તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંઘે (Rajnath Singh) એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ઑપરેશન સિંદૂર (Operation Sindoor) અને સેનાના શૌર્ય વિશે અમુક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે, આ એક સૈન્ય કાર્યવાહી માત્ર નથી, પણ ભારતની રાજનીતિક, સામાજિક અને સામરિક ઈચ્છાશક્તિનું પ્રતીક છે.
રાજનાથ સિંઘે કહ્યું, “ભારતવિરોધી આતંકવાદી સંગઠનોએ ભારત માતાના મસ્તક પર હુમલો કરીને અનેક પરિવારોના સિંદૂર નષ્ટ કર્યાં હતાં, તેમને ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરના માધ્યમથી ન્યાય અપાવવાનું કામ કર્યું છે. એટલે જ આજે દેશ ભારતીય સેનાઓને અભિનંદન પાઠવી રહ્યો છે.”
'आपरेशन सिंदूर' सिर्फ़ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनीतिक, सामाजिक और सामरिक इच्छाशक्ति का प्रतीक है।
— Rajnath Singh (@rajnathsingh) May 11, 2025
हमारे प्रधानमंत्री श्री @narendramodi ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंकवाद के ख़िलाफ़ सरहद के इस पार और उस पार दोनों तरफ़ प्रभावी कारवाई करता है। pic.twitter.com/Lmoj3MrYey
તેમણે ઉમેર્યું, “આ ઑપરેશન આતંકવાદ વિરુદ્ધ ભારતની દ્રઢ ઈચ્છાશક્તિનું અને સૈન્ય શક્તિની ક્ષમતા અને સંકલ્પશક્તિનું પણ પ્રદર્શન છે. આપણે દર્શાવી દીધું છે કે ભારત જ્યારે આતંકવાદી કાર્યવાહી કરે ત્યારે આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સરહદ પારની જમીનો પણ સુરક્ષિત નથી.”
ભારતીય સેનાઓએ ઑપરેશન સિંદૂરને પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઢાંચા નષ્ટ કરવા માટે લૉન્ચ કર્યું હતું તેમ કહીને તેમણે ઉમેર્યું કે, આપણે ક્યારેય તેમના નાગરિકોને નિશાન બનાવ્યા નથી. જ્યારે પાકિસ્તાને નાગરિકો સાથે-સાથે મંદિર, ગુરુદ્વારા વગેરેને પણ ટાર્ગેટ કર્યાં. ભારતીય સેનાએ શૌર્ય અને પરાક્રમ સાથે સંયમતાનો પણ પરિચય આપતાં પાકિસ્તાનનાં અન્ય ઠેકાણાં પર પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપ્યો.
રક્ષામંત્રીએ કહ્યું કે, “આપણે માત્ર સરહદ પાસેનાં આતંકવાદી ઠેકાણાં પર જ કાર્યવાહી ન કરી, પણ ભારતીય સેનાની ધાક છેક રાવલપિંડી સુધી સંભળાઈ, જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્યમથક આવેલું છે.”
ઉડી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, “ભારતમાં આતંકવાદી ઘટનાઓ કરવા અને કરાવવાનો અંજામ શું થાય એ આખા વિશ્વએ ઉડીની ઘટના બાદ જોયો હતો, જ્યારે આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. પુલવામા બાદ બાલાકોટમાં એરસ્ટ્રાઇક થઈ હતી અને પહલગામ હુમલા બાદ ભારતે ફરી પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું.”
અંતે તેમણે કહ્યું કે, “આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર ચાલતા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત આતંકવાદ વિરુદ્ધ સરહદની આ પાર અને પેલે પાર, બંને તરફ પ્રભાવી કાર્યવાહી કરશે.”