Saturday, April 20, 2024
More
    હોમપેજસંપાદકની પસંદબોટાદમાં કુખ્યાદ સિરો ડોને VHP બોટાદ તાલુકા અધ્યક્ષને આપી ધમકી, ".... નહિ...

    બોટાદમાં કુખ્યાદ સિરો ડોને VHP બોટાદ તાલુકા અધ્યક્ષને આપી ધમકી, “…. નહિ તો તારી સાથે કિશન ભરવાડવાળી થશે.”

    બોટાદમાં હનુમાન ચાલીસા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા બાબતે શહેરના VHP અધ્યક્ષનને સિરો ડોને કિશન ભરવાડ જેવા હાલ કરવાની ધમકી આપી હતી તેના પર ઑપઇન્ડિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ.

    - Advertisement -

    બોટાદમાં એક ગંભીર મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ સ્થાનિક અસામાજિક તત્વ, કે જેનું નામ સિરાજ ઉર્ફે સિરો ડોન ઉર્ફે ડોન હુસેન ખલ્યાણી બોટાદવાળો છે, તેણે બોટાદ તાલુકાનાં વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા અધ્યક્ષ મહેન્દ્રભાઇ લાલજીભાઇ માળી ઉર્ફે મુન્નાભાઈ માળીનો રસ્તો રોકી પોતાની ગાડીમાં બેસાડીને ધમકાવ્યા હતા. મુન્નાભાઈને જાનથી મારવાની ધમકી આપતા સિરાજ ડોને કહ્યું હતું કે એની સાથે પણ કિશન ભરવાડવાળી થશે.

    આ બાબતે મુન્નાભાઈ માળી દ્વારા 7 તારીખે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોટાદ પોલીસ દ્રારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરાતા આરોપીને પકડી પડાયો હતો. આરોપી સિરો ડોન લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા અગાઉ પણ ઘણા ગુનાઓમાં તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાયેલી છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ફરિયાદકર્તા મુન્નાભાઇએ જણાવ્યુ હતું કે, તેઓ 5 મેનાં રોજ બપો૨નાં ત્રણ વાગે પોતાના ઘરેથી દુકાન તરફ જતા હતા. તે દરમિયાન નગલપર દરવાજા પાસે મેડિકલ નજીક રોડ ઉપર સામેથી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં સિરાજ ઉર્ફે સિરો ડોન ઉર્ફે ડોન હુસેન ખલ્યાણી બોટાદવાળો આવીને તેમને કહેવા લાગ્યો હતો કે ‘ગામમાં તમારા દ્વારા માઈક બાંધેલા છે તે ઉતારી લેજો નહિતર કિશન ભરવાડવાળી થશે. તમને ગાડીમાં બેસાડી અપહરણ કરી જાઉં તો મારૂ કોણ શું ઉખાડી લેશે’ અને તેણે ઊંચા અવાજે વાત કરી તેમને (મહેન્દ્રભાઈને) જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    આગળ વાત કરતાં મુન્નાભાઇએ કહ્યું કે, આ ઘટના થયા બાદ તેમણે વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગર વિભાગના અધ્યક્ષ રસિકભાઈ તળશીભાઈ કણજરિયાને ફોન કરીને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. તેમની સલાહ લઈને 7 તારીખે મુન્નાભાઇએ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આ સિરા ડોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    ઑપઇન્ડિયા દ્વારા VHPના ભાવનગર વિભાગના અધ્યક્ષ રસિકભાઈ તળશીભાઈ કણજરિયાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યુ કે, સમગ્ર ભારત અને ગુજરાતની જેમ બોટાદમાં પણ ઘણા મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માઈક લગાવવામાં આવ્યા હતા. મુન્નાભાઈ છેલ્લા 20 વર્ષથી VHP સાથે જોડાયેલા હોઈ આ સિરા ડોને પહેલા એમની રેકી કરી હતી. પછી 5 તારીખે જ્યારે મુન્નાભાઈ 3 વાગ્યે પોતાના ઘરેથી પોતાની ફૂલોની દુકાન તરફ જતાં હતા ત્યારે તક જોઈને સિરાએ તેમને રોકીને ગાડીમાં બેસાડીને ધમકાવ્યા હતા અને કિશન ભરવાડની જેમ તેમની પણ હત્યા કરવાની ધમકી ઉચ્ચારી હતી.

    રસિકભાઈએ ઑપઇન્ડિયા સાથેની આ ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યુ હતું કે તેમની સ્પષ્ટ માંગ છે કે વિસ્તારમાં ધાર્મિક સદભાવનો માહોલ ખરાબ કરતાં સિરાજ જેવા અસમાજિક તત્વો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ.

    મુસ્લિમ ગુંડાઓ દ્વારા કિશન ભરવાડની નિર્મમ હત્યા થઈ હતી.

    25 જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્યમાં આવતાં ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની ‘ધાર્મિક સોશિયલ મીડિયા પોસ્ટ’ બાબતે અંગત અદાવત રાખી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હત્યા કરનાર શબ્બીર તથા ઇમ્તિયાઝ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની તપાસમાં મુસ્લિમ મૌલવીની સંડોવણી પણ સામે આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં