધા અવળા હાથે
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, તેજસ્વી યાદવે પણ વહેતી ગંગામાં હાથ ધોવાનો મોકો ઝડપી લીધો અને PKની આ હરકતને લઈને તેમને અવળા હાથે લીધા. તેજસ્વી યાદવી (Tejashwi Yadav) પ્રશાંત કિશોરની ભાજપની B ટીમ કહીને કહ્યું કે, “જે મુજબ પોલીસે ઉમેદવારોને ફટકાર્યા, તે જોઇને ખૂબ જ દુઃખ થયું. આવી ઠંડીમાં વોટર કેનનો ઉપયોગ કર્યો અમે તેની નિંદા કરીએ છીએ. અમારું કાળજું કંપી ગયું. ભાજપની B ટીમે આંદોલન પૂરું કરાવવાનો પ્રયાસ કર્યો. જે લોકોએ પહેલી લાઠી ખાવાની વાત કરી તે લોકો જ લાઠીચાર્જ થતા ભાગી છૂટ્યા. તેમના કારણે જ આંદોલનને ગાંધી મેદાન લઈ જવું પડ્યું.”
Tejashwi Yadav hits out at Prashant Kishor, accuses him of misleading and hijacking BPSC aspirants' stir #BPSCProtest #ITVideo #PrashantKishor | @aishpaliwal pic.twitter.com/WtGEDDrPJc
— IndiaToday (@IndiaToday) December 30, 2024
બિહારમાં શા માટે ચાલી રહ્યા છે પ્રદર્શન
આ આખી માથાકૂટ બિહાર લોકસેવા આયોગની 70મી પ્રારંભિક પરીક્ષાને લઈને છે. ગત 13 ડિસેમ્બરના રોજ બિહારમાં આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. પરંતુ પરીક્ષાના પટના ખાતેના બાપુ સેન્ટરમાં ગેરરીતી થઈ હોવાની આશંકામાં તે સેન્ટરની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. ત્યાના તમામ વિદ્યાર્થીઓ માટે 4 જાન્યુઆરી 2025ના રોજ ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે અરજદારોએ દાવો કર્યો છે કે પરીક્ષાના પેપર પહેલા જ લીક થઈ ચૂક્યા છે અને તેથી આખી પરીક્ષા ફરીથી લેવામાં આવે.
જોકે માત્ર આ પરીક્ષા જ નહીં, પરીક્ષા પહેલા પણ વિદ્યાર્થીઓ નોર્મલાઈઝેશનના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે પરીક્ષા ‘વન શિફ્ટ વન પેપર’ સીસ્ટમથી લેવામાં આવે. જોકે BPSCએ પહેલા જ નોર્મલાઈઝેશન લાગુ થવાની વાતને અફવા ગણાવી ચૂક્યું છે. વિદ્યાર્થીઓનો તે મુદ્દો ન ચાલતા અંતે તેમણે આખી પરીક્ષા જ રદ કરીને નવેસરથી લેવાની માંગ સાથે આંદોલન ચાલુ કર્યું છે.