Thursday, December 26, 2024
More
    હોમપેજદેશપોલીસ પાસે 101 જ નામ, પણ ‘દિલ્હી માર્ચ’ના નામે હરિયાણા બોર્ડર પર...

    પોલીસ પાસે 101 જ નામ, પણ ‘દિલ્હી માર્ચ’ના નામે હરિયાણા બોર્ડર પર ભેગાં થયાં ટોળાં: ઘર્ષણ બાદ આંદોલનકારી ખેડૂતોએ ફરી એક વખત કૂચ કરવાનું માંડી વાળ્યું

    દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતો પાસે વિરોધ પ્રદર્શન માટેની પરવાનગી માંગી હતી. આ કારણે ખેડૂતો અકળાઈ ગયા હતા અને ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા.

    - Advertisement -

    રવિવારે (8 ડિસેમ્બર 2024) આંદોલનકારી ખેડૂતોનું (Farmers) એક ટોળું પંજાબ-હરિયાણા બોર્ડર ક્રોસ કરીને દિલ્હી કૂચ કરી રહ્યું હતું. આ દરમિયાન પોલીસે તેમને અટકાવતાં તેઓ ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઇને પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસ સાથે ઘર્ષણ બાદ ખેડૂત નેતાઓએ ફરી એક વખત માર્ચ સ્થગિત કરી દીધી છે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

    વાસ્તવમાં પોલીસે દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતો પાસે વિરોધ પ્રદર્શન માટેની પરવાનગી માંગી હતી. આ કારણે ખેડૂતો અકળાઈ ગયા હતા અને ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે, પોલીસ તેમની પાસે પરવાનગી માંગી રહી છે, પરંતુ દિલ્હી જવા દેશે તેવી ગેરેન્ટી નથી આપી રહી. તેમનું કહેવું છે કે દિલ્હી જવા દેવાની પરવાનગી મળશે તો જ તેઓ પોતાના ઓળખપત્રો દેખાડશે.

    બીજી તરફ પોલીસનું કહેવું છે કે, આંદોલનકારીઓ ટોળાં કરીને આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તેમની ઓળખ કરાયા બાદ જ આગળ વધવા દેવામાં આવશે. પોલીસનું તેમ પણ કહેવું છે કે તેમની પાસે 101 ખેડૂતોનાં નામ છે, પરંતુ જે લોકો આગળ વધીને પ્રદર્શન કરવા પ્રયાસ કરી રહ્યા છે તે સૂચિ પૈકીના કોઈ જ નથી. બીજી તરફ ખેડૂતો પોલીસના દાવાને નકારી રહ્યા છે અને કોઈ જ સૂચિ ન બનાવી હોવાનું જણાવી રહ્યા છે.

    - Advertisement -

    આ સમગ્ર ઘટનાક્રમને લઈને પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આંદોલનકરીઓને આગળ વધતા અટકાવવા બેરિકેડ લગાવી દેવામાં આવ્યાં છે. બોર્ડર વિસ્તારમાં BNSSની કલમ 163 (પહેલાંની CrPC કલમ 144) લગાવી દેવામાં આવી છે. આદેશ આપવામાં આવ્યા છે કે ચારથી વધુ લોકોને એક જગ્યા પર ભેગા ન થવા દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે MSP, દેવામાફી અને પેન્શન જેવી માંગોને લઈને 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર અડિંગો જમાવીને બેઠેલા પંજાબના ‘ખેડૂતો’ને હરિયાણા સરકારે દિલ્હી માર્ચની મંજૂરી આપી નથી. વધુમાં હરિયાણા સરકારે શંભુ બોર્ડર વિસ્તારમાં કલમ 163 પણ લાગુ કરી દીધી હતી, તેમ છતાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ‘ખેડૂતો’એ પોલીસ સાથે બળજબરી કરી હતી. જે બાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. ભારે હોબાળા બાદ હરિયાણાના ગૃહ સચિવ સુમિતા મિશ્રાએ પંજાબ-હરિયાણા બોર્ડર પાસે આવેલા અંબાલાના 11 ગામોના ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં