Sunday, April 28, 2024
More
    હોમપેજદેશયાદ છે પેલા કોંગ્રેસ ઉમેદવાર, જેણે અતીક અહેમદની કબર પર તિરંગો ચઢાવ્યો...

    યાદ છે પેલા કોંગ્રેસ ઉમેદવાર, જેણે અતીક અહેમદની કબર પર તિરંગો ચઢાવ્યો હતો?: ચાલો જાણીએ પ્રયાગરાજની જનતાનો આ બાબતે ચુકાદો

    ટણીમાં રાજકુમારની હાલત ખૂબ જ ખરાબ હતી. રાજકુમાર તેમના વોર્ડમાં સૌથી પાછળ રહ્યા હતા. તેમને માત્ર 71 મત મળ્યા હતા. રાજકુમાર જે વોર્ડમાંથી ચૂંટણી લડતા હતા તે વોર્ડમાં ભાજપના ઉમેદવાર રિતેશ મિશ્રાની જીત થઈ છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. રાજ્યની શહેરી સંસ્થાઓમાં ભાજપને જંગી જીત મળી છે. પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની કબર પર ત્રિરંગો ફરકાવનાર કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જુ ભૈયાને મતદારોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પોતાના વોર્ડમાં છેલ્લા સ્થાને હતા. કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જુ ભૈયાને તેમના વોર્ડમાં માત્ર 71 મત મળ્યા છે. બીજેપીના રિતેશ મિશ્રા અહીંથી જીત્યા છે.

    મીડિયા અહેવાલો જણાવે છે કે જનતાએ કોંગ્રેસના ઉમેદવાર રાજકુમારને નકારી કાઢ્યા છે, જેમણે માફિયા અતીક અહેમદ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેની કબર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. રાજકુમાર પ્રયાગરાજ નગરના વોર્ડ નંબર 43 આઝાદ સ્ક્વેરથી ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણીમાં રાજકુમારની હાલત ખૂબ જ ખરાબ હતી. રાજકુમાર તેમના વોર્ડમાં સૌથી પાછળ રહ્યા હતા. તેમને માત્ર 71 મત મળ્યા હતા. રાજકુમાર જે વોર્ડમાંથી ચૂંટણી લડતા હતા તે વોર્ડમાં ભાજપના ઉમેદવાર રિતેશ મિશ્રાની જીત થઈ છે.

    નોંધનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર રાજકુમારે પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની કબર પર ન માત્ર તિરંગો ફરકાવ્યો હતો પરંતુ માફિયા અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગણી પણ કરી હતી. આ સિવાય રાજકુમારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર અતીકની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે રાજકુમારને ચૂંટણીમાં મતદારોએ ફગાવી દીધા છે.

    - Advertisement -

    રાજકુમાર સિંહે અતીક અહેમદને ‘શહીદ’ ગણાવ્યો હતો. તેનું નિવેદન વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધીને તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

    પ્રયાગરાજમાં ભાજપનો ભગવો, મેયર ઉમેદવાર 1 લાખથી વધુની લીડથી જીત્યા

    નોંધપાત્ર વાત એ છે કે પ્રયાગરાજ મહાનગરપાલિકામાં ભાજપ ફરી એકવાર ફૂલ્યોફાલ્યો છે. પ્રયાગરાજના નવા મેયર તરીકે ભાજપના ઉમેદવાર ઉમેશ ચંદ્ર ગણેશ કેસરવાણી ચૂંટાયા છે. તેઓ એક લાખથી વધુ મતોથી જીત્યા છે.

    આ સાથે જ મહાનગરપાલિકાના તમામ 100 વોર્ડના કાઉન્સિલર ઉમેદવારોના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે. 56 વોર્ડમાં કાઉન્સિલર પદ માટે ભાજપના ઉમેદવારો ચૂંટણી જીત્યા છે, જ્યારે 16 વોર્ડમાં સપાનો વિજય થયો છે. 19 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ જીત નોંધાવી છે.

    આ સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ 4 વોર્ડમાં જીત નોંધાવી છે, જ્યારે ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવારો 2 વોર્ડમાં અને નિષાદ પાર્ટીના ઉમેદવાર એક વોર્ડમાં જીત્યા છે. સાથે જ BSPએ પણ 2 વોર્ડમાં જીત નોંધાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં