Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીના રસ્તે ચાલતા ડીએમકે સાંસદ એ. રાજા: 'અલગ તમિલનાડુ' માટે ચળવળ...

    રાહુલ ગાંધીના રસ્તે ચાલતા ડીએમકે સાંસદ એ. રાજા: ‘અલગ તમિલનાડુ’ માટે ચળવળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી, કહ્યું- મજબુર ન કરે કેન્દ્ર

    એ રાજાએ વધુમાં કહ્યું કે અમે તમિલનાડુમાં સત્તા પર છીએ પરંતુ સત્તાના અભિમાનમાં આવીને આવું કહી રહ્યા નથી. ડીએમકેએ અલગ તમિલનાડુ રાજ્યની માંગ છોડી દીધી છે, પરંતુ હવે અમે રાજ્ય માટે સ્વાયત્તતાની માંગ કરી રહ્યા છીએ.

    - Advertisement -

    તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેના સાંસદ એ. રાજાએ (A Raja) કેન્દ્ર સરકારને તામિલનાડુને સ્વાયત્તતા આપવા માટે કહ્યું છે અને સાથે ચીમકી પણ આપી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર તેમને ફરીથી અલગ તમિલનાડુ રાજ્યની માંગ ઉઠાવવા માટે મજબુર ન કરે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં સ્થાનિક સંસ્થામાં પક્ષના પ્રતિનિધિઓની બેઠકમાં સાંસદ રાજાએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી તમિલનાડુને સ્વાયત્તતા નહીં મળે ત્યાં સુધી તેમની લડાઈ અટકશે નહીં.

    ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ અનુસાર, નમક્કલમાં રવિવારે આયોજિત આ સમારોહમાં એ. રાજાએ કહ્યું, “પેરિયાર (પાર્ટીના સ્થાપક) જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી અલગ તમિલનાડુની માંગ કરતા રહ્યા. આપણા મુખ્યમંત્રી (સ્ટાલિન) અન્નાના (અન્નાદુરાઈ) માર્ગે ચાલી રહ્યા છે. અમને પેરિયારનો રસ્તો અપનાવવા માટે મજબુર કરશો નહીં. તેમણે એમ પણ કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ વિનમ્રતાપૂર્વક માંગ કરીએ છીએ કે અમારા રાજ્યને સ્વ-શાસનનો અધિકાર આપવામાં આવે.

    એ રાજાએ વધુમાં કહ્યું કે અમે તમિલનાડુમાં સત્તા પર છીએ પરંતુ સત્તાના અભિમાનમાં આવીને આવું કહી રહ્યા નથી. ડીએમકેએ અલગ તમિલનાડુ રાજ્યની માંગ છોડી દીધી છે, પરંતુ હવે અમે રાજ્ય માટે સ્વાયત્તતાની માંગ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે જ્યારે ડીએમકે સાંસદે પાર્ટીના નેતાઓને સંબોધિત કરતા આ વાત કહી ત્યારે તમિલનાડુ સીએમ એમ.કે સ્ટાલિન પણ ત્યાં હાજર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે આ મુદ્દે કંઈ પણ કહ્યું ન હતું અને મૌન રહેવાનું પસંદ કર્યું હતું. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, તામિલનાડુને (Tamilnadu) સ્વાયત્તતા આપવા મામલે ચીમકી ઉચ્ચારતા DMK સાંસદ રાજાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા છે, જ્યારે રાજ્ય સરકારોને ઘણી બાબતોમાં કેન્દ્ર પર આધાર રાખવો પડે છે. તેમણે કહ્યું કે તમિલનાડુ GSTમાં 6.5 ટકાનું યોગદાન આપે છે, જ્યારે રાજ્યને માત્ર 2.2 ટકા જ પરત મળી શકે છે. નાની નાની બાબતોમાં પણ રાજ્ય સરકારોએ કેન્દ્ર પર આધારિત રહેવું પડે છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન થયેલા સૌથી મોટા ગોટાળાઓ પૈકીના એક 2G સ્કેમ મામલે તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજા પર પણ આરોપ લાગ્યો હતો. રાજા પર વર્ષ 2001 માં નક્કી કરવામાં આવેલ કિંમત પર સ્પ્રેક્ટમ વેચવાનો અને પોતાની મનપસંદ કંપનીઓને પ્રાધાન્ય આપવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે તેમણે 15 મહિના જેલમાં પણ વિતાવવા પડ્યા હતા. જોકે, વર્ષ 2017 માં તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.

    અહીં એ પણ નોંધવું જરૂરી છે કે તાજેતરમાં વિદેશમાં પોતાના એક ભાષણ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ દાવો કર્યો હતો કે ભારત એક ‘રાજ્યોનો સંઘ’ (Union of states) છે. કેમ્બ્રિજમાં એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, “ભારત બ્રિટન જેવો દેશ નથી પરંતુ યુરોપીય યુનિયનની જેમ રાજ્યોનો સંઘ છે.” રાહુલ ગાંધીની આ ટિપ્પણી મામલે વિવાદ પણ ખૂબ થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં