નવી દિલ્હીમાં ચાલી રહેલા SOUL લીડરશીપ કોન્ક્લેવમાં (SOUL Leadership Conclave), ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગેએ (Bhutan PM Tshering Tobgay) ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ‘મોટા ભાઈ’ કહ્યા. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ મોદીને મળે છે, ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે અને પ્રેરણા મેળવે છે અને પોતાના દેશ માટે વધુ મહેનત કરવાનું નક્કી કરે છે.
Bhutan PM Tobgay Hails 'Elder Brother' PM Modi's 'Wise, Courageous, & Compassionate Leadership' During The First Edition Of The SOUL Leadership Conclave At Bharat Mandapam pic.twitter.com/8yAxixKGPa
— RT_India (@RT_India_news) February 21, 2025
ભૂટાનના પીએમ શેરિંગ ટોબગેએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને પોતાના માર્ગદર્શક પણ ગણાવ્યા અને તેમની પ્રશંસા કરતા કહ્યું કે SOUL એટલે કે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એ પીએમ મોદીના વિચારનું પરિણામ છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે સાચા નેતાઓ બનાવવામાં અને ભારતને મજબૂત બનાવવામાં મદદ કરશે. ભૂટાનના પીએમએ કહ્યું કે પીએમ મોદીનું વિઝન અને મહેનત તેમને દરેક વખતે પ્રભાવિત કરે છે.
પીએમ ટોબગેએ હિન્દીમાં કર્યું સંબોધન
ભૂટાનના પીએમ ટોબગેએ હિન્દીમાં કહ્યું કે આ તેમના માટે એક ‘મોટી તક’ છે કારણ કે તેઓ વિશ્વના ‘મોટા નેતા’ પીએમ મોદી પાસેથી નેતૃત્વ શીખશે. તેમણે કહ્યું, “હું અહીં નેતૃત્વ વિશે કોઈ જ્ઞાન આપવા આવ્યો નથી, પરંતુ એક વિદ્યાર્થીની જેમ શીખવા આવ્યો છું. મને નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા પાસેથી શીખવાની તક મળી છે, જે મારા માટે મોટા ભાઈ જેવા છે અને હંમેશા મને માર્ગદર્શન આપે છે.”
પીએમ મોદીની પ્રશંસા કરતા ટોબગેએ કહ્યું કે તેમના શાણપણ, હિંમત અને ઉત્તમ નેતૃત્વથી તેમણે 10 વર્ષમાં ભારતને પ્રગતિના માર્ગ પર પહોંચાડ્યું છે. તે જ સમયે, પીએમ મોદીએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે દેશને આગળ વધારવા માટે નાગરિકોનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં સારા નેતાઓ તૈયાર કરવા એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
મોદીએ SOULને ‘વિકસિત ભારત’ તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં SOULનું એક મોટું કેમ્પસ તૈયાર થશે, જ્યાં નેતૃત્વ તાલીમ વધુ સારી રીતે આપવામાં આવશે. આ કોન્ક્લેવમાં બંને નેતાઓએ એકબીજા સાથેના મજબૂત સંબંધો અને ભારત-ભૂતાન મિત્રતા પણ દર્શાવી.