Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્લી શિક્ષણ મોડેલનું મોટું ફુલેકુઃ કેજરીવાલના સહી અને ફોટો સંદેશ સાથે ચાલતી...

    દિલ્લી શિક્ષણ મોડેલનું મોટું ફુલેકુઃ કેજરીવાલના સહી અને ફોટો સંદેશ સાથે ચાલતી બનાવટી યુનિવર્સિટીની પોલ પકડાઈ; યુજીસીની નકલી યુનિવર્સિટીઓની યાદીમાં દિલ્લી ટોચ પર

    જ્યારે અમે બનાવતી ઘોષિત કરાયેલ AIIPPHS યુનિવર્સિટીની વેબસાઈટ ખોલી તો અમને તેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છબી જોવા મળી. આ સાથે તેમનો પત્ર પણ લાગેલો હતો.

    - Advertisement -

    બનાવટી યુનિવર્સિટીની સંખ્યામાં કેજરીવાલના દિલ્લી શિક્ષણ મોડેલનું નામ પ્રથમ આવ્યું છે, દેશમાં ઉચ્ચ શિક્ષણની નિયમનકારી સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ બનાવટી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે. તેમાં વિવિધ રાજ્યોની કુલ 21 સંસ્થાઓના નામ છે. આ યાદીમાં દિલ્હીની સૌથી વધુ 8 જેટલી સંસ્થાઓ છે. જે બદલ ભાજપે ટોણો મારતા કહ્યું કે અરવિંદ કેજરીવાલે નકલી યુનિવર્સિટીઓના મામલામાં દિલ્હીને નંબર-1 બનાવ્યું છે. આ સાથે જ પાર્ટીએ AAP સરકારના કથિત શિક્ષણ મોડલ પર પણ સવાલ ઉઠાવ્યા છે. આવી નકલી યુનિવર્સિટીઓમાં AIIPPHSનો પણ સમાવેશ થાય છે.

    વાસ્તવમાં યુજીસીએ દેશભરની 21 બનાવટી યુનિવર્સિટીની સંખ્યા (રાજ્ય મુજબ) યાદી બહાર પાડી છે , જેમાં દિલ્હી ઉપરાંત કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પુડુચેરી અને આંધ્રપ્રદેશની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. યુજીસીએ જણાવ્યું હતું કે આ બધું સંસ્થાના નિયમો વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યું છે. આ યુનિવર્સિટીઓની ડિગ્રીઓને પણ માન્યતા આપવામાં આવશે નહીં અને તેમને ડિગ્રી આપવાનો અધિકાર નથી. દિલ્હી પછી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4 યુનિવર્સિટી છે. બનાવટી યુનિવર્સિટીની સંખ્યામાં અરવિંદ કેજરીવાલનું દિલ્હી મેદાન મારતું દેખાયું.

    જ્યારે અમે AIIPPHS યુનિવર્સિટીની વેબસાઈટ ખોલી તો અમને તેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છબી જોવા મળી. આ સાથે તેમનો પત્ર પણ લાગેલો હતો. ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સ’ નામની આ યુનિવર્સિટીઓને યુજીસીએ નકલી ગણાવી છે, દિલ્હીના મુખ્યમંત્રીના સત્તાવાર હસ્તાક્ષર હેઠળ જારી કરવામાં આવેલ આ પત્ર તારીખ 18 ડિસેમ્બર 2016 ના રોજ મોકલવામાં આવ્યો હતો, આ ઉપરાંત તેમાં AAP સુપ્રીમોનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ છે.

    - Advertisement -

    આ પત્રમાં અરવિંદ કેજરીવાલના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે, “મને એ જાણીને આનંદ થયો કે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સ (AIIPPHS) તેનું મેગેઝિન લાવી રહ્યું છે. મને ખાતરી છે કે આ અંતર્ગત વિદ્યાર્થીઓને તેમની લેખન કૌશલ્ય પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક મળશે અને તેઓ તેમના સારા ભવિષ્ય માટે પ્રેરણા મેળવશે. હું તેમના આગામી પ્રકાશન માટે શુભેચ્છા પાઠવું છું.” આ નકલી યુનિવર્સિટીએ દિલ્હી સરકારની માન્યતાનો પણ દાવો કર્યો છે.

    AIIPPHS એ તેની વેબસાઇટ પર એક પ્રમાણપત્ર પણ અપલોડ કર્યું છે , જે ‘દિલ્હી રાજ્ય સરકાર પેરામેડિકલ કાઉન્સિલ’નું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે આ યુનિવર્સિટી તેમના કાર્યાલયમાંથી ચલાવવામાં આવી રહી છે. ઓફિસનું સરનામું આલીપોરની BDO ઓફિસ પાસે હોવાનું જણાવાયું છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તે કાઉન્સિલના શિક્ષણના ધોરણોને પણ પૂર્ણ કરે છે. તેને 7 એપ્રિલ, 2021 ના ​​રોજ માન્યતા આપવામાં આવી હતી, જે એક વર્ષ પછી ફરી એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી.

    AIIPPHS ની વેબસાઈટ પર અરવિંદ કેજરીવાલની તસવીર અને પત્ર (સાભાર ऑपइंडिया)

    વાસ્તવમાં આવા પત્રો આવી નકલી સંસ્થાઓને સરળતાથી મળી રહે છે. આવા સર્ટિફિકેટનો “જુગાડ” કર્યા પછી કોલેજો તેણે પોતાની સાઇટ પર બતાવે છે, જેથી લોકોમાં તેમની વિશ્વસનીયતા વધે. આ ઘટના બ્યુરોક્રેસીની નિષ્ફળતા પણ દર્શાવે છે, જે દર્શાવે છે કે અધિકારીઓ આવા પત્રો જારી કરતા પહેલા સંપૂર્ણ ખરી સાથે તપાસ કરતા નથી. એવું પણ બને કે શિક્ષણ માફિયાઓને સરકારી વિભાગોમાં પ્રવેશ મળે અને તેમને પોતાની મનમાનીથી કામો કરવા છૂટ આપવામાં આવે છે.

    ધ્યાન આપવા જેવી બાબત તે પણ છે કે આવા પ્રમાણપત્ર હોવાનો અર્થ એ નથી કે યુનિવર્સિટી બધી રીતે માન્ય છે અને નકલી નથી. જો યુનિવર્સિટી નકલી હોય તો પણ તેઓ આવા થોડા પ્રમાણપત્રો અને પત્રો તેઓ મેળવી લેતા હોય છે. આ યુક્તિઓ કેટલાક રાજકારણી વગેરેને બોલાવીને પણ અજમાવવામાં આવે છે. એવું પણ બની શકે છે કે તેમને અધિકારીઓ સાથે મિલીભગતનો લાભ મળતો હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં