Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબહેન સાથે રીક્ષા ચાલક જાવેદે કર્યો બળાત્કાર, કોંગ્રેસીઓ-વામપંથીઓએ કોરોના કાળમાં બનાવ્યો હતો...

    બહેન સાથે રીક્ષા ચાલક જાવેદે કર્યો બળાત્કાર, કોંગ્રેસીઓ-વામપંથીઓએ કોરોના કાળમાં બનાવ્યો હતો હિરો

    કોરોનાના સમયમાં પોતાની રિક્ષામાં જ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરનાર જાવેદ પર હવે તેની બહેને જ બળાત્કારનો આરોપ મૂક્યો છે અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમા ઓટો રીક્ષા ચાલક જાવેદ બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, આ એજ જાવેદ છે જે કોરોના કાળમાં પોતાની રીક્ષાને એમ્બ્યુલન્સ બનાવીને ચર્ચામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસી નેતાઓએ પણ કથીત રીતે લોકોની મદદ કરવા વાળા જાવેદ પર ગૌરવ અનુભવતા હતા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે તો ટ્વિટ કરીને તેને કોરોના વોરિયર્સ સુદ્ધાં કહી દીધો હતો.

    રિપોર્ટ્સ અનુસાર આરોપી રીક્ષા ચાલક જાવેદ પોતાના મકાનમાં રહેવા વાળી મહિલાને પહેલાતો બહેન બનાવી, બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો. આરોપી જાવેદ થી ત્રાસીને મહિલાએ 15 દિવસ પહેલાજ પોતાના પરિવાર સાથે મકાન ખાલી કરી નાંખ્યું હતું, આજ તકના અહેવાલ મુજબ મહિલાનો આરોપ છે કે જ્યારે તે ઘરમાં એકલી રહેતી હતી ત્યારે જાવેદ તેની સાથે છેડછાડ કરતો હતો, ત્યાર બાદ તેણે તેની સાથે બળાત્કાર પણ ગુજાર્યો.

    બળાત્કારનો ભોગ બનનાર એશબાગ વિસ્તારમાં રહેવા વાળી 27 વર્ષની મહિલા પરણીત છે, તેણે જણાવ્યું હતું કે એશબાગ વિસ્તારમાં રહેવાવાળા 35 વર્ષના જાવેદ ઉર્ફે ચાંદના મકાનમાં તે બે મહિના સુધી ભાડે રહી હતી. તેણે માર્ચ મહિનામાં મકાન ભાડા ઉપર રાખ્યું હતું, તે સમયે જાવેદ તેને બહેન કહેતો હતો પરંતુ થોડા સમય બાદ જ તેણે અસલ રંગ બતાવવાનું ચાલું કર્યું હતું. ઘણી વખત તેના પતિના ગયા બાદ તે રૂમમાં આવી જતો હતો, પહેલા તો આ છેડછાડ મહિલાને મજાક લાગતી હતી પરંતુ ધીમે ધીમે તેની હરકતો વધવા લાગી હતી.

    - Advertisement -

    પીડિતાએ જ્યારે આ વાત પોતાના પતિને કહી, તો તેના પતિનો જાવેદ સાથે આ બાબતને લઈને ઝઘડો પણ થયો હતો. આ ઝઘડા બાદ પતિ-પત્ની બંને એ જાવેદ નું મકાન ખાલી કરી નાખ્યું હતું, તને બીજી જગ્યા પર રહેવા ચાલ્યા ગયા હતા, પરંતુ તે પછી પણ જાવેદે તેમનો પીછો છોડ્યો ન હતો. અને હેરાનગતિ ચાલુ રાખી હતી, આટલું જ નહીં પરંતુ પીડિતાને જાહેરમાં બદનામ કરવાની ધમકીઓ પણ આપી હતી. ત્યાર બાદ મહિલાએ પોલીસ સ્ટેશન જઈને જાવેદ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી, આરોપી જાવેદ પોતે પણ પરણીત હોવાનું સામે આવ્યું છે.

    જણાવી દઈએ કે એશબાગ વિસ્તારમાં રહેવા વાળો રીક્ષા ડ્રાઈવર જાવેદ લગભગ એક વર્ષ પહેલા ચર્ચામાં આવ્યો હતો, કોરોના ની બીજી લહેર વખતે જાવેદે પોતાની રીક્ષાને કથિત રીતે એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી હતી, તેની રીક્ષામાં તેણે ઓક્સિજન સિલેન્ડર પણ લગાવ્યો હતો. તે કહેતો હતો કે નિશુલ્ક ઓક્સિજન, અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરતો હોવાનું કહ્યું હતું .

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં