Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ9 વર્ષ, 13 સર્વોચ્ચ સન્માન…: દુનિયાના ખૂણેખૂણેથી પીએમ મોદીને મળ્યું સન્માન, 13...

    9 વર્ષ, 13 સર્વોચ્ચ સન્માન…: દુનિયાના ખૂણેખૂણેથી પીએમ મોદીને મળ્યું સન્માન, 13 દેશો આપી ચૂક્યા છે સર્વોચ્ચ સન્માન ઍવોર્ડ- વાંચો વિગતો

    ઇજિપ્તના રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઑફ ધ નાઇલ'થી મોદીને સન્માનિત કર્યા હતા, તે પહેલાં 12 દેશો પોતાના દેશોનાં સર્વોચ્ચ સન્માન આપી ચૂક્યા છે.

    - Advertisement -

    ઇજિપ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઑફ ધ નાઇલ’થી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને આ સન્માન રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સિસીના હસ્તે આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 9 વર્ષના કાર્યકાળમાં આ 13મું સર્વોચ્ચ રાજકીય સન્માન છે, જે વિશ્વના દેશો દ્વારા તેમને આપવામાં આવ્યું હોય.

    વડાપ્રધાન મોદી પોતાના 2 દિવસના ઇજિપ્તના પ્રથમ દ્વિપક્ષીય પ્રવાસે હતા. તેમનો આ પ્રવાસ ખાસ એટલા માટે છે કે વર્ષ 1997 બાદ મોદી પહેલા એવા વડાપ્રધાન છે જે ઇજિપ્તના પ્રવાસે ગયા હોય. તે પહેલાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હતા, જ્યાં તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું તો રાષ્ટ્રપતિ જૉ બાયડન દ્વારા આયોજિત સ્ટેટ ડિનરમાં પણ ભાગ લીધો હતો. ઇજિપ્તમાં પીએમે વોહરા સમુદાય સંચાલિત અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વીરગતિ પામેલા ભારતીય જવાનોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે તેઓ ભારત આવવા માટે રવાના થઇ ગયા છે.

    ઇજિપ્તના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ પુરસ્કારની શરૂઆત વર્ષ 1915માં ઇજિપ્તના સુલ્તાન હુસૈન કામેલ દ્વારા કરવામાં આવી હતી. આ સર્વોચ્ચ સન્માન તેવા લોકોને આપવામાં આવતું હોય છે, જેમણે દેશ માટે વિશેષ સેવા પ્રદાન કરી હોય. વર્ષ 1953 બાદ જ્યાં સુધી રાજાશાહીનો અંત ન આવ્યો ત્યાં સુધી ઇજિપ્ત સામ્રાજ્યના પ્રમુખ આદેશોમાં આ સન્માનનો પણ સમાવેશ થતો હતો. આ સન્માનમાં મળતા પદકમાં (ઓર્ડર ઓફ ધ નાઇલ ટ્રોફી) શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવેલ એક કોલર હોય છે, જેમાં ફિરોનિક પ્રતીકોવાળી ત્રણ સોનાની શાખાનો સમાવેશ થાય છે. સુંદર ફિરોઝા અને રતન દ્વારા સુશોભિત કરવામાં આવેલા એક ગોળાકાર સોનાના ફૂલમાંથી બહાર આવતી આ ત્રણેય શાખાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે.

    - Advertisement -

    આ ત્રણેય શાખાઓનો અલગ-અલગ અર્થ પણ થાય છે, જેમાં પર્થમાં ડાળી રાષ્ટ્રને દૂષણો અને દુષ્ટતાથી બચાવવા માટે, બીજી ડાળીનો અર્થ નાઇલ નદી દ્વારા લાવવામાં આવેલી સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતીક અને ત્રીજી શાખાને ધન અને સહનશીલતાના સંદર્ભમાં લેવામાં આવે છે. આ ઇજિપ્તનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે રીતે ભારતમાં ‘ભારતરત્ન’ અપાય છે.

    છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન મોદીને 13 સર્વોચ્ચ રાજકીય સન્માન

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં પીએમ મોદીને કુલ 12 દેશો સર્વોચ્ચ સન્માન આપી ચૂક્યા હતા. ઇજિપ્તે તેમાં વધારો કર્યો છે. આ દેશોમાં રશિયા, ફીજી, ભૂટાન, બેહરીન, અફઘાનિસ્તાન વગેરેનો સમાવેશ થાય છે. 

    ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ (Companion of the Order of Logohu): પાપુઆ ન્યૂગિનીએ પ્રશાંત દેશોની એકતાને સમર્થન આપવા અને ગ્લોબલ સાઉથના મુદ્દે નેતૃત્વ કરવા બદલ મે 2023માં પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

    કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી (Companion of the Order of Fiji): મે 2023માં ફીજી દ્વારા વિશ્વમાં વડાપ્રધાન મોદીને સહુથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા.

    એબાલ્ક એવોર્ડ (Ebakl Award by the Republic of Palau): રિપબ્લિક ઓફ પલાઉએ પણ પાપુઆ ન્યુ ગીનીના પ્રવાસ દરમિયાન જ વડાપ્રધાન મોદીને એબાલ્ક એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

    ઓર્ડર ઓફ ધ દ્રુક ગ્યાલપો (Order of the Druk Gyalpo): વર્ષ 2021માં ભૂટાન દ્વારા વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું હતું.

    લીજન ઓફ મેરીટ (Legion of Merit by the U.S. Government): અમેરિકન સરકારે વર્ષ 2020માં પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સંયુક્ત રાજ્ય સશસ્ત્ર દળનો આ પુરષ્કાર ઉત્કૃષ્ટ સેવાઓ અને ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે.

    ધ કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસાં (King Hamad Order of the Renaissance): આ પુરસ્કાર બહેરીન દ્વારા વર્ષ 2019માં આપવામાં આવ્યો હતો.

    રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન (Order of the Distinguished Rule of Nishan Izzuddin): વર્ષ 2019માં માલદીવ્સના બે દિવસીય પ્રવાસ દરમિયાન સન્માન આપવામાં આવ્યું.

    ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ (Order of St. Andrew award): 2019માં રશિયા દ્વારા સર્વોચ્ચ સન્માન અપાયું હતું.

    જાયેદ મેડલ (Order of Zayed Award): યુએઈ દ્વારા 2019માં પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું.

    ગ્રેંડ કોલર ઓફ ધ સ્ટેટ (Grand Collar of the State of Palestine Award): ફિલીસ્તીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ દ્વારા 2018માં આપવામાં આવેલું સન્માન.

    અમીર અમાનુલ્લાહ ખાન પુએસ્કાર (State Order of Ghazi Amir Amanullah Khan): વર્ષ 2016માં અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલું સર્વોચ્ચ સન્માન.

    ઓર્ડર ઓફ અબ્દુલઅજીજ અલ સઉદ (Order of Abdulaziz Al Saud): વર્ષ 2016માં સાઉદી અરબ દ્વારા આપવામાં આવેલું સન્માન.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં