Saturday, September 14, 2024
More
    હોમપેજક્રાઈમઉદ્ધવ ઠાકરેના ઉમેદવાર માટે વોટ માંગતો દેખાયો કુખ્યાત આતંકી: મુંબઈ બ્લાસ્ટ કેસમાં...

    ઉદ્ધવ ઠાકરેના ઉમેદવાર માટે વોટ માંગતો દેખાયો કુખ્યાત આતંકી: મુંબઈ બ્લાસ્ટ કેસમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આ ઇબ્રાહિમ મૂસા

    ઇબ્રાહિમ મૂસા પાસેથી એક AK-56 રાઈફલ, 635 રાઉન્ડ ગોળીઓ, 10 મેગેઝીન અને 25 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.

    - Advertisement -

    દેખીતી રીતે જ આ લોકસભા ચૂંટણી હવે સામાન્ય ચૂંટણી નથી રહી. હવે આતંકવાદીઓ લોકસભા ચૂંટણી 2024માં પણ પ્રચાર કરી રહ્યા છે, તે પણ બાળા સાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પક્ષના ઉમેદવાર માટે. આતંકીનું નામ ઇબ્રાહિમ મૂસા છે. તે 1993ના મુંબઈ વિસ્ફોટ દરમિયાન આતંકવાદીઓને હથિયાર સપ્લાય કરતો હતો. તેને 10 વર્ષની જેલની સજા પણ થઈ હતી. હવે તે મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી શિવસેના-યુબીટી (ShivSena-UBT) ઉમેદવાર અમોલ કીર્તિકર માટે પ્રચાર કરી રહ્યો છે અને સામાન્ય લોકો પાસેથી મત માંગી રહ્યો છે.

    અમોલ કીર્તિકર એ જ વ્યક્તિ છે જેમને ટિકિટ આપવાના વિરોધમાં સંજય નિરુપમે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને તેમને ‘ખિચડી ચોર’ કહ્યા હતા. અમોલ પર કોરોના સમયગાળા દરમિયાન ખીચડી કૌભાંડનો આરોપ છે, તેની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. જો કે, અમોલ કીર્તિકર આ લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સાથી છે અને તેમના માટે, ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાથે પણ લડી લેવામાં અચકાતા નથી. હવે ઇબ્રાહિમ મૂસા જેવો ઘાતક આતંકવાદી એ જ અમોલ કીર્તિકરના ચૂંટણી પ્રચારમાં ઉતર્યો છે અને તેના માટે વોટ માંગી રહ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇબ્રાહિમ મૂસાના ચૂંટણી પ્રચારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતાં પ્રીતિ ગાંધીએ લખ્યું, “1993ના મુંબઈ બ્લાસ્ટના દોષી ઇબ્રાહિમ મૂસા ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર માટે પ્રચાર કરતા જોવા મળે છે. તેણે મુંબઈ બ્લાસ્ટ પહેલા સંજય દત્તના ઘરે હથિયારો પહોંચાડ્યા હતા. આ બાબત (ઇબ્રાહિમ મૂસાનું ચૂંટણી પ્રચાર) અક્ષમ્ય છે.”

    - Advertisement -

    ભાજપના ધારાસભ્ય અમિત સાટમે કહ્યું કે ઉદ્ધવની પાર્ટી આતંકવાદીઓ સાથે છે. 1993 બોમ્બ બ્લાસ્ટનો આરોપી ઇબ્રાહિમ મૂસા ગઈકાલે સાંજે મુંબઈ ઉત્તર પશ્ચિમમાં પ્રચાર દરમિયાન ઉદ્ધવ જૂથના નેતા સાથે પ્રચાર કરી રહ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોણ પાકિસ્તાન સાથે છે. હવે આ લડાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે.

    ઉલ્લેખનીય છે કે ઇબ્રાહિમ મૂસા એ જ આતંકવાદી છે જેણે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ દરમિયાન હથિયારો સપ્લાય કર્યા હતા. આ કેસમાં તેને 10 વર્ષની સજા થઈ હતી. 12 માર્ચ 1993ના રોજ બપોરે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટથી આખા મુંબઈમાં અંધાધૂંધી મચી ગઈ અને પછી 2:10 કલાકમાં મુંબઈમાં 12 જગ્યાએ બ્લાસ્ટ થતા રહ્યા.

    ઇબ્રાહિમ મૂસા ચૌહાણ ઉર્ફે બાબા ચૌહાણ એ જ વ્યક્તિ છે જેણે એકે-56 રાઇફલ, મેગેઝીન, વિસ્ફોટક અને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કર્યા હતા. તેણે જ અનીસ ઇબ્રાહિમના કહેવા પર અભિનેતા સંજય દત્તના ઘરે હથિયારો પહોંચાડ્યા હતા. ઇબ્રાહિમ મૂસા પાસેથી એક AK-56 રાઈફલ, 635 રાઉન્ડ ગોળીઓ, 10 મેગેઝીન અને 25 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં