મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે 12 ઓક્ટોબર, 2024ના રોજ NCP નેતા બાબા સિદ્દીકી હત્યાની (Baba Siddiqui murder) તપાસ પૂર્ણ કરી છે. પોલીસે આ કેસમાં 4,590 પાનાની ચાર્જશીટ મકોકા કોર્ટમાં દાખલ કરી છે. ચાર્જશીટમાં (charge sheet) કુલ 26 આરોપીઓના નામ છે. આ ચાર્જશીટમાં કુલ 210 સાક્ષીઓના નિવેદનો સાથે ઘણા મહત્વપૂર્ણ પુરાવા સામેલ કરવામાં આવ્યા છે. જેમાં હત્યા માટે લૉરેન્સ બિશ્નોઈ ગેંગને (Lawrence Bishnoi gang) દોષી ઠેરવાઈ છે.
અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસે તેની ચાર્જશીટમાં બાબા સિદ્દીકીની હત્યામાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) સાથે સંબંધિત કોઈ વિવાદ હોવાના આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા લૉરેન્સ બિશરોઈ ગેંગ દ્વારા કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ, શુભમ લોંકર અને મોહમ્મદ યાસીન અખ્તરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Actor #SalmanKhan was the original target of the #Bishnoi gang, who later killed politician #BabaSiddique after failing to assassinate Khan.
— The Times Of India (@timesofindia) January 7, 2025
Siddique's death appeared linked to his connections with Khan and ties with #DawoodIbrahim.
Details 🔗 https://t.co/m4FCoeYA3x pic.twitter.com/1Z60R7ZWxJ
પોલીસે પુરાવા તરીકે બાબા સિદ્દીકીની હત્યા બાદ શુભમ લોંકરે ફેસબુક પર પોસ્ટ કરેલી પોસ્ટને પણ જોડી દીધી છે. પોલીસ ચાર્જશીટમાં બાબા સિદ્દીકીની હત્યા માટે ત્રણ કારણો આપવામાં આવ્યા છે. પહેલું કારણ સલમાન ખાન સાથેની નિકટતા, બીજું લૉરેન્સ ગેંગનો આતંક ઉભો કરવાનું અને ત્રીજું પોલીસ કસ્ટડીમાં અનુજ થપનના મૃત્યુનો બદલો લેવાનું.
બિશ્નોઈ ગેંગે કરી અમેરિકામાં ડ્રગ માફિયાની હત્યા
ગત મહિને અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે ડ્રગ્સ ડીલર સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામ ખેડા અબોહરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગે લીધી હતી. આ મામલે ગેંગમાં સંડોવાયેલ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. હત્યાનું એવું કારણ આપ્યું હતું કે સુનીલ યાદવ પંજાબ પોલીસને ગેંગની માહિતી આપતો હતો.