Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળના 873 ઇન્સ્પેકટર, હવાલદારો સહિતના પોલીસ અધિકારીઓનું PFI સાથે કનેક્શન, દરોડા પહેલાં...

    કેરળના 873 ઇન્સ્પેકટર, હવાલદારો સહિતના પોલીસ અધિકારીઓનું PFI સાથે કનેક્શન, દરોડા પહેલાં જ આપતા હતા બાતમી

    સેન્ટ્રલ પ્રોબ એજન્સીના રિપોર્ટમાં સબ-ઇન્સ્પેક્ટરથી લઈને સ્ટેશન હેડ ઓફિસર (SHO) રેન્કના અધિકારીઓ સહિત અન્ય કર્મચારીઓની યાદી છે.

    - Advertisement -

    પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવ્યાના દિવસો બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એક મોટો ખુલાસો કર્યો છે. NIA અનુસાર કેરળના 873 પોલીસ અધિકારીઓનું PFI સાથે કનેક્શન સામે આવ્યું છે. તપાસ એજન્સીએ આ પોલીસ અધિકારીઓનું PFI કનેક્શન હોવાનો પર્દાફાશ કરતા મંગળવારે (4 ઓક્ટોબર, 2022) કેરળના પોલીસ મહાનિર્દેશકને રિપોર્ટ સોંપ્યો છે.

    સેન્ટ્રલ પ્રોબ એજન્સીના રિપોર્ટમાં સબ-ઇન્સ્પેક્ટરથી લઈને સ્ટેશન હેડ ઓફિસર (SHO) રેન્કના અધિકારીઓ સહિત અન્ય કર્મચારીઓની યાદી છે. NIA આ અધિકારીઓના નાણાકીય વ્યવહારોની વિગતો પણ એકત્રિત કરી રહી છે.

    NIA એ કહ્યું હતું કે કેરળ પોલીસ અધિકારીઓએ PFI કેડર્સને તેમના એજન્ડાને આગળ વધારવા માટે ઘણી મહત્વપૂર્ણ માહિતી લીક કરી હતી. દરોડા દરમિયાન પણ આ પોલીસ અધિકારીઓએ પીએફઆઈ સાથે જોડાયેલા આતંકવાદીઓ અને જેહાદીઓની મદદ કરી હતી. આ માણસોએ NIA અને EDના દરોડા વિશે PFI કેડર્સને પહેલેથી જ જાણ કરી દીધી હતી, જેણે તેમને તેમના ગોપનીય દસ્તાવેજો અને અન્ય સામાન છુપાવવામાં મદદ કરી હતી.

    - Advertisement -

    કેરળની NIA અને ATSએ અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 350 થી વધુ PFI સભ્યોની અટકાયત કરી હતી. આ પછી, ભારત સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

    પીએફઆઈનો ઈતિહાસ હિંસાથી કલંકિત છે. ઘણા હિંસક મુસ્લિમ સંગઠનોના વિલીનીકરણ પછી PFI વર્ષ 2006માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી તે સામૂહિક હત્યા, લક્ષિત હત્યા અને રમખાણો ફેલાવવા જેવા કૃત્યોમાં સામેલ છે. એટલું જ નહીં પીએફઆઈ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવા, મહિલાઓનું બ્રેઈનવોશ કરવાનો અને ધર્માંતરણ કરાવવાનો પણ આરોપ છે.

    દરોડા દરમિયાન, NIA અધિકારીઓએ દેશના લગભગ 17 રાજ્યોમાં સ્થિત PFIના ઠેકાણાઓમાંથી ઘણી ગુનાહિત સામગ્રીઓ મેળવી હતી. તેમાંથી એક બ્રોશર અને એક સીડી પણ મળી આવી હતી. જેનું નામ છે – ‘મિશન 2047’ . તેમાંની સામગ્રીનો ભયાનક હેતુ હતો – આઝાદીના 100 વર્ષ પૂરા થતાં ભારતને ઇસ્લામિક દેશમાં ફેરવવાનો.

    નોંધનીય છે કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં PFI જેહાદી ઠેકાણાઓમાંથી પણ ગેરકાયદેસર રીતે એકઠી કરાયેલી રોકડ મળી આવી હતી. આ સાથે રાજ્યમાં PFIના ‘સ્ટેટ પ્રેસિડેન્ટ’ પાસેથી તાલીમ માટે ઉપયોગમાં લેવાતા ઘણા દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. PFI દ્વારા મુસ્લિમ કટ્ટરપંથીઓને IED વિસ્ફોટકો તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી રહી હોવાનું પણ બહાર આવ્યું હતું. તમિલનાડુમાં PFI સ્થાનો પર દરોડા દરમિયાન મરીન રેડિયો સેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનાથી જાણવા મળ્યું હતું કે તેઓ દરિયામાં પણ સક્રિય હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં