Thursday, November 14, 2024
More
    હોમપેજક્રાઈમમોટા નેતાઓ સાથે ફોટા, પોલીસ સાથે સાંઠગાંઠ અને કરોડોની છેતરપિંડી: J&Kમાં પકડાયેલ...

    મોટા નેતાઓ સાથે ફોટા, પોલીસ સાથે સાંઠગાંઠ અને કરોડોની છેતરપિંડી: J&Kમાં પકડાયેલ ઠગ કિરણ પટેલે આ પહેલા ભગવાન અને ખેડૂતોના નામે પણ કરી છે ઠગાઈ

    ઠગ કિરણ પટેલ જુદા જુદા મોટા નેતાઓ સાથેના પોતાના ફોટા બતાવીને લોકોને મૂર્ખ બનાવીને તેમની સાથે ઠગાઈ કરતો હતો. કોઈને કહેતો કે તે તત્કાલીન ગૃહ પ્રધાન જીતુ વાઘાણી માટે કામ કરે છે તો કોઈને કહેતો કે તે સંઘના અધિકારી સંજય જોશીનો PA છે.

    - Advertisement -

    આજે (17 માર્ચ 2023) 15 દિવસની પોલીસ કસ્ટડી બાદ કિરણ પટેલ નામના એક આરોપીને જમ્મુ કાશ્મીરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે તેણે સ્થાનિક તંત્રને પોતે PMO ખાતે એડિશનલ સેક્રેટરી હોવાની ખોટી ઓળખ આપીને સુરક્ષાકવચ અને VIP ટ્રીટમેન્ટ મેળવી હતી. આ ઠગ કિરણ પટેલ 3 માર્ચના દિવસે જમ્મુ કાશ્મીરમાં પકડાયો હતો.

    આજે જયારે આખો દિવસ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય હતો ત્યારે અન્ય ઘણા ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા હતા. સમાચાર અહેવાલોનું માનીએ તો આ કિરણ પટેલ ભૂતકાળમાં છેતરપિંડીના જ એક કેસમાં જેલની હવા ખાઈ ચુક્યો છે.

    113 રૂ. બેલેન્સ વાળા ખાતાના ચેક આપીને વડોદરામાં કરી કરોડોની ઠગાઈ

    હર્ષલ પુરોહિત નામના એક ટ્વીટર યુઝરે થોડા સમાચાર અહેવાલો સાથે ટ્વીટ કરતા લખ્યું હતું કે, “તે ખૂબ જ આત્મવિશ્વાસુ માણસ છે. તેણે 78 લાખના ચેક આપ્યા જ્યારે તેની પાસે તેના ખાતામાં માત્ર 113 રૂપિયા હતા. તે જે પણ કરતો હતો તેમાં સારો હોવો જોઈએ. તે હંમેશા ભાગી જતો પરંતુ આ વખતે નહીં.”

    - Advertisement -

    ટાંકેલા સમાચાર અહેવાલો મુજબ ઓગસ્ટ 2019માં આ જ કિરણ પટેલ અને તેના સાથી દીપેશ શેઠની વડોદરાની રાવપુરા પોલીસે કરી હતી ધરપકડ. તેમના પર આરોપ હતો કે નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે કલાનગરી ગરબા મહોત્સવ 2018માં પેટા કોન્ટ્રાકટર સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

    આરોપ એ પણ હતો કે કિરણ પટેલ પોતે મોટા ગજાના નેતાઓને ઓળખતો હોવાનો રોફ બતાવીને પોતાના કામ કઢાવતો હતો અને પોલીસ સ્ટેશનમાં પણ તેને VIP ટ્રીટમેન્ટ મળતી હતી.

    પરંતુ આ ઠગ કિરણ પટેલની ઠગાઈઓનું લિસ્ટ અહીંયા નથી પૂરું થતું. ટ્વીટર યુઝર @keetliwado એ તેના તમામ છેતરપિંડીના કિસ્સાઓની એક આખી થ્રેડ બનાવીને મૂકી છે.

    છેતરપિંડી માટે ભગવાનના નામનો પણ કર્યો ઉપયોગ

    એક આરોપ એવો પણ લાગ્યો હતો કે ઠગ કિરણ પટેલ લોકોને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગાડી મુકવાની છે એમ કહીને લાખોની ચહેરતપિંડી કરી ચુક્યો હતો.

    તેને 2019માં નરોડામાં નિવૃત્ત DYSP એન કે પરમાર પાસે ઠગ કિરણ પટેલ પોતાના ભાઈ મનીષ પટેલ આવ્યા હતા અને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ગાડી આપવાની સ્કીમ આપીને લાખોની છેતરપિંડી કરી હતી.

    ખેડૂતોને પણ ના બક્ષ્યા

    આ બંને ભાઈઓ આ પહેલા ખેડૂતોને પણ છેતરી ચુક્યો છે. ખેડૂતો પાસેથી સારી સ્કીમમાં પૈસા રોકીને સારું વળતર આપવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા.

    જયારે ખેડૂતોએ પૈસા પાછા માન્ય તો આ ઠગ કિરણ પટેલ તેમને મોટા પોલીસ અધિકારીઓ દ્વારા FIR કરાવવાની ધમકીઓ આપતો હતો. આ દરમિયાન તેને ઘણા મોટા પોલીસ અધિકારીઓ સાથે ખેડૂતોને વાત પણ કરાવી હતી.

    ઠગ કિરણ પટેલ જુદા જુદા મોટા નેતાઓ સાથેના પોતાના ફોટા બતાવીને લોકોને મૂર્ખ બનાવીને તેમની સાથે ઠગાઈ કરતો હતો. કોઈને કહેતો કે તે તત્કાલીન ગૃહ પ્રધાન જીતુ વાઘાણી માટે કામ કરે છે તો કોઈને કહેતો કે તે સંઘના અધિકારી સંજય જોશીનો PA છે.

    આમ હાલ સોશિયલ મીડિયામાં ઠગ કિરણ પટેલ દ્વારા ભટકાળમાં થયેલ અનેક ઠગાઈના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે તેની વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી થશે કે પછી હંમેશાની જેમ તે પાછો બીજા કોઈને ઠગવા નીકળી પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં