Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોટાદમાં સિરો ડોન પરનો કેસ પાછો ખેંચાવવા તેના સાગરીતો આશીફ અને અફઝલ...

    બોટાદમાં સિરો ડોન પરનો કેસ પાછો ખેંચાવવા તેના સાગરીતો આશીફ અને અફઝલ દ્વારા મહેન્દ્રભાઈના પરિવારને ધમકી: “કેસ પાછો ખેંચી લો નહીં તો જીવીને બતાવી દેજો”

    બોટાદના સિરો ડોને મુન્નાભાઈ માળીને આપેલી ધમકી બાદ તેની ધરપકડ થઇ અને તેની ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર પણ ફર્યું હતું, પરંતુ તેના સાથીદારોએ ફરીથી મુન્નાભાઈના ભાઈને પણ ધમકી આપી છે.

    - Advertisement -

    ગત અઠવાડિયે બોટાદ VHP પ્રમુખને હનુમાન મંદિરમાંથી લાઉડ સ્પીકર હટાવવા માટે ધમકાવવા બદલ પોલીસે કુખ્યાત સિરાજ ડોનની ધરપકડ કરી હતી અને બાદમાં તેના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાલે રાતે ફરિયાદી મુન્નાભાઈ માળીના ભાઈને એક અજાણ વ્યક્તિએ કોલ કરીને જો કેસ પાછો નહો ખેંચે તો જાનથી મારવાની ધમકી આપી હતી.

    ઑપઇન્ડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન મૂળ FIRના ફરિયાદી અને બોટાદના VHP પ્રમુખ મહેન્દ્રભાઇ માળીએ જણાવ્યુ કે, “ગુરુવારે રાતે (12 મે) 11 વાગ્યા આસપાસ મારા ભાઈ હીરાભાઈ માળી પર એક અજ્ઞાત નંબર પરથી કોલ આવ્યો હતો. સામે છેડે વાત કરનારે પહેલા તો અશ્લીલ ગાળો બોલી અને પછી ભાઈને કહ્યું કે એમણે લોકોએ સિરાજ વિરુદ્ધ કેસ કેમ કર્યો. જો પોતાના જીવને સુરક્ષિત રાખવો હોય તો ફરિયાદ પાછી લઈ લો.”

    પોતાના ભાઈ પર આ રીતે ધમકી ભર્યો ફોન આવવાની બાબતમાં મુન્નાભાઇએ ઑપઇન્ડિયાને આગળ જણાવ્યુ કે, “રાતે આ રીતે ધમકી ભર્યો કોલ આવ્યા બાદ અમને હીરાભાઈને સાથે લઈને પોલીસ મથક પહોચ્યા અને ત્યાં હીરાભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પુરાવા રૂપે કોલ રેકોર્ડિંગ અને કોલ આવ્યો હતો એ નંબર પણ આપ્યો.”

    - Advertisement -

    પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મોબાઈલ નંબર ટ્રેસ કરીને રાતે ને રાતે જ કોલ કરનાર અફઝલ સલીમ અને આશીફ મીર નામના સિરાજના બે સગીરાતોને શોધીને એમની ધરપકડ કરી હતી. ઉપરાંત પોલીસ દ્વારા માળી પરિવારની સુરક્ષા માટે એમના ઘર પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

    અહિયાં નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમ ગત 5 તારીખે સિરાજ ડોન દ્વારા VHP બોટાદ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઇ માળીને રસ્તામાં રોકીને એમને ‘ગામના હનુમાન મંદિર પરથી લાઉડ સ્પીકર ઉતારી લે અથવા તારી સાથે કિશન ભરવાડ વાળી થશે’ એવી ધમકી આપ્યા બાદ થઈ હતી.

    જે બાદ 7 તારીખે ફરિયાદ નોંધાતા પોલીસે સિરા ડોનની ધરપકડ કરી હતી અને 10 તારીખે પ્રશાસન દ્વારા બોટાદના મોહમ્મદપુરા ખાતે આવેલ સિરાજના ગેરકાયદેસર રીતે બનાવેલ ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવાયું હતું.

    એ બાદ ગઈ કાલે આમ સિરાજના સાથીદારો દ્વારા ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી અપાતાં સ્થિતિ ફરી ગરમાતા પોલીસ દ્વારા માળી પરિવારને સંરક્ષણ પૂરું પડાયું છે. ઑપઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં મહેન્દ્રભાઇ માળીએ કહ્યું હતું કે પોલીસ પ્રસાશન દ્વારા કરવામાં આવેલ કામગીરીથી તેમને સંતોષ છે એને પોલીસે તેમને જરૂરી સુરક્ષા પણ પૂરી પાડેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં