Tuesday, May 21, 2024
More
    હોમપેજદુનિયાફરી એક વાર વિશ્વએ ભારતનું સામર્થ્ય જોયું: ઈરાને પકડેલા પોર્ટુગીઝ જહાજમાં રહેલા...

    ફરી એક વાર વિશ્વએ ભારતનું સામર્થ્ય જોયું: ઈરાને પકડેલા પોર્ટુગીઝ જહાજમાં રહેલા ભારતીયોને મુક્ત કર્યા

    ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તમામ ભારતીયોની છોડાવવાની કવાયદ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તે પણ એક મોટો પડકાર હતો. કારણકે આ બધું તે સમયે થઈ રહ્યું હતું, જે સમયે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી વિશ્વ ભારતની ક્ષમતાઓના અનેક દાખલાઓનું સાક્ષી બન્યું છે. તેવામાં ફરી એક વાર ભારતે પોતાની કુટનીતિ વાપરીને દુનિયાને પોતાના સામર્થ્યના દર્શન કરાવ્યા છે. વાસ્તવમાં ઈરાને ગત 13 એપ્રિલે પકડેલા માલવાહક જહાજ MSC પર સવાર ભારતીયોને મુક્ત કરી દીધા છે. ઈરાન સ્થિત ભારતીય દુતાવાસે આની પુષ્ટિ પણ કરી છે.

    મળતી માહિતી અનુસાર ઈરાને પોર્ટુગીઝનોઈ ઝંડો લાગેલા એક જહાજને પોતાના કબજામાં લઇ લીધું હતું.તેમનો આરોપ હતો કે આ જહાજનો સંબંધ ઇઝરાયેલ સાથે હતો. આ કારણે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર નેવીએ આ જહાજને પોતાના કબજામાં લઇ લીધું હતું. આ જહાજ પર એક મહિલા સહિત કૂલ 17 ભારતીયો સવાર હતા. આ પહેલા ભારતના પ્રયત્નોથી 15 ભારતીયોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ

    ખબર સામે આવતાની સાથે જ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તમામ ભારતીયોની છોડાવવાની કવાયદ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તે પણ એક મોટો પડકાર હતો. કારણકે આ બધું તે સમયે થઈ રહ્યું હતું, જે સમયે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ ભારતીયોની મુક્તિ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી.

    - Advertisement -

    ભારતીય વિદેશ મંત્રીએ કરી હતી ટેલીફોનીક વાતચીત

    ભારતીયોની મુક્તિ માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતાના ઈરાની સમકક્ષ એચ અમીર અબ્દુલ્લાહિયન સાથે ટેલીફોનીક ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ભારતીય નાગરિકોને છોડી દેવાની માંગ કરી હતી. આ દરમિયાન તેમણે વર્તમાન સંઘર્ષને લઈને પણ ચર્ચા કરી હતી. તેમણે ઘર્ષણથી બચવા સંયમ રાખવા સલાહ પણ આપી હતી.

    ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસોથી અંતે ઈરાને તમામ ભારતીયોને મુક્ત કરી દીધા છે. આ તમામ તહેરાન જવા રવાના થઇ ચુક્યા છે. ભારતીય દુતાવાસે આ મામલે ઈરાનનો આભાર પણ માન્યો છે. બીજી તરફ પોર્ટુગીઝના વિદેશ મંત્રાલયે પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ ભારતીય નાગરિકોમાં 17 પૈકી એક મહિલાનો પણ સમાવેશ થતો હતો. જેમને 13 એપ્રિલે જ છોડી મુકવામાં આવ્યા હતા. બાકીના લોકોને અધિકારીઓને મળવાની પરવાનગી આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં