Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટIAS અધિકારી હોય કે મોટી મોટી બિઝનેસ ચેઇન, કોનમેન કિરણ પટેલથી કોઈ...

    IAS અધિકારી હોય કે મોટી મોટી બિઝનેસ ચેઇન, કોનમેન કિરણ પટેલથી કોઈ નથી બચ્યું: આ ઠગના રોજ બહાર આવી રહ્યા છે નવા નવા કાંડ

    કિરણ પટેલની પહેલ અંગે આયોજિત આ કાર્યક્રમમાં જી-20 ના લોકો અને સમગ્ર થીમને રાખવામાં આવ્યા હતા. જેના કારણે તમામ મોટી હસ્તિઓ આ કાર્યક્રમમાં પહોંચી હતી. ગુજરાતી લેખત જય વસાવડા પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. તેમણે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેની તસ્વીરો કિરણ પટેલની ટાઇમ લાઇન પર છે.

    - Advertisement -

    ગુજરાત નહિ પરંતુ હાલ દેશભરમાં જો કોઈ વ્યક્તિની સૌથી વધુ ચર્ચા હોય તો એ છે કોનમેન કિરણ પટેલ. રોજ તેને લઈને એકાદ નવો ખુલાસો થતો હોય છે. મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે ઓળખાણ ધરાવનાર કોનમેન કિરણ પટેલ વિષે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

    ઘણા સામાન્ય લોકો સાથે કિરણ પટેલે ઠગાઈ કરી છે એ તો હવે જગવિદિત જ છે, પરંતુ નવા અહેવાલો મુજબ તેણે IAS અધિકારીઓથી લઈને મોટા મોટા બિઝનેસમેન્સને પણ પોતાની ઓળખાણોની જાળમાં ફસાવીને લૂંટ્યા છે.

    કિરણ પટેલે પોતાની ઓળખાણોનો દુરુપયોગ કરીને પોતાને એટલો મોટો દર્શાવ્યો હતો કે તેન અજાળમાં અનેક નામી હસ્તીઓ પણ ફસાઈ ગઈ હતી.

    - Advertisement -

    અમદાવાદની હયાત રેજન્સીમાં G20 માટે એક સમિટ કરી હતી

    કિરણ પટેલની પહેલ અંગે રાષ્ટ્ર પ્રથમ સંસ્થા અને એક્સ ઇવેન્ટે 29 જાન્યુઆરીએ અમદાવાદના હયાત રેજન્સી હોટલમાં એક સમિટનું આયોજન કર્યું હતું. G20 સમિટના આ કાર્યક્રમમાં સ્કોપ એન્ડ પ્રાયોરિટીઝ ઓફ વેરિયસ ઇન્ડસ્ટ્રી વિષય પર આયોજીત આ સમિટમાં ગુજરાત સરકારના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમાં આઇએએસ મનોજ કુમાર દાસ અને અવંતિકા સિંહના નામનો પણ સમાવેશ થાય છે.

    કિરણ પટેલ દ્વારા આયોજિત સમિટનું પોસ્ટર

    નોંધનીય છે કે પોતાની આ સમિટમાં તેણે પોતાના નજીકના મિત્ર જય વસાવડાને ખાસ પેનલિસ્ટ તરીકે આમંત્રિત કાર્ય હતા, જેમનો ફોટો પણ પોસ્ટરમાં જોઈ શકાય છે.

    કિરણ પટેલની પહેલ અંગે આયોજિત આ કાર્યક્રમમાં જી-20 ના લોકો અને સમગ્ર થીમને રાખવામાં આવ્યા હતા. જેના કારણે તમામ મોટી હસ્તિઓ આ કાર્યક્રમમાં પહોંચી હતી. ગુજરાતી લેખત જય વસાવડા પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. તેમણે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેની તસ્વીરો કિરણ પટેલની ટાઇમ લાઇન પર છે.

    આ કાર્યક્રમમાં સેવાનિવૃત આઇએએસ અધિકારી ડૉ. એસ.કે નંદા, આઇઆઇટી દિલ્હી એલ્યુમની એસોસિએશનના પ્રેસિડેન્ટ કલ્પેન શુક્તા, જાયડસ ગ્રુપના ચીફ કોર્પોરેટર અફેર્સ અધિકારી સુનિલ પારેખ અને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રેસીડેન્ટ દિનેશ નાવડીયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માટે કિરણ પટેલે તમામ નાગરિકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

    લોકોને કહ્યું કે TeaPostમાં છે ભાગીદારી, માલિકે દાવો નકાર્યો

    TeaPost પોસ્ટ નામની એક ચા અને ફાસ્ટફૂડની ખુબ પ્રખ્યાત ફૂડચેઇન છે. સિન્ધુભાવન રોડ ખાતેના એક આઉટલેટ ખાતે કિરણ પટેલની રેગ્યુલર બેઠક હતી. જ્યાં તે મોટા મોટા અધિકારીઓ સાથે બેઠકો પણ કરતો હતો.

    ઘણા પીડિતોએ દાવો કર્યો હતો કે આ જ્યારે બેસીને તેણે ઘણા લોકોનું ફુલેકુ ફુલાવ્યું હતું. ઉપરાંત એવી વાત પણ સામે આવી હતી કે આ કોનમેન કિરણ પટેલ લોકોને એમ પણ કહેતો હતો કે TeaPostમાં તેની ભાગેદારી પણ છે.

    પરંતુ ઝી24 કલાકના અહેવાલો મુજબ TeaPostના ફાઉન્ડર દર્શનભાઈએ કિરણ પટેલના આ દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે અનેક લોકો સાથે કિરણ પટેલ ટી પોસ્ટ પર આવતો હતો જેમાં અધિકારીઓ તેને મળવા આવતા અને બેસતા હતા. કિરણ પટેલે દર્શન ભાઈને પણ તેને pmo માં કામ કરૂં છું તેવી ઓળખ આપી હતી. 

    ભાગીદારીની વાતને ટી પોસ્ટના ફાઉન્ડરે નકારી દીધી હતી. તેમણે કહ્યું કે, “મારી સાથે મારી બેઠો હોય માટે મારા સ્ટાફને લાગતું કે મારો મિત્ર છે માટે તેને સારી સવલત અહીં આપતા હતા. મારા તેની સાથે કોઈ અંગત સબંધ ન હતા. હું કિરણ પટેલના પરિવારને પણ મળેલો છું.”

    તેમણે વધુ ખુલાસાઓ કરતા કહ્યું કે, “કિરણ પટેલે મારી પાસે પણ નાણાંકીય મદદ માટે વાત કરી પણ મેં કઈ વ્યવહાર કર્યા નહિ તેની સાથે. એક મકાનના કેસમાં મને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. કિરણ પટેલને ટી પોસ્ટના ખોટા નામથી ઓળખ આપવાને લઈ મેં રોક્યો, ત્યારથી તે અહીં આવ્યો નથી. 1 વર્ષ જેટલો અંદાજે સમય થઇ ગયો છે અહીં આવ્યા ને. અહીં એક ગ્રાહક તરીકે જ આવતા હતો, કિરણ પટેલ અને કોઈ ઇવેન્ટ પણ તેને અહીં કરી નથી.”

    તેઓએ કહ્યું કે, “મારી છેલ્લા કિરણ પટેલ સાથે વાતચીત કાશ્મીર જતા પહેલા થઈ હતી, જેમાં કિરણ પટેલે મને કાશ્મીર સાથે આવવા માટે આમંત્રણ આપ્યું હતું પણ મેં ના કહી દીધું હતું.”

    આમ જુદા જુદા ખુલાસાઓ મુજબ એક વાત તો ઉડીને આંખે વળગે છે કે આ કોનમેન કિરણ પટેલ લોકોને પોતાના વિષે મોટી મોટી વાતો કરીને ભરમાવીને તેમને ઠગતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં