Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમા જાનકીની જન્મભૂમી પર બનશે તેમની સૌથી ઊંચી પ્રતિમા, ભવ્ય બનશે બિહારનું...

    મા જાનકીની જન્મભૂમી પર બનશે તેમની સૌથી ઊંચી પ્રતિમા, ભવ્ય બનશે બિહારનું ‘ભગવતી સીતા તીર્થ ક્ષેત્ર: મહંતે 14 એકર જમીન દાનમાં આપી, PM મોદી કરી શકે છે મુલાકાત

    અત્યાર સુધીમાં 24.40 એકર જમીન માટે કરાર થયા છે. વધુ 5 એકર જમીન માટે ખેડૂતો સાથે વાતચીત ચાલી રહી છે. એક અંદાજ મુજબ પ્રતિમા માટે 50 એકર જમીનની જરૂર પડશે, જેમાં રજીસ્ટ્રેશન માટે 30 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

    - Advertisement -

    બિહારના સીતામઢીમાં મા જાનકીની 251 ફૂટની પ્રતિમા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા હશે. ‘શ્રી ભગવતી સીતા તીર્થ ક્ષેત્ર સમિતિ’ના પ્રમુખ અને સીતામઢીના JDU સાંસદ સુનીલ કુમાર પિન્ટુએ શનિવારે (19 નવેમ્બર, 2022) સીતામઢીની સ્થાનિક પરિષદમાં પત્રકારોને આ વિષે માહિતી આપી હતી. રાઘોપુર બખરીના મહંત રામલાલ દાસે સીતામઢીમાં માતા જાનકીની પ્રતિમા નિર્માણ માટે 14 એકર જમીન દાનમાં આપી છે.

    અત્યાર સુધીમાં 24.40 એકર જમીન માટે કરાર થયા છે. વધુ 5 એકર જમીન માટે ખેડૂતો સાથે વાતચીત ચાલી રહી છે. એક અંદાજ મુજબ પ્રતિમા માટે 50 એકર જમીનની જરૂર પડશે, જેમાં રજીસ્ટ્રેશન માટે 30 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જો કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે આ નોંધણી ફી માફ કરવાનો નિર્ણય લેતા મોટી રાહત મળી છે. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

    ત્રણ આર્કિટેક્ટ દ્વારા પ્રોજેક્ટ માટે નકશા બનાવવામાં આવી રહ્યા છે અને સમીક્ષા કર્યા પછી, બાંધકામનું કામ શ્રેષ્ઠ નકશા પર જ કરવામાં આવશે. બિહાર સ્થિત સીતામઢીમાં માતા જાનકીની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી જાનકી માતાની પ્રતિમા હશે. આ વિષે સાંસદે કહ્યું હતું કે આ અંગે વડા પ્રધાન સાથે વાતચીત થઈ છે અને પીએમ મોદીએ પ્રારંભિક પ્રક્રિયા પૂરી કર્યા પછી ભૂમિપૂજન વિશે માહિતી આપવાનું કહ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે જો વડાપ્રધાન ભૂમિપૂજનમાં ભાગ લેશે તો સીતામઢીનું નામ વિશ્વ મંચ પર ચમકશે.

    - Advertisement -

    માતા સીતાની સૌથી ઉંચી પ્રતિમા ક્યાં બનાવવામાં આવી રહી છે તેના પર પણ BPSC પરીક્ષામાં એક પ્રશ્ન હતો. સીતામઢીને લઈને દિલ્હી મેટ્રોમાં પણ પ્રચાર કરવામાં આવે છે. ‘રામાયણ સંશોધન પરિષદ’ના મુખ્ય માર્ગદર્શક પરમહંસ સ્વામી સંદિપેન્દ્ર મહારાજ આ પ્રોજેક્ટમાં મુખ્ય રસ ધરાવે છે. 51 શક્તિપીઠો ઉપરાંત, ઇન્ડોનેશિયા, બાલી, અને અશોક વાટિકાથી જળ, તેમજ માટી અને મધ્યપ્રદેશના નલખેડા ખાતે સ્થિત માતા બગલામુખીની જ્યોતિ લાવીને સ્થાપના કરવામાં આવશે.

    સીતા રથ (સીતા જ્યોતિ) 14 જાન્યુઆરી, 2023 ના રોજ સીતામઢીથી રવાના થશે, જે એક મહિના માટે દેશભરમાં ફરશે. દેશમાં સ્થપાયેલા એક વ્યંઢળ અખાડા સહિત 14 અખાડાઓને મા સીતાની મૂર્તિના નિર્માણનો ખર્ચ ઉઠાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ‘ભગવતી સીતા તીર્થ ક્ષેત્ર’માં મૂર્તિઓના દર્શન માટે ‘નૌકા વિહાર’ પણ વિકસાવવામાં આવશે. દેશ અને વિદેશમાં મહિલા શિક્ષણ માટે શાળાઓ ખોલવાની પણ યોજના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં