Sunday, October 13, 2024
More
    હોમપેજદેશયુરોપીયન મીડિયા ભારત વિશે દેખાડે છે ખોટા સમાચાર: બ્રિટીશ પત્રકારે કહ્યું- PM...

    યુરોપીયન મીડિયા ભારત વિશે દેખાડે છે ખોટા સમાચાર: બ્રિટીશ પત્રકારે કહ્યું- PM મોદીની રેલીમાં જાય છે બુરખાવાળી મહિલાઓ, તેમ છતાં ચીતરે છે મુસ્લિમ વિરોધી

    બ્રિટેનના સમાચાર પત્રક 'ડેલી એક્સપ્રેસ'ના આસિસ્ટન્ટ એડિટર સેમ સ્ટીવેન્સને કહ્યું કે, "મને લાગે છે કે હવે ભારતની આલોચના સાથે-સાથે બાકી ઘણુબધું કહેવાનો સમય આવી ગયો છે. હવે ભારત વિરોધી 'બકવાસ'કરવાનો સમય પૂરો થયો છે."

    - Advertisement -

    પશ્ચિમી મીડિયા ભારતને લઈને પૂર્વાગ્રહથી પીડાઈ રહ્યું છે. તેઓ ભારતને લઈને એવી જ બાબતો પર ધ્યાન આપે છે, જે ખાલી સાંભળેલી વાતો પર જ ભરોસો કરે છે. જોકે પશ્ચિમી મીડિયા જે રીતે ભારતને પોતાના છાપાંમાં ચીતરી રહ્યું છે, વાસ્તવિક ભારત તેનાથી સાવ જૂદું જ છે. અહીં, ન તો ધાર્મિક આધારો પર ભાગલા છે, કે પછી ના તો અલ્પસંખ્યકો પ્રત્યે કોઈ પ્રકારની નફરત છે. એક બ્રિટીશ પત્રકારે આ હરકતો સ્વીકારી છે.

    બ્રિટેનના સમાચાર પત્રક ‘ડેલી એક્સપ્રેસ’ના (Daily Express) આસિસ્ટન્ટ એડિટર સેમ સ્ટીવેન્સને કહ્યું કે, “મને લાગે છે કે હવે ભારતની આલોચના સાથે-સાથે બાકી ઘણુબધું કહેવાનો સમય આવી ગયો છે. હવે ભારત વિરોધી ‘બકવાસ’કરવાનો સમય પૂરો થયો છે. અમે અહીં આવીને નવા ભારતની સાચી તેમજ સકારત્મક બાબતો જણાવવાની જરૂર છે.”

    પત્રકાર સ્ટીવેન્સને આગળ જણાવ્યું કે, “દુર્ભાગ્યથી લંડન અને આખા યુરોપમાં ચાલતી અનેક સ્ટોરીઓ ભારત વિશે માત્ર નકારાત્મકતાની છે. અમે ધાર્મિક વિભાજન જેવી વાતો સાંભળી છે, પરંતુ અમે જમીન સ્તરે આવું નથી જોયું. અમે નરેન્દ્ર મોદીની રેલીમાં બુરખા પહેરેલી મહિલાઓને જોઈ છે.” તેમણે કહ્યું કે, “જે આ જગ્યા વિશે એક શાનદાર વાત છે.”

    - Advertisement -

    બ્રિટીશ પત્રકારે કહ્યું કે તેઓ આ વાસ્તવિકતાને વિશ્વ સામે રાખશે. તેમણે કહ્યું, “અમે આ મહાન અને અદ્ભુત રાષ્ટ્રના બહુલવાદના ઉદાહરણને જોઈએ છીએ. અમે આ રાષ્ટ્રમાં બ્રિટીશ મીડિયાના કવરેજને વધારવા માટે અહીં છે. અમે અહિયાં વાસ્તવિકતા પહોંચાડવા અને કેટલીક વાસ્તવિક તથ્ય શોધવા અને પોતાના ઘર લંડન સુધી લઈ જવા માટે છીએ.”

    સ્ટીવેન્સને કહ્યું કે, નવા ભારતની 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની રાહ પર છે. આ ઉપરાંત પણ અનેક સકારત્મક ખબરો છે ભારત વિષે, જેની જાણ વિશ્વને કરી શકાય. હાલ સેમ સ્ટીવેન્સન લોકસભા ચૂંટણીને કવર કરવા માટે ભારતમાં આવ્યા છે. આ દરમિયાન રવિવારે (19 મે 2024) તેમણે ANI સાથે વાત કરી હતી.

    સ્ટીવેન્સને આગળ જણાવ્યું કે આખા યુરોપમાં પશ્ચિમમાં ભારત વિશે ધારણા સારી નથી. તેમણે કહ્યું કે, “અમને અહીંની નકારાત્મક બાબતો સંભળાવવામાં આવે છે. તે શરમની વાત છે, કારણકે લોકોને અહીં આવવા અને પોતાની આંખોથી જોવા, તેને જીવવા, તેમાં શ્વાસ લેવા અને મળવાની જરૂર છે. લોકો જમીની સ્તર પર લોકોને વાત કરે. આપ જોશો કે સહુની ભલાઈ માટે નવા ભારત અને બ્રિટેન એક વૈશ્વિક તાકાત બની શકે છે.”

    બ્રિટીશ પત્રકારે કહ્યું કે બંને દેશોની સંસ્કૃતિ, ભાષા, વિરાસત અને ઈતિહાસ એક બીજાથી સંકળાયેલા છે. સ્ટીવેન્સને કહ્યું કે, “બ્રિટીશ મીડિયા તે વસ્તુને સરળ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે જે બહુ જ જટિલ છે. તે કહી રહ્યા છે કે મોદી ઇસ્લામ વિરોધી છે, પરંતુ જયારે આપ જમીન પર ઉતરો છો અને મુસ્લિમો સાથે વાત કરો છો, હિંદુ-શીખો સાથે વાત કરો છો ત્યારે તમે જોશો કે ભારત તમામ સંસ્કૃતિઓ અને ધર્મોનો સ્વીકાર કરી રહ્યા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં