Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAP દેશના ગદ્દારોને આશરો આપે છે!? સત્યેન્દ્ર જૈન મની લોન્ડરીંગ કેસ મુદ્દે...

    AAP દેશના ગદ્દારોને આશરો આપે છે!? સત્યેન્દ્ર જૈન મની લોન્ડરીંગ કેસ મુદ્દે સ્મૃતિ ઈરાનીના કેજરીવાલને 10 તીખા સવાલ

    પંજાબના મંત્રી ને AAP બારખાસ્ત કરી શકે તો દિલ્હીમાં કેમ નહીં?

    - Advertisement -

    AAP દેશના ગદ્દારોને આશરો આપે છે !? કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના કેસને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર કડક વલણ દાખવ્યું હતું જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જૈનની ધરપકડનો બચાવ કરવા બદલ સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઈરાદા પર અને AAP દેશના ગદ્દારોને આશરો આપે છે તેવા સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથે ચર્ચા દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ઘણી ચોંકાવનારી વાતો કહી હતી. શું ખરેખર AAP દેશના ગદ્દારોને આશરો આપે છે!?

    આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રેસ કોન્ફરન્સ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આકરા સવાલો પૂછ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજીએ ગઈકાલે એક ભ્રષ્ટ વ્યક્તિને ક્લીનચીટ આપી હતી.તેમના સંબોધનમાં તેમણે જાહેર કર્યું કે સત્યેન્દ્ર જૈન સામેના આરોપોને ખોટા ઠેરવ્યા હતા. પોતાને ન્યાયાધીશનું બિરુદ આપીને અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને જનતાની અદાલતમાં નિર્દોષ જાહેર કર્યા. માટે આજે હું કેટલાક પ્રશ્નો પૂછવા મજબૂર છું.”

    સ્મૃતિ ઈરાનીએ આગળ સવાલ કર્યો કે, “અરવિંદ કેજરીવાલ જીને મારો પહેલો પ્રશ્ન એ છે કે શું તેઓ એ વાતનો ઈન્કાર કરી શકે છે કે સત્યેન્દ્ર જૈને તેમના પરિવારના કેટલાક સભ્યો દ્વારા 4 શેલ (નકલી) કંપનીઓ અને હવાલા ઓપરેટરો સાથે મળીને કુલ 56 શેલ કંપનીઓ દ્વારા 2010-16 સુધી 16.39 કરોડ રૂપિયા નું મની લોન્ડરિંગ કર્યું?”

    - Advertisement -

    તેમના બીજા પ્રશ્નમાં, તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે શું તે સાચું છે કે સત્યેન્દ્ર જૈન પોતે ઈન્કમ ડિસ્ક્લોઝર 2016 હેઠળ જાહેર કર્યું હતું કે તેઓ 16.39 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગમાં સામેલ હતા? અંકુશ જૈન અને વૈભવ જૈન આ માટે માધ્યમ બન્યા હતા.”

    સ્મૃતિ ઈરાનીએ તેના પછીના પ્રશ્નમાં પૂછ્યું કે શું તે સાચું છે કે ઈન્કમ ટેક્સના ચીફ કમિશનરે એ હકીકતને નકારી કાઢી છે કે અંકુશ જૈન કે વૈભવ જૈન નહિ પરંતુ સત્યેન્દ્ર જૈન પોતે આ 16.39 કરોડના કાળા નાણાંના માલિક હતા. તેમણે ચોથા પ્રશ્નમાં પૂછ્યું કે તે સાચું છે કે ડિવિઝન બેંચ, દિલ્હી હાઈકોર્ટે ઓગસ્ટ 2019ના એક આદેશમાં પુષ્ટિ કરી હતી કે સત્યેન્દ્ર જૈને 16.39 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કર્યું છે?

    કેન્દ્રીય મંત્રીએ પાંચમો પ્રશ્ન પૂછ્યો કે શું સત્યેન્દ્ર જૈન શેલ કંપનીઓના માલિક છે તે સાચું છે? આ શેલ કંપનીઓના નામ છે- ઈન્ડો મેટાલિક ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ, અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, પ્રયાસ ઈન્ફો સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ. તે તેની પત્ની સાથેના શેરહોલ્ડિંગ દ્વારા આ કંપનીઓને નિયંત્રિત કરે છે. બીજી કંપની જેજે આઈડીયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ છે, જેમાં મોટાભાગના શેરહોલ્ડિંગ સત્યેન્દ્ર જૈન, તેમની પત્ની અને પરિવારના સભ્યો છે, જેને કેજરીવાલ પ્રેસ દ્વારા સમર્થન આપતા હતા, કે ભાભીજી, તમારે ડરવાની જરૂર નથી.

    આગળ છઠ્ઠો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે શું એ સાચું છે કે સત્યેન્દ્ર જૈને કરાલા, ઓચંડી, નિઝામપુર, ઉધમ, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના વિસ્તારોમાં અનધિકૃત કોલોનીઓમાં 200 વીઘા જમીન લીધી છે. આ કાળા નાણા થકી 200 વીઘા જમીનની માલિકી આ શેલ કંપનીઓ દ્વારા સત્યેન્દ્ર જૈનના ફાયદામાં આવી.

    કેન્દ્રીય મંત્રીએ સાતમો પ્રશ્ન પૂછ્યો, “શું એ સાચું છે કે 200 વીઘાની જમીન તે અનધિકૃત વસાહતોની આસપાસ છે, જેના સંદર્ભમાં તે અનધિકૃત કોલોનીઓ સતેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી દ્વારા નિયમિત કરવામાં આવી હતી.” તેમનો આઠમો પ્રશ્ન હતો કે શું આજે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ચાર્જશીટમાં સતેન્દ્ર જૈન મુખ્ય આરોપી છે તે સાચું છે?

    તેમણે નવમો પ્રશ્ન પૂછ્યો કે શું એ સાચું છે કે આવકવેરા વિભાગે સત્યેન્દ્ર જૈનની 16 કરોડ 39 લાખની મની લોન્ડરિંગની આવક પર ટેક્સ વસૂલવો જોઈએ? આ પ્રસ્તાવ ખુદ સત્યેન્દ્ર જૈનની કંપનીઓનો હતો.

    છેલ્લો પ્રશ્ન પૂછતી વખતે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “સત્યેન્દ્ર જૈન જેમણે પોતે સ્વીકાર્યું હતું કે 16 કરોડ 39 લાખની મની લોન્ડરિંગ તે કંપનીઓમાં હવાલા ઓપરેટરો દ્વારા કરવામાં આવી હતી જેમાં સત્યેન્દ્ર જૈન અને તેમનો પરિવાર સામેલ છે. શું તે વ્યક્તિ આજે પણ AAP દ્વારા સંચાલિત સરકારમાં મંત્રી તરીકે પદ પર રહેવી જોઈએ? તમે કહો છો કે ભ્રષ્ટાચાર કરનાર દેશનો ગદ્દાર છે, શું તમે દેશના ગદ્દારને આશ્રય આપો છો?

    નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈનની ધરપકડ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની સામે નોંધાયેલા કેસ સંપૂર્ણપણે ખોટા છે. તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેણે કહ્યું હતું કે, “મેં સત્યેન્દ્ર જૈનના કેસના તમામ કાગળો જોયા છે. કેસ સંપૂર્ણ બોગસ છે. અમે કટ્ટર પ્રામાણિક અને દેશભક્ત લોકો છીએ, અમે ભ્રષ્ટાચારને દેશનો ગદ્દાર માનીએ છીએ, અમે માથું કાપી શકીએ છીએ પણ ભ્રષ્ટાચાર નહીં કરીએ.

    આ સાથે તેમણે સત્યેન્દ્ર જૈનને કટ્ટર દેશભક્ત, પ્રમાણિક અને ખૂબ જ હિંમતવાન ગણાવ્યા હતા. આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનની નકલી અને પાયાવિહોણા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તેને જલ્દી જ નિર્દોષ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનને મંગળવારે (31 મે 2022)ના રોજ ED દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓને 9 જૂન સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે જૈન 2015-16માં કોલકાતા સ્થિત ફર્મ સાથે હવાલા વ્યવહારમાં સામેલ હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં