Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોનમેન કિરણ પટેલની પત્ની માલિનીની થઇ ધરપકડ; આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ નિષ્ફળ...

    કોનમેન કિરણ પટેલની પત્ની માલિનીની થઇ ધરપકડ; આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો

    કોનમેન કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી છે. કિરણ પટેલને પણ જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લઇ અવાય તેવી શક્યતાઓ છે.

    - Advertisement -

    જમ્મુ અને કાશ્મીરમાં પોતે PMOમાં મોટા અધિકારી હોવાનો ખોટો દાવો કરીને ઝડપાઈ ગયેલા કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતાં સમાચાર અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હમણાં થોડા સમય અગાઉ માલિની પટેલને તેના ઘરેથી પકડી લીધી છે.

    માલિની પટેલે પોતાનાં પતિ કિરણ પટેલ સાથે મળીને અમદાવાદમાં એક બંગલો પચાવી પાડ્યો હોવાનો આરોપ તેના પર લાગ્યો છે. જો કે ક્રાઈમ બ્રાન્ચે કયા આરોપ હેઠળ માલિની પટેલની ધરપકડ કરી છે તેનાં કારણો હજી સુધી સામે આવ્યા નથી.

    એક અન્ય અહેવાલ અનુસાર માલિની પટેલે કિરણ પટેલની ધરપકડ થતાંની સાથે જ અમદાવાદની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. માલિની પટેલની દલીલ હતી કે તે પોતાનાં સંતાનોને ઉછેરવા માટે એકલી જ જવાબદાર છે. તેની નોકરીમાંથી થતી આવક જ તેનું ઘર ચલાવે છે આથી કુટુંબનો એકમાત્ર આધાર હોવાથી તેને તેની સંભવિત ધરપકડ સામે કાયદાનું રક્ષણ મળે. પરંતુ માલિની પટેલની અરજી પર સુનાવણી થાય એ અગાઉ જ આજે તેની ધરપકડ થઇ ગઈ છે.

    - Advertisement -

    કિરણ અને માલિની પટેલ પર આરોપ છે કે સિંધુ ભવન વિસ્તારમાં આવેલા નીલકમલ ગ્રીન બંગલોઝમાં એક બંગલો જે જગદીશભાઈની માલિકીનો છે તેને રીનોવેટ કરવાનું કામ હાથમાં લીધું હતું. આ રીનોવેશન બાદ આ દંપત્તિએ તેમાં રહેવાનું શરુ કરી દીધું હતું એટલું જ નહીં તેનું ધામધુમથી વાસ્તુ પણ કર્યું હતું. આ વાસ્તુ અને ઘર પર પોતાની નેમ પ્લેટ દેખાડીને કિરણ અને માલિની પટેલે એ ઘર પોતાનું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ જગદીશભાઈ પરત થતાં જ તેમની પોલ ખુલી ગઈ હતી.

    જો કે કિરણ પટેલના જમ્મુ અને કાશ્મીરમાં પકડાઈ ગયા બાદ પણ માલિની પટેલ મીડિયામાં સતત એવો દાવો કરી રહી હતી કે કિરણ પટેલે કશું જ ખોટું કર્યું નથી. કિરણ પટેલ તો જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે કાર્ય કરવા ગયા હતાં. આ ઉપરાંત માલિનીએ એવો દાવો પણ કર્યો હતો કે તેની અને તેના પતિ વિરુદ્ધના અગાઉના તમામ કેસ હવે પૂર્ણ થઇ ગયા છે અને હવે કશું જ નેગેટીવ રહ્યું નથી.

    આ તરફ ગુજરાત પોલીસે પણ જમ્મુ કાશ્મીરથી કિરણ પટેલને અમદાવાદ લાવવા માટે ટ્રાન્સફર રિમાન્ડની પ્રક્રિયા શરુ કરી દીધી છે. એવામાં માલિની પટેલની ધરપકડ થતાં આ મામલે કોઈ નવો ટ્વિસ્ટ આવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં