Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતભરૂચમાં આમોદના ઈખર ગામે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ધામધૂમથી યોજાઈ રહી છે નવરાત્રી:...

    ભરૂચમાં આમોદના ઈખર ગામે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ધામધૂમથી યોજાઈ રહી છે નવરાત્રી: હિંદુ આદિવાસી સમાજને મળી હતી ‘પથ્થરમારા’ની ધમકી

    ઈખર ખાતે નવરાત્રીને લઈને કેવા પ્રકારનું આયોજન છે તે જાણવા ઑપઇન્ડિયાએ ફરી એક વાર ગરબાના આયોજક શૈલેષ વસવાનો સંપર્ક કર્યો હતો. ટેલીફોનીક વાતચીત દરમિયાન શૈલેષે જણાવ્યું હતું કે,"ઘટના બાદ આપવામાં આવેલા આવેદન પત્રો અને સંગઠનોની મજબુત રજૂઆત બાદ પોલીસે કાર્યવાહી કરીને જવાબદાર ઈસમોની અટકાયત કરી હતી."

    - Advertisement -

    ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એ જ ઈખર ગામ છે જ્યાં ગરબા નહીં કરવા માટે ગામના મુસ્લિમ અગ્રણી દ્વારા આદિવાસી સમાજને ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ આદિવાસી સમાજના સંગઠનો અને સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ પ્રશાસને નોંધપાત્ર કાર્યવાહી કરી હતી. જે બાદ ઈખર ગામમાં આદિવાસી સમુદાય દ્વારા પહેલાની માફક જ પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ઈખર ગામે આદિવાસી સમાજને મળેલી ધમકી બાદ સમાજના અગ્રણીઓ અને સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. આ આવેદનપત્રમાં જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી તેમજ નવરાત્રીમાં પરંપરાગત નવરાત્રીની ઉજવણી માટે સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. અમારા અંગત સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ પ્રશાસન અને પોલીસ બંને એક સાથે હરકતમાં આવ્યા હતા અને ધમકી આપનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

    ધમકી મળ્યા બાદ પ્રશાસન આવ્યું હતું હરકતમાં

    આ આખા ઘટનાક્રમ બાદ ઈખર ખાતે નવરાત્રીને લઈને કેવા પ્રકારનું આયોજન છે તે જાણવા ઑપઇન્ડિયાએ ફરી એક વાર ગરબાના આયોજક શૈલેષ વસાવાનો સંપર્ક કર્યો હતો. ટેલીફોનીક વાતચીત દરમિયાન શૈલેષે જણાવ્યું હતું કે,”ઘટના બાદ આપવામાં આવેલા આવેદનપત્રો અને સંગઠનોની મજબુત રજૂઆત બાદ પોલીસે કાર્યવાહી કરીને જવાબદાર ઈસમોની અટકાયત કરી હતી. બીજી તરફ અગ્રણીઓ અને સંગઠનોના સહયોગથી અમે ફરી આયોજનમાં લાગી ગયા હતા.”

    - Advertisement -

    શૈલેષે આગળ જણાવ્યું કે, “હાલ અહીં ધૂમધામથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતનો નોરતાનો રંગ જ કંઈક અલગ છે, ગામમાં અન્ય નોરતા કરતા અમારા ત્યાં વધુ સંખ્યામાં લોકો ગરબા રમવા આવી રહ્યા છે. વડીલો, માતાઓ-બહેનો અને બાળકો પણ ગરબા રમી રહ્ય છે, કોઈ જ પ્રકારની તકલીફ નથી.”

    પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરી વિષે જણાવતાં શૈલેષે કહ્યું હતું કે, “આખી ઘટના બાદ પ્રશાસનનો અમને ખુબ જ સહયોગ રહ્યો. અમારા ગરબાના ગ્રાઉન્ડમાં દરરોજ આઠથી દસ પોલીસકર્મીઓ અમારી સુરક્ષામાં હાજર હોય છે. અમે કોઈના પણ ડર વગર માતાજીના ગરબા અને આરાધના કરી રહ્યા છીએ.”

    ‘અમારો ઇલાકો છે’ કહીને પથ્થરમારાની ધમકી આપવામાં આવી હતી

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઈખર ગામમાં નવરાત્રીની તૈયારીઓ કરી રહેલા હિંદુ આદિવાસી સમાજના આયોજકો અને યુવકોને ગામના જ મોહસીનઅલી ખાન પઠાણ અને અલીહસન પઠાણ નામના વ્યક્તિઓ દ્વારા ધમકીઓ અને મા-બહેન પર ગાળો ભાંડી હતી. મોટાભાગની મુસ્લિમ આબાદી ધરાવતા આ ગામમાં હિંદુ આદિવાસી સમાજના ખુબ ઓછા ઘર છે. તેવામાં મુસ્લિમ આગેવાનો દ્વારા નવરાત્રીનું આયોજન ન કરવા અને જો ગરબા કર્યા તો “મંડપ ઉખાડી નાખીશું અને પથ્થરમારો કરીશું.” તેવી ધમકી આપતા સ્થાનિક હિંદુ આદિવાસીઓ ચિંતામાં મુકાયા હતા.

    ધમકી આપવાની આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચની વીર બિરસા બ્રિગેડ અને આદિવાસી સમાજનાં વિવિધ સંગઠનોએ ભેગા મળીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે ઈખર ગામમાં વસતા આદિવાસી સમાજને ન્યાય અને રક્ષણ પૂરું પાડવામાં આવે અને ધમકી આપનાર મુસ્લિમ સમુદાયના ‘અગ્રણીઓ’ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં