Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પૈસા આપો અને ભારતનું નાગરિકત્વ મેળવો': જનસેવા કેન્દ્ર વિદેશીઓને ઉત્તરાખંડી ઓળખ આપતું...

    ‘પૈસા આપો અને ભારતનું નાગરિકત્વ મેળવો’: જનસેવા કેન્દ્ર વિદેશીઓને ઉત્તરાખંડી ઓળખ આપતું હતું, દેહરાદૂનમાં STFના દરોડામાં નકલી આધારથી લઈને આયુષ્માન કાર્ડ મળ્યા

    STF દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્થળ પરથી 68 આધાર કાર્ડ, 28 વોટર કાર્ડ મળી આવ્યા છે. રિકવર કરાયેલા મતદાર કાર્ડમાંથી ત્રણ નેપાળી નાગરિક માટે બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક દિલ બહાદુરનું હતું. આ ઉપરાંત કેન્દ્રમાંથી 17 પાન કાર્ડ અને 7 આયુષ્માન કાર્ડ પણ મળી આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તરાખંડ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે પૈસા લઈને વિદેશી નાગરિકોને ભારતીય ઓળખ કાર્ડ બનાવી આપતી હતી. આ કૌભાંડ ઋષિકેશમાં એક પબ્લિક સર્વિસ સેન્ટર (CSC)થી ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. આ કેન્દ્ર પર STFના દરોડામાં નકલી આધાર, મતદાર, પાન અને આયુષ્માન કાર્ડ મળી આવ્યા છે.

    અહેવાલો અનુસાર STFએ ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. તેઓ ઉત્તરાખંડના રહેવાસી હોવાનો દાવો કરતા પૈસા લઈને વિદેશી લોકોને નકલી આધાર અને મતદાર કાર્ડ આપતા હતા. આ સાથે અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ જમીન ખરીદવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે.

    પોલીસને મળી હતી ફરિયાદ, જે બાદ સ્ટિંગ કરાયું

    એસટીએફને ફરિયાદ મળી હતી કે ઋષિકેશ અને દેહરાદૂન સ્થિત એક જાહેર સેવા સંસ્થા પૈસા લઈને નકલી મતદાર કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો બનાવી રહી છે. જે બાદ STFએ કેસની તપાસ શરૂ કરી હતી. તેમને ખબર પડી કે લક્ષ્મણ સૈની ઋષિકેશ એઈમ્સ રોડ પર તેના સહયોગીઓ સાથે CSC ચલાવે છે. અહીં પૈસા લઈએ નકલી દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા છે. STFએ એક નેપાળી નાગરિકને આ CSC સેન્ટરમાં નકલી દસ્તાવેજો બનાવવા મોકલ્યો હતો.

    - Advertisement -

    CSC ચલાવતા લક્ષ્મણ સૈની, કોઈપણ માન્ય દસ્તાવેજ અથવા અન્ય પુરાવા વિના 10,000 રૂપિયામાં મતદાર અને આધાર કાર્ડ બનાવવા માટે સંમત થયા હતા. અહેવાલો અનુસાર, લક્ષ્મણ સૈનીએ એડવાન્સ તરીકે 3000 રૂપિયા લીધા હતા અને મતદાર અને આધાર કાર્ડ આપવાનું વચન આપ્યું હતું.

    નેપાળી નાગરિક દિલ બહાદુર સોમવારે (26 ડિસેમ્બર 2022) CSC પહોંચ્યો હતો. સૈનીએ તેમના માટે પૌરીના એક ગામમાંથી મતદાર કાર્ડ તૈયાર કર્યું હતું. આ સરનામે આધાર કાર્ડ બનાવવા માટેનું ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું. આ દરમિયાન STFએ દરોડો પાડી CSCમાંથી લક્ષ્મણ સૈની સહિત 3 લોકોની ધરપકડ કરી હતી.

    STF દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્થળ પરથી 68 આધાર કાર્ડ, 28 વોટર કાર્ડ મળી આવ્યા છે. રિકવર કરાયેલા મતદાર કાર્ડમાંથી ત્રણ નેપાળી નાગરિક માટે બનાવવામાં આવ્યા હતા, જેમાંથી એક દિલ બહાદુરનું હતું. આ ઉપરાંત કેન્દ્રમાંથી 17 પાન કાર્ડ અને 7 આયુષ્માન કાર્ડ પણ મળી આવ્યા છે.

    STFએ કેન્દ્રમાંથી લક્ષ્મણ સૈની સાથે બાબુ સૈની અને ભરત સિંહ ઉર્ફે ભરડે દમાઈની ધરપકડ કરી છે. હાલમાં તેમની પાસેથી એ જાણવામાં આવી રહ્યું છે કે તેઓએ અત્યાર સુધીમાં કેટલા વિદેશી નાગરિકોને નકલી આધાર અને મતદાર આઈડી કાર્ડ આપ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં