Monday, May 20, 2024
More
    હોમપેજક્રાઈમમાલેગાંવ બ્લાસ્ટમાં યોગી આદિત્યનાથને ફસાવવાનું હતું ષડયંત્ર: કર્નલ પુરોહિતે કોર્ટમાં કહ્યું- UPA...

    માલેગાંવ બ્લાસ્ટમાં યોગી આદિત્યનાથને ફસાવવાનું હતું ષડયંત્ર: કર્નલ પુરોહિતે કોર્ટમાં કહ્યું- UPA સરકારના ઈશારે ATSએ કર્યા હતા ટોર્ચર, નામ લેવાનું નાખ્યું હતું દબાણ

    હિંદુ નેતાઓને ફસાવવાની આ બાબત નવી નથી. આ પહેલા પણ માલેગાંવ કેસના એક સાક્ષીએ પણ આવી જ વાત કહી હતી.

    - Advertisement -

    કોર્ટની એક સુનાવણી દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જે અનુસાર મહારાષ્ટ્ર એટીએસ તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આતંકી કેસમાં ફસાવવા માંગતી હતી. આ માટે તેણે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિતને ટોર્ચર કર્યા હતા. બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લેવા માટે એટીએસ સતત તેમને ટોર્ચર કરતી હતી. કર્નલ પુરોહિતે કહ્યું કે મહારાષ્ટ્ર એટીએસ તેમને તેમના ઈન્ટેલિજન્સ મિશન વિશે તમામ માહિતી જણાવવા માટે કહી રહી હતી. આ તમામ ખુલાસા કર્નલ પુરોહિતે કોર્ટ સમક્ષ કર્યા છે.

    કર્નલ પુરોહિતે બુધવારે (8 મે, 2024) મુંબઈની કોર્ટમાં જણાવ્યું હતું કે, “મારી સાથે એવી રીતે વ્યવહાર કરવામાં આવ્યો જે કોઈ પ્રાણી સાથે પણ કરવામાં આવતો નથી. મારી સાથે યુદ્ધ કેદી કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું. હેમંત કરકરે, પરમબીર સિંહ અને કર્નલ શ્રીવાસ્તવ આગ્રહ કરતા રહ્યા કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ માટે મારે મારી જાતને જવાબદાર ગણાવવી જોઈએ. તેમણે મને RSS, VHPના વરિષ્ઠ નેતાઓ અને ઉત્તર પ્રદેશના તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથના નામ લેવા કહ્યું. તેઓએ મને 3 નવેમ્બર 2008 સુધી ટોર્ચર કર્યો હતો.”

    કર્નલ પુરોહિતે કહ્યું કે આ બધું તત્કાલીન યુપીએ સરકાર અને રાજ્યની કોંગ્રેસ-એનસીપી સરકારના ઉદ્દેશ્ય પર તેમના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું. તેણે તેની ધરપકડ અને માલેગાંવ કેસમાં કહ્યું છે કે બધુ પૂર્વ આયોજિત રીતે થયું હતું.

    - Advertisement -

    કર્નલ પુરોહિતે કોર્ટને કહ્યું, “કરકરે અને પરમબીર સિંહ તેમના ગુપ્તચર નેટવર્ક વિશે માહિતી આપવા માટે મારા પર વારંવાર દબાણ કરી રહ્યા હતા. આ લોકો મને મારા બાતમીદારોની યાદી આપવાનું કહેતા હતા જેમણે મને આતંકવાદી સંગઠનો SIMI, ISI અને ડૉ. ઝાકિર નાઈકની ગતિવિધિઓ શોધવામાં મદદ કરી હતી. મેં મારું નેટવર્ક જાહેર કરવાનો ઇનકાર કર્યો કારણ કે તે મને સ્વીકાર્ય ન હતું.

    તેમણે તત્કાલિન રાજકીય નેતૃત્વ પર હિંદુ આતંકવાદનો નેરેટિવ ઊભો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “ઓગસ્ટ 2008માં અચાનક એનસીપી પ્રમુખ (શરદ પવાર) એ અલીબાગમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલીમાં નિવેદન આપ્યું કે માત્ર આતંકવાદીઓ જ ઈસ્લામિક નથી, પણ હિંદુ આતંકવાદીઓ પણ છે. આ પ્રથમ વખત હતો જ્યારે ‘હિંદુ આતંકવાદ’ શબ્દ સામે આવ્યો હોય. આ નિવેદન પછી 29 સપ્ટેમ્બર, 2008ની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જેમાં હિંદુઓને આતંકવાદી ગણાવવામાં આવ્યા હતા.”

    કર્નલ પુરોહિતે આરોપ લગાવ્યો કે એટીએસ ગન પોઈન્ટ પર સાક્ષીઓના નિવેદનો લેતી હતી. તેમને ત્રાસ આપતી હતી. તેમણે એ પણ જણાવ્યું કે તેમની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે કાગળોમાં દર્શાવવામાં આવ્યું નથી. તેમને માર મારવામાં આવ્યો અને તેમનો પગ ભાંગી ગયો. કર્નલ પુરોહિતે તેમના એક વરિષ્ઠ કર્નલ પીકે શ્રીવાસ્તવ પર પણ આરોપો લગાવ્યા છે.

    આવા આરોપ પહેલીવાર નથી લાગ્યા

    હિંદુ નેતાઓને ફસાવવાની આ બાબત નવી નથી. આ પહેલા પણ માલેગાંવ કેસના એક સાક્ષીએ પણ આવી જ વાત કહી હતી. સાક્ષીએ 2021માં મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટમાં કહ્યું હતું કે ATSએ તેને ઝડપી લીધો હતો અને સાત દિવસની અટકાયતમાં રાખ્યો હતો. આ દરમિયાન તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારને જેલની ધમકી પણ આપવામાં આવી હતી. સાક્ષીએ કહ્યું કે ATSએ તેને RSSના ઈન્દ્રેશ કુમાર, દેવધર, કાકાજી અને સ્વામી અસીમાનંદ ઉપરાંત તત્કાલિન બીજેપી સાંસદ યોગી આદિત્યનાથના નામ લેવા દબાણ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંધીને કરવામાં આવ્યો હતો. આ કેસમાં એટીએસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્રણ વર્ષ બાદ 2011માં આ કેસ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે NIAની વિશેષ અદાલત માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં