Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત પોલીસે ઠગ કિરણ પટેલની કસ્ટડી મેળવી, અમદાવાદ આવવા માટે રવાના: કરોડોનો...

    ગુજરાત પોલીસે ઠગ કિરણ પટેલની કસ્ટડી મેળવી, અમદાવાદ આવવા માટે રવાના: કરોડોનો બંગલો પચાવી પાડવા મામલે કાર્યવાહી

    કિરણ પટેલને લઈને ગુજરાત પોલીસની ટીમ કાશ્મીરથી રવાના થઇ ગઈ છે. તેને સડકમાર્ગે લાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે સાંજ સુધીમાં તેને લઈને પોલીસ અમદાવાદ પહોંચશે તેવું અનુમાન છે.

    - Advertisement -

    પોતાને PMOનો ટોચનો અધિકારી જણાવીને ઝેડ પ્લસ સિક્યોરીટી અને ફાઈવ સ્ટાર હોટેલ સહિતની સુવિધાઓ ભોગવનારો મહાઠગ કિરણ પટેલ ગુજરાત પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ બાદ ગુજરાત પોલીસે કિરણ પટેલની કસ્ટડી માંગી હતી જેને શ્રીનગરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (સીજેએમ)ની અદાલતે મંજૂર કરી હતી.

    ગુરુવારે મોડી સાંજે કિરણ પટેલ ગુજરાત પોલીસને સોંપાયા બાદ આજે શુક્રવારે તેને ગુજરાત લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પોતાને કેન્દ્ર સરકારના ‘એડિશનલ સેક્રેટરી’ જણાવીને સિક્યોરીટી અને અન્ય સુવિધાઓનો લાભ લેનારા કિરણ પટેલની ગયા મહિને જમ્મુ-કાશ્મીરની એક ફાઈવ સ્ટાર હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદમાં પણ એક કેસ દાખલ કરવામાં આવતાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કાશ્મીર પહોંચી હતી.

    કિરણ પટેલને લઈને ગુજરાત પોલીસની ટીમ કાશ્મીરથી રવાના થઇ ગઈ છે. તેને સડકમાર્ગે લાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે સાંજ સુધીમાં તેને લઈને પોલીસ અમદાવાદ પહોંચશે તેવું અનુમાન છે.

    - Advertisement -

    જમ્મુ કાશ્મીરમાં ઝડપાયો કિરણ પટેલ

    3 માર્ચના રોજ કિરણ પટેલે કાશ્મીર ખીણની ત્રીજી વખત મુલાકાત લીધી ત્યારે તે એલર્ટ સિક્યોરીટીના હાથે ઝડપાઈ ગયો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે દક્ષિણ કાશ્મીરમાં સફરજનના બગીચા માટે ખરીદદારોની ઓળખ કરવા માટે તેને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

    ગુજરાતમાં કિરણ પટેલ સામે ત્રણ કેસ નોંધાયેલા છે

    અહેવાલો મુજબ, ગુજરાતમાં કિરણ પટેલ સામે પહેલાંથી જ ત્રણ કેસ નોંધાયેલા છે. જે કેસમાં તેનું ટ્રાન્સફર વોરન્ટ મેળવવામાં આવ્યું છે તે કેસ તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કર્યો હતો. કિરણ પટેલે રીનોવેશનના નામે એક વ્યક્તિનો બંગલો પચાવી પાડ્યો હતો. ત્યારબાદ તેની અને તેની પત્ની માલિની વિરુદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત,જમ્મુ-કાશ્મીર પોલીસે પણ કિરણ પટેલ સામે એક FIR દાખલ કરી છે. જેમાં તેની સામે ગુનાહિત ઈરાદા, પોલીસ સ્ટેશન અને કાશ્મીરના અન્ય ભાગોના અધિકારક્ષેત્રમાં પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને ઉચ્ચ સ્તરના નકલી સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર સરકારે 29 માર્ચે કિરણ પટેલની કાશ્મીરની મુલાકાતો દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત પાસાઓની તપાસનો આદેશ આપ્યો હતો. સરકારના આદેશ મુજબ આ મામલાની તપાસ માટે કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુડીને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એક સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

    કિરણ પટેલની પત્નીની પણ ધરપકડ થઈ ચૂકી છે

    કૉનમેન કિરણ પટેલની પત્ની માલિની પટેલની પણ છેતરપિંડીના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. માલિનીએ દરેક ફ્રોડમાં પતિને સાથ આપ્યો હતો. તે કિરણ પટેલ સાથે જમ્મુ-કાશ્મીર પણ ગઈ હતી. આ મહાઠગ દંપતી સામે અમદાવાદમાં કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ હતી. કિરણ પટેલનાં કાંડ સામે આવ્યા બાદ પત્ની ઘરને તાળા મારીને નાસી ગઈ હતી. જોકે, માલિનીને જંબુસરથી ઝડપી લેવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં