Monday, May 20, 2024
More
    હોમપેજક્રાઈમમતદાન પહેલા અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી મળવાનો મામલો: ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે...

    મતદાન પહેલા અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી મળવાનો મામલો: ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, મેઈલ IDનું મળ્યુ લોકેશન

    જે સ્કૂલોને ધમકી મળી હતી, તે તમામ સ્કૂલો પર પોલીસે તપાસ હાથ ધરી હતી. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના મતદાન પહેલા 6 મે ના દિવસે અમદાવાદની અસંખ્ય શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. હવે ઈ બાબતે મોટા ખુલાસા થયા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હવે આ મામલે પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.

    અહેવાલોની માનીએ તો ક્રાઇમ બ્રાન્ચને પોતાની તપાસમાં જે મેઈલ આઈડી પરથી આ ધમકીઓ મળી હતી તેનું લોકેશન હાથ લાગ્યું છે. આ ધમકીભર્યા મેઈલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    24 શાળાઓને મળી હતી બોમ્બની ધમકી

    સોમવારે (6 મે, 2024)  અમદાવાદની 24 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પહેલાં દિલ્હીમાં પણ અનેક સ્કૂલોમાં બૉમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં જ આ બીજી ઘટના પ્રકાશમાં આવી હતી. જે સ્કૂલોને ધમકી મળી હતી, તે તમામ સ્કૂલો પર પોલીસે તપાસ હાથ ધરી હતી. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ દિલ્હી-NCRની લગભગ 100 સ્કૂલોમાં પણ આ પ્રકારની બૉમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. એક જ ઇમેઇલ પરથી આ ધમકી મોકલવાના આવી હતી. જે બાદ રાજધાની દિલ્હીમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. તમામ સ્કૂલોએ બાળકોને ઘરે મોકલી દીધા હતા અને મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ બાદ એક વિદ્યાર્થીની જ ધરપકડ કરવામાં આવી હતી, તેણે આ કૃત્ય પ્રેન્ક માટે કર્યું હોવાનું જાણી શકાયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં