Sunday, May 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશું NEET પરીક્ષાનું પેપર લીક થયું? કોંગ્રેસ નેતાઓ અને 'પત્રકારો'એ કર્યા દાવા:...

    શું NEET પરીક્ષાનું પેપર લીક થયું? કોંગ્રેસ નેતાઓ અને ‘પત્રકારો’એ કર્યા દાવા: આખરે NTAએ જણાવ્યું શું છે હકીકત

    NTAએ પોતાની સ્પષ્ટતામાં પેપર લીકને લઈને ચાલી રહેલા ફેક ન્યૂઝને ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેનાથી તે સાબિત થઈ શકે છે કે, કોંગ્રેસના નેતાઓ અને 'પત્રકારો'એ ફેલાવેલા સમાચાર સંપૂર્ણપણે ફેક અને આધારવિહીન છે. જેનો સત્ય સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

    - Advertisement -

    તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષાને લઇને વિપક્ષો અને અમુક પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે પેપર લીક થઈ ગયું હતું અને જેના કારણે લાખો વિદ્યાર્થીઓને અસર પહોંચી છે. આ દાવા કરનારાઓમાં રાહુલ ગાંધીથી માંડીને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ તેમજ રવીશ કુમાર જેવા પત્રકારો સામેલ છે. જોકે, પછીથી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ દાવાને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે ખરેખર શું બન્યું હતું.

    વાસ્તવમાં કોંગ્રેસ નેતાઓ અને પત્રકારોએ આરોપ લગાવ્યો છે કે, NEET UG પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. નેતાઓએ રાજસ્થાનના સવાઈ માધોપુરની ઘટના પર ટિપ્પણી કરી છે. માધોપુરમાં સ્કૂલ વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ખોટું પેપર આપવામાં આવ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓ બળજબરી કરીને પેપર લઈને બહાર નીકળી ગયા હતા. ત્યારે તમામ સ્થળો પર પહેલાં જ પરીક્ષા ચાલુ થઈ ચૂકી હતી. તેથી અન્ય સ્થળો પર આ ઘટનાની કોઈ જ અસર પડી નહોતી. પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પત્રકાર રવીશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાને પેપર લીક ગણાવીને આ માટે સરકારને જવાબદાર ઠેરવી છે.

    રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “NEET પરીક્ષાના પેપર લીક થયું હોવાના સમાચાર 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને તેમના પરિવારના સપનાઓ સાથે દગો છે.” સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓથી લઈને નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોદી સરકાર અભિશાપ બની છે.

    - Advertisement -

    આ સાથે તેમણે મોદી સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું અને સાથોસાથ કોંગ્રેસની સરકાર બનવા પર સખત કાયદો બનાવીને પેપર લીક રોકવાનો સંકલ્પ લઈ લીધો હતો. ઉપરાંત તેમણે સ્વસ્થ અને પારદર્શી વાતાવરણ આપવાની ગેરંટી આપી છે. આટલું જ નહીં, તેમના બહેન પ્રિયંકા ગાંધીએ પણ X પર પોસ્ટ કરીને સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું.

    પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખ્યું કે, “ફરી એકવાર પેપર લીક થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. દેશના 24 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે.” તેમણે આગળ લખ્યું કે, શું વડાપ્રધાન આ ઘટના પર કઈ કહી શકશે? તેમણે કાયદો પસાર કરીને અમલમાં મૂકવાને લઈને પણ પ્રશ્નો કરી દીધા છે.

    આ સાથે જ ‘પત્રકાર’ રવીશ કુમારે પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સરકાર પર સવાલો ઉઠાવવાના શરૂ કર્યા છે. તેમણે લખ્યું કે, “NEETનું પેપર લીક થવું ખૂબ ગંભીર છે. ક્યાં સુધી થતું રહેશે આ. રાજસ્થાનમાં પેપર લીકનો મુદ્દો બનાવનારા વડાપ્રધાને આ વાત પર પણ બોલવું જોઈએ.” આ સાથે તેમણે રાષ્ટ્રવાદ અને ધર્મના રાજકારણના લીધે આવું થતું હોવાનું કહ્યું છે. પરંતુ હકીકત એ છે કે, NEET પરીક્ષાનું કોઈપણ પેપર લીક થયું જ નથી.

    NTAએ કરી સ્પષ્ટતા

    NEET પરીક્ષાનું પેપર લીક થયું હોવાના ફેક ન્યૂઝ વાયરલ થયા બાદ NTAએ પણ સ્પષ્ટતા કરી છે. સોમવારે (6 મે, 2024) એજન્સીએ એક નોટિસ જારી કરી છે અને ફેક ન્યૂઝને લઈને સ્પષ્ટતા કરી છે. તેમણે નોટિસમાં સ્પષ્ટ કહ્યું છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા પેપર લીકના સમાચાર પાયાવિહોણા અને સંપૂર્ણપણે ખોટા છે.

    NTAએ લખ્યું કે, “NTAના સિક્યુરિટી પ્રોટોકોલ અને SOP દ્વારા જાણી શકાયું છે કે, નીટ પેપર લીક તરફ ઈશારો કરી રહેલી દરેક સોશિયલ મીડિયા પોસ્ટ સંપૂર્ણપણે ખોટી છે. તેનો કોઈ આધાર નથી.” અફવાઓ પર વિરામ લગાવવા માટે કેટલીક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે, દરેક નીટ ક્વેશ્ચન પેપરનો ડેટા સેવ કરીને રાખવામાં આવે છે. સાથે એ પણ કહ્યું છે કે, એકવાર સેન્ટરનો ગેટ બંધ થયા બાદ બહારથી કોઈપણ વ્યક્તિ એક્ઝામ હૉલમાં એન્ટર થઈ શકતા નથી. સમગ્ર કેમ્પસ સીસીટીવીના સર્વેલન્સ હેઠળ હોય છે.

    NTAએ વધુમાં કહ્યું કે, “રવિવારની પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજસ્થાનના સવાઈ માધોપુરના એક પરીક્ષા કેન્દ્ર પર કેટલાક વિદ્યાર્થીઓ જબરદસ્તી પેપર પૂરું થયા પહેલાં નીટનું પ્રશ્નપત્ર લઈને બહાર નીકળી ગયા હતા. તે પેપરના ફોટો વાયરલ થઈ રહ્યા છે અને તેને ‘NEET Paper Leak’ સાથે જોડવામાં આવી રહ્યા છે. જેવું કે પહેલાં પણ જણાવી દીધું છે કે, એકવાર પરીક્ષા શરૂ થયા બાદ કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ બહારની વ્યક્તિ કે, એજન્સી નીટ પરીક્ષા એક્સેસ નથી કરી શકતી. મહત્વની વાત એ છે કે, તમામ સ્થળો પર પરીક્ષા ચાલુ થયા બાદ તે પેપર વાયરલ થયાં હતાં.”

    આ સાથે એજન્સીએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “સોશિયલ મીડિયામાં વાયરલ નીટ પ્રશ્નપત્રનો કોઈ અન્ય પ્રશ્નપત્ર સાથે કોઈપણ પ્રકારનો સંબંધ પણ નથી.” એટલે પરીક્ષામાં વહેંચવામાં આવેલા અન્ય પ્રશ્નપત્રો કરતાં વાયરલ થયેલા ફોટા અલગ હતા અને તેનો મૂળ પ્રશ્નપત્ર કે જે પરીક્ષામાં અપાયા હતા, તેની સાથે કોઈ સંબંધ નથી.

    સાથે એજન્સીએ તે પણ કહ્યું કે, કેટલાક ગેરરીતિઓના કિસ્સા સામે આવ્યા હતા, જેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આશ્વાસન આપવામાં આવ્યું છે કે, દરેક પ્રકારની ગેરરીતિ પર એજન્સી ધ્યાન રાખી રહી છે અને તે મામલે સખત કાર્યવાહી પણ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં