Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકિરણ પટેલની પત્નીની કયા કેસમાં ધરપકડ થઈ છે? કોણ છે મહાઠગની પત્ની...

    કિરણ પટેલની પત્નીની કયા કેસમાં ધરપકડ થઈ છે? કોણ છે મહાઠગની પત્ની માલિની પટેલ, ચાલો જાણીએ

    માલિની પટેલે બધી છેતરપિંડીમાં પતિ કિરણને સાથ આપ્યો હતો. માલિની કિરણ પટેલ સાથે જમ્મુ કાશ્મીર પણ ગઈ હતી. કિરણ પટેલનો અસલી ચહેરો સામે આવ્યા બાદ પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ નાસતાં ફરતા હતા.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં PMOના મોટા અધિકારી હોવાનો દાવો કરીને ઝેડ પ્લસ સિક્યોરીટી સહિતની સુવિધાઓ ભોગવનારા કૉનમેન કિરણ પટેલ (Kiran Patel)એ આખા દેશમાં ચકચાર મચાવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલે પણ પતિ સાથે મળીને કૌભાંડ આચર્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે તાજેતરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરી છે.

    મહાઠગ દંપતી સામે કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડવાની ફરિયાદ નોંધાઈ હતી. કિરણ પટેલની જેમ માલિનીને પણ જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી મળી હતી અને ફાઈવસ્ટાર હોટેલમાં પણ રોકાઈ હતી. કિરણ પટેલના કર્મોનો પર્દાફાશ થતાં પત્ની ઘરને તાળાં મારીને ગાયબ થઈ ગઈ હતી. તેની ધરપકડ થયા બાદ આગોતરા જામીન મેળવે એ પહેલાં જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધી હતી. ચાલો જાણીએ કોણ છે મહાઠગની પત્ની માલિની.

    દંપતીએ કરોડોનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો

    - Advertisement -

    જગદીશ ચાવડા જેઓ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના ભાઈ છે તેમણે જણાવ્યું હતું કે, કિરણ પટેલે પોતાની પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને સિંધુ ભવન વિસ્તારમાં આવેલા નીલકમલ ગ્રીન બંગ્લોઝમાં એક બંગલો રિનોવેટ કરવાનું કામ લીધું હતું. તેણે આ માટે 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે, કામ તો પૂરું થઈ ગયું હતું પણ ઠગે બંગલામાં વાસ્તુ કરીને બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો. ઠગ દંપતીએ આ માટે મોટું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

    જંબુસરથી માલિની પટેલની ધરપકડ કરવામાં આવી

    ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે, જગદીશભાઈ ચાવડાએ દંપતી વિરુદ્ધ બંગલા પર કબજો કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. માલિની પટેલે બધી છેતરપિંડીમાં પતિ કિરણને સાથ આપ્યો હતો. માલિની કિરણ પટેલ સાથે જમ્મુ કાશ્મીર પણ ગઈ હતી. કિરણ પટેલનો અસલી ચહેરો સામે આવ્યા બાદ પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ નાસતાં ફરતા હતા. જોકે, માલિનીને જંબુસરથી ઝડપી લેવામાં આવી હતી. માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હોવાનું પણ માલૂમ પડ્યું છે. આ અંગે ડીસીપીએ જણાવ્યું કે કોર્ટ તરફથી તેમને કોઈ નોટિસ નથી મળી અને એ પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી છે.

    કોણ છે મહાઠગની પત્ની માલિની પટેલ?

    માલિની પટેલે પૂછપરછમાં જણાવ્યું કે તે એક BAMS ડોક્ટર છે અને અગાઉ ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. તેણે પોતાનું ક્લિનિક પણ ખોલ્યું હતું, પણ દીકરીઓની જવાબદારીને કારણે ક્લિનિક બંધ કર્યું અને પતિને ઠગાઈમાં સાથ આપવા લાગી. અગાઉ કિરણ પટેલ અને અને તેના ભાઈએ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી શરુ કરી હતી અને એર ટિકિટ બુકિંગનું કામ કરતા હતા. એ વખતે દેવું થઈ જતાં બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

    આ ઉપરાંત, નરોડામાં ફોર વ્હીલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબર વેંચી દેવાના કૌભાંડમાં દંપતીની ધરપકડ થઈ ચૂકી છે. ઓક્ટોબર 2022માં દિવાળીમાં માલિની પોતાના પતિ કિરણ પટેલ અને બે દીકરીઓ સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગઈ હતી. એ વખતે દંપતીને હાઈ સિક્યોરીટી અને ફાઈવસ્ટાર હોટેલમાં રોકાણ મળ્યું હતું. માલિની પટેલના જણાવ્યા મુજબ, કિરણ પટેલે હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મેન્યુફેક્ચર પ્રોજેક્ટના કામથી આવ્યા હોવાનું કહ્યું હતું. જોકે, માલિની પટેલ ઝેડ પ્લસ સિક્યોરીટી અંગે અજાણ હોવાનો દાવો કરી રહી છે.

    બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવવા માટે 7 દિવસની નોટિસ પાઠવી છે. 31 માર્ચના રોજ ટ્રાન્સફર વોરંટથી શ્રીનગરથી કિરણ પટેલની ધરપકડ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં