Tuesday, December 24, 2024
More
    હોમપેજદેશ'દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં': કોર્ટે વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો, શિંદેની...

    ‘દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં’: કોર્ટે વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો, શિંદેની શિવસેનાએ કહ્યું- જય દુર્ગા માતા, જય હિંદુત્વ!

    કોર્ટના આ નિર્ણયનું પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ સ્વાગત કર્યું છે. શિવસેનાનું કહેવું છે કે આ નિર્ણય દેવી દુર્ગાના આશીર્વાદ અને હિંદુ સમુદાયની એકતાનું પરિણામ છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના કલ્યાણ જિલ્લામાં સ્થિત દુર્ગાડી કિલ્લો (Durgadi Fort) મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) અધિકાર હેઠળ છે. કલ્યાણની જિલ્લા (Kalyan civil court) અને સત્ર અદાલતે કિલ્લાની અંદર આવેલી મસ્જિદ અને ઈદગાહ પર વકફ બોર્ડના (Waqf Board) દાવાને ફગાવી દીધો છે. આ કિલ્લામાં દુર્ગા માતાનું પ્રાચીન મંદિર (Durga Mata Temple) પણ આવેલું છે.

    અહેવાલો અનુસાર, કલ્યાણ કોર્ટે વક્ફ બોર્ડના દાવાને ફગાવી દીધો અને સ્પષ્ટ કર્યું કે કિલ્લાની અંદરની મસ્જિદ વક્ફ બોર્ડની મિલકત નથી. ઉલ્લેખનીય છે કે 1968 સુધી બંને સમુદાયો આ જગ્યા પર મંદિર અને મસ્જિદનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે પછી વિવાદ થયો હતો. વર્ષ 1967માં અહીં પૂજા કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, શિવસૈનિકો પ્રતિબંધ હોવા છતાં અહીં પૂજા કરતા હતા. હાલમાં, આ મિલકત કલ્યાણ મ્યુનિસિપલ કાઉન્સિલના કબજામાં છે. અહીં નવરાત્રિ નિમિત્તે શિવસેના પ્રશાસનની પરવાનગી લઈને મોટા પાયે પૂજા અને મેળાનું આયોજન કરે છે.

    શિવશેનાએ કહ્યું- ન્યાયનો થયો વિજય

    કોર્ટના આ નિર્ણયનું પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ સ્વાગત કર્યું છે. શિવસેનાનું કહેવું છે કે આ નિર્ણય દેવી દુર્ગાના આશીર્વાદ અને હિંદુ સમુદાયની એકતાનું પરિણામ છે. આ જીતનો શ્રેય શિવસેનાના નેતા દિનેશ દેશમુખ અને ગોપાલ લાંડગે સહિત અનેક કાર્યકરો અને સરકારી વકીલોના પ્રયાસોને પણ આપવામાં આવ્યો છે. શિવસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું, “દુર્ગા માતા કી જય, શિવસેના ઝિંદાબાદ. કલ્યાણનો દુર્ગાડી કિલ્લો હવે સત્તાવાર રીતે દેવી દુર્ગાનું મંદિર છે. ન્યાયનો વિજય થયો છે. જય હિન્દુત્વ!”

    - Advertisement -

    શું છે આ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ

    દુર્ગાડી કિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તે સ્થાન છે જ્યાં છત્રપતિ શિવાજી (Chhatrapati Shivaji) મહારાજે હિંદવી સ્વરાજ્યનું પ્રથમ નૌકા અભિયાન શરૂ કર્યું હતું. આ કિલ્લો હિંદુ સમુદાય માટે હંમેશા આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. છેલ્લા 48 વર્ષથી શિવસેના અને હિન્દુ સંગઠનોએ દુર્ગાડી કિલ્લાને દેવી દુર્ગાના મંદિર તરીકે જાહેર કરવા માટે આંદોલન ચલાવ્યું હતું.

    આ સંઘર્ષ શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેએ શરૂ કર્યો હતો. ધરમવીર આનંદ દિઘે અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ચળવળને મજબૂત બનાવી. શિવસૈનિકોએ ઘણી વખત દુર્ગાડી કિલ્લા પાસે ઘંટનાદ ચળવળનું આયોજન કર્યું અને સામૂહિક આરતી કરી હતી. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન આ કિલ્લાને કેન્દ્રમાં રાખીને ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું.

    દુર્ગાડી કિલ્લા પરનો આજનો નિર્ણય માત્ર ઐતિહાસિક નિર્ણય નથી, પરંતુ તે હિંદુત્વ અને મરાઠા ઈતિહાસના ગૌરવને પણ જીવંત કરે છે. શિવસેના અને હિંદુ સંગઠનોના પ્રયાસોએ સાબિત કર્યું કે સત્યને દબાવી શકાતું નથી. હવે આ કિલ્લો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પણ મરાઠા ઈતિહાસનું જીવંત સ્મારક પણ બની જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં