હોમપેજદેશધ વાયર અને ન્યૂઝલોન્ડ્રીએ બિહાર SIR પર કર્યા ભ્રામક દાવા, ચૂંટણી પંચે...

ધ વાયર અને ન્યૂઝલોન્ડ્રીએ બિહાર SIR પર કર્યા ભ્રામક દાવા, ચૂંટણી પંચે કરી દીધું ફેક્ટચેક

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ દાવાઓનું ફેક્ટચેકિંગ કર્યું છે. 26 ઑગસ્ટ, 2025ના રોજ X પર પોસ્ટ કરીને અને સત્તાવાર નિવેદનમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ રિપોર્ટ્સ ભ્રામક છે, તથ્યોથી વેગળા છે અને આખી પ્રક્રિયા પર બિનજરૂરી સવાલો ઉભા કરે છે.

- Advertisement -

વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલો ‘ધ વાયર’ અને ‘ન્યૂઝલોન્ડ્રી’એ તાજેતરમાં કથિત ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રકાશિત કરીને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી SIR પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં મતદાર યાદીમાં અનિયમિતતાનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ પરથી લાગે છે કે બિહારની ચૂંટણીની નિષ્પક્ષતા પર મોટું જોખમ છે. બંને રિપોર્ટ્સમાં લગભગ સમાન બાબતો અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ચૂંટણી પંચના ધ્યાને આવ્યું ત્યારે કમિશને બંને અહેવાલોને સદંતર નકારી દીધા અને હકીકત પણ જણાવી.

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ દાવાઓનું ફેક્ટચેકિંગ કર્યું છે. 26 ઑગસ્ટ, 2025ના રોજ X પર પોસ્ટ કરીને અને સત્તાવાર નિવેદનમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ રિપોર્ટ્સ ભ્રામક છે, તથ્યોથી વેગળા છે અને આખી પ્રક્રિયા પર બિનજરૂરી સવાલો ઉભા કરે છે.

વાસ્તવમાં આ બંને પ્રોપેગન્ડા પોર્ટલોના અહેવાલો લગભગ સરખા જ છે. હેડલાઇન પણ એકસરખી: “On the Ground in Bihar: How a Booth-by-Booth Check Revealed What the Election Commission Missed”. એટલે કે, બિહારમાં ગ્રાઉન્ડ પર જઈને બૂથ-બૂથ ચેક કર્યું તો ચૂંટણી પંચની ભૂલો પકડાઈ. તેમણે ચાર જિલ્લાઓ – કટિહાર, પૂર્ણિયા, મધુબન અને હરસિદ્ધિમાં 14 કેસની તપાસ કરી. દાવો એવો છે કે પાંચ ચૂંટણી મતવિસ્તારોમાં 1.5 લાખ મતદારો માત્ર 1200-1300 ઘરોમાં ક્લસ્ટર કરવામાં આવ્યા છે. એક જ સરનામે ડઝનથી લઈને સેંકડો નામો નોંધાયેલાં છે અને મોટાભાગના લોકો ત્યાં રહેતા જ નથી.

- Advertisement -

બિહાર ચૂંટણી પંચે આ રિપોર્ટ્સને ભ્રામક ગણાવ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારીએ X પર પોસ્ટ કરી અને સત્તાવાર તપાસ જાહેર કરી. તેમણે પાંચ મુખ્ય મુદ્દાઓમાં જવાબ આપ્યો, જે રિપોર્ટ્સના દરેક દાવાને નકારે છે.

SIRનો વ્યાપ અને પ્રક્રિયા: બિહારમાં SIR દરમિયાન બૂથ લેવલ અધિકારીઓ દ્વારા 7.89 કરોડ મતદારોનું ઘરે-ઘરે જઈને સત્યાપન કરવામાં આવ્યું. 1 ઑગસ્ટે પ્રકાશિત ડ્રાફ્ટ યાદીના 7.24 કરોડ મતદારોમાંથી 99.11 ટકા મતદારોના દસ્તાવેજો પહેલેથી જ પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને બાકીના કેસોમાં ચકાસણીનું કામ ચાલુ છે. આથી ‘SIRમાં ઘરે-ઘરે ચકાસણી ન થઈ’ એ દાવો તથ્યોથી પરે અને મનઘડંત છે.

મતદાર ક્લસ્ટરિંગનો દાવો ખોટો: બિહારના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં એક જ ઘર નંબર/ખાતા નંબર/ટોલા/મોહલ્લા હેઠળ એક જ સરનામે ઘણા પરિવારો રહે છે. રેવન્યુ રેકોર્ડમાં જમીન કે ઘર નંબરની ગેરહાજરીને કારણે ક્યારેક ‘એક જ સરનામે’ સેંકડો મતદારો નોંધાયેલા દેખાય છે. આ સ્થાનિક સામાજિક-ભૌગોલિક વાસ્તવિકતા છે, નહીં કે કોઈ અનિયમિતતા. આથી, ફક્ત ડેટા જોઈને ક્લસ્ટરિંગને ‘અનિયમિતતા’ ગણવી ભ્રામક અને તથ્યોથી પરે છે.

તથાકથિત ખોટા સરનામાંઓ અને અજાણ્યાં નામો: ઘણીવાર વિદ્યાર્થીઓ, પ્રવાસી મજૂરો કે ભાડૂતોનાં નામ મતદાર યાદીમાં નોંધાયેલાં હોય છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓને તેમની જાણકારી નથી હોતી. વાંધાસૂચનો દરમિયાન આવા કેસોમાં BLOs દ્વારા ફોર્મ-7 (કાઢી નાખવા) કે સરનામું સુધારવા ફોર્મ-8 ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આથી ‘સ્થાનિક લોકોને મતદારોના નામની જાણકારી નથી’ એ કહેવું એ પ્રમાણિત ભૂલ છે અને આવા દાવાઓનો કોઈ આધાર નથી.

નિર્વાચન પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા: ડ્રાફ્ટ રોલ જાહેર થયા પછી પણ તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને ઓનલાઈન/ઓફલાઈન દાવા-વાંધા નોંધાવવાની તક આપવામાં આવી છે અને આ પ્રક્રિયા 1 ઑગસ્ટથી અત્યાર સુધી ચાલુ છે અને આગામી 1 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. આમ આ પ્રક્રિયા છે અને કોઈ પણ નાગરિક/રાજકીય પક્ષ દ્વારા જોવા મળેલી ભૂલો સુધારવા માટે પૂરતો અવકાશ છે.

મીડિયા રિપોર્ટની મર્યાદાઓ: ન્યૂઝલોન્ડ્રીનો રિપોર્ટ ફક્ત કટિહાર, પૂર્ણિયા, મધુબન અને હરસિદ્ધિ વિધાનસભા વિસ્તારોમાં 14 કેસો (તપાસ હેઠળ) પર આધારિત છે, જ્યારે SIRનો વ્યાપ 243 વિધાનસભા વિસ્તારોના 7.89 કરોડ મતદારો સુધી ફેલાયેલો છે. આટલા નાના આંશિક પસંદગીના કેસોના (14 કેસ તપાસ હેઠળ) આધારે આખી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ કરવો ન તો યુક્તિસંગત છે કે ન તો વ્યવહારિક.

ધ વાયર અને ન્યૂઝલોન્ડ્રી પર ઘણીવાર વામપંથી ઝૂકાવનો આરોપ લાગે છે. તેમના રિપોર્ટ્સમાં સરકાર કે કમિશન જેવી સંસ્થાઓ પર સવાલો ઉઠાવવા સામાન્ય બાબત છે. અહીં પણ તેમણે નાની ખામીઓને મોટો મુદ્દો બનાવ્યો, એ પણ જરૂરી સંદર્ભ આપ્યા વિના. જેમ કે, ક્લસ્ટરિંગને અનિયમિતતા ગણાવી અને બિહારની ગ્રામીણ વાસ્તવિકતાને અવગણી. પરંતુ આ ફેક્ટચેકથી સ્પષ્ટ થાય છે કે દાવાઓ ભ્રામક છે.

ચૂંટણી પંચનું આ ફેક્ટ-ચેક બતાવે છે કે ધ વાયર અને ન્યૂઝલોન્ડ્રીના રિપોર્ટ્સ ભ્રામક છે. ચૂંટણી પંચે દરેક દાવાનું ખંડન કર્યું અને SIR પ્રક્રિયા પારદર્શક છે. બિહારની ચૂંટણી નિષ્પક્ષ રહેશે, પરંતુ આવા સમાચાર ભ્રમ ફેલાવી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં