Tuesday, October 8, 2024
More
    હોમપેજક્રાઈમગયા જતી મહાબોધિ એક્સપ્રેસ પર પ્રયાગરાજ પાસે પથ્થરમારો, તપાસ શરૂ: પશ્ચિમ બંગાળમાં...

    ગયા જતી મહાબોધિ એક્સપ્રેસ પર પ્રયાગરાજ પાસે પથ્થરમારો, તપાસ શરૂ: પશ્ચિમ બંગાળમાં માલગાડી પાટા પરથી ઉતરી, કાવતરાની આશંકા

    પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આ અંગે રેલ્વે પોલીસે રેલ્વે એક્ટ હેઠળ કલમ 153 147 અંતર્ગત અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ સહિતની આગામી કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    પાછલા કેટલાક સમયથી દર અઠવાડિયે ટ્રેન ઉથલાવી દેવાના કાવતરા, ટ્રેન પથ્થરમારો (Stone Pelting on Train) જેવી વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ટ્રેન પર પથ્થરમારો કરવાની બીજી એક ઘટના સામે આવી હતી. 23 સપ્ટેમ્બરે મહાબોધિ એક્સપ્રેસ (Mahabodhi Express) પર કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી દીધો હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ટ્રેનમાં અફરા-તફરી મચી જવાના અહેવાલો પણ મળ્યા હતા. જો,કે પોલીસે અજાણ્યા આરોપીઓ પર કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

    23 સપ્ટેમ્બર સોમવારે રાત્રે નવી દિલ્હીથી બિહારના ગયા જતી ટ્રેન નંબર 12397 મહાબોધિ એક્સપ્રેસ પર દક્ષિણ તરફથી કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું હતું. રેલ્વે તરફથી મહાબોધિ એક્સપ્રેસમાં, મેન્ટેનન્સ સ્ટાફ સીટી રવિકેશ યાદવે કહ્યું હતું કે, જ્યારે ટ્રેન મિર્ઝાપુર સ્ટેશનમાં પ્રવેશી રહી હતી, ત્યારે લગભગ સાડા સાત આસપાસ કોઈ વ્યક્તિએ ગાર્ડ બ્રેક પર પથ્થરમારો કર્યો હતો.

    આ બાદ ટ્રેનમાં ભય અને અફરા-તફરીનો માહોલ ઉભો થયો હતો. ટ્રેનને મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જ્યારે ટ્રેનમાં સવાર RPFના જવાનોએ શોધખોળ શરૂ કરી તો આરોપીઓ ભાગી ગયા હતા. હાલ પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. આ અંગે રેલ્વે પોલીસે રેલ્વે એક્ટ હેઠળ કલમ 153 147 અંતર્ગત અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ સહિતની આગામી કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાંથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના

    પશ્ચિમ બંગાળ અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર 24 સપ્ટેમ્બર, મંગળવારે સવારે ખાલી ખાલી માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના આજે સવારે 6.26 કલાકે બની હોવાનું જાણવા મળ્યું હતું. રેલ્વેએ જણાવ્યું હતું કે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હોવાથી અન્ય ટ્રેનોને વૈકલ્પિક માર્ગો દ્વારા ડાયવર્ટ કરવામાં આવી છે.

    આ અંગે અલીપુરદ્વાર ડિવિઝનના ડીઆરએમ અમરજીત ગૌતમે કહ્યું હતું કે, “અમે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઘટનાએ દુર્ઘટના હતી કે જાણી જોઇને કરવામાં આવેલ ટ્રેન ઉથલાવી દેવા માટેનું ષડ્યંત્ર હતું એ મામલે પોલીસ તપાસ કરી રહી છે.”

    ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કાલિંદી એક્સપ્રેસ, સાબરમતી એક્સપ્રેસ સહિતની ટ્રેનને ઉથલાવી દેવાના ષડ્યંત્ર સામે આવ્યા હતા. આ સિવાય વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ પર પણ ઉદ્ઘાટન પહેલા પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં