Thursday, May 9, 2024
More
    હોમપેજગુજરાત'આ અમારો ઇલાકો છે, અહીં નવરાત્રિ કરશો તો પથ્થરમારો કરીશું': મોહસીન પઠાણે...

    ‘આ અમારો ઇલાકો છે, અહીં નવરાત્રિ કરશો તો પથ્થરમારો કરીશું’: મોહસીન પઠાણે ભરૂચના ઈખર ગામે આદિવાસી સમાજને આપી ધમકી, કલેક્ટરને કરાઈ ફરિયાદ

    નવરાત્રિનું આયોજન કરતા સ્થાનિક હિંદુ અગ્રણીએ ઑપઇન્ડિયા સાથે કરી વાતચીત, જણાવ્યું- સાફસફાઈ કરતી વખતે હિંદુ યુવાનોને આપવામાં આવી હતી ધમકી. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી.

    - Advertisement -

    હિંદુ દૈવી શક્તિઓની આરાધનાના તહેવાર નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પણ છેલ્લા કેટલાક સમયથી હિંદુ તહેવારો ટાણે કેટલાંક તત્વો ડર અને આતંક ફેલાવવા નવાં-નવાં ગતકડાં કરતા રહે છે. ક્યાંક હિંદુઓની ધાર્મિક યાત્રાઓ પર પથ્થરમારો, તો ક્યાંક ગરબા કે અન્ય હિંદુ તહેવારોની ઉજવણી વખતે હુમલાઓ કરવામાં આવ્યા હોવાની અનેક ઘટનાઓ તાજા ભૂતકાળમાં જ ઘટી ચૂકી છે. તેવામાં હવે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઈખર ગામે મુસ્લિમોએ હિંદુ આદિવાસી સમાજને નવરાત્રિ ન કરવા માટે ધમકી આપી છે અને કહ્યું છે કે જો આયોજન થશે તો તેઓ પથ્થરમારો કરશે.

    મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા ઈખર ગામના આદિવાસી સમાજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગામના સ્થાનિક મુસ્લિમ આગેવાને આદિવાસી સમાજના લોકોને નવરાત્રિની ઉજવણી ન કરવા માટે ધમકી આપી હતી. આ દરમિયાન આદિવાસી યુવકોને ગાળો ભાંડીને જાતિસૂચક શબ્દો પણ કહેવામાં આવ્યા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. ઘટનાને લઈને આદિવાસી સમાજના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓએ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.

    અમને ખરાબ ગાળો આપી પથ્થરમારાની ધમકી આપી: સ્થાનિક હિંદુ અગ્રણી

    જમીની સ્તરની વાસ્તવિકતા જાણવા માટે ઑપઇન્ડિયાએ ઈખર ગામે દર વર્ષે નવરાત્રિનું આયોજન કરતા શૈલેષ વસાવા સાથે વાત કરીને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. શૈલેષે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામમાં નવરાત્રિનું આયોજન કરવા માટે અમે અમારા ગામની ખુલ્લી જગ્યા પર સાફ-સફાઈ કરી રહ્યા હતા. મારી સાથે ગામના અન્ય કેટલાક યુવાનો પણ હતા. જ્યારે અમે મેદાન સાફ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રહેતા મોહસીનઅલી ખાન પઠાણ અને અલીહસન પઠાણ નામના વ્યક્તિઓ આવીને અમને મા-બહેનની અભદ્ર ગાળો આપવા લાગ્યા હતા.”

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે તેમના ગામમાં મોટાભાગની વસ્તી મુસ્લિમોની છે અને તેઓ તેમની વચ્ચે જ રહે છે. તેમણે કહ્યું કે, “તેમણે આવીને અપશબ્દો બોલતાં અમે તેમને કહ્યું હતું કે આપણે સાથે રહીએ છીએ તો શા માટે આ પ્રકારે વ્યવહાર કરો છો? આ સાંભળી મુસ્લિમ આગેવાનો વધુ ઉશ્કેરાઈ ગયા અને અમને કહેવા લાગ્યા કે તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લો. આ અમારો વિસ્તાર છે અમે તમને અહીં નવરાત્રિ નહીં કરવા દઈએ.” સાથે તેમણે ધમકી આપી કે, “તે છતાં જો તમે ગરબા કર્યા તો પછી અમે મંડપ ઉખાડી નાખીશું અને પથ્થરમારો કરીશું.” શૈલેષના જણાવ્યા અનુસાર ગામમાં હિંદુઓની વસ્તી ખૂબ જ ઓછી છે અને સારા નરસા પ્રસંગોના આયોજન માટે તેમની પાસે અન્ય બીજી કોઈ જ જગ્યા નથી.

    આ પહેલાં પણ અનેક વાર કરી ચૂક્યા છે પ્રતાડિત

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં નવરાત્રિના આયોજક શૈલેષ વસાવાએ જણાવ્યું હતું કે આ કોઈ પહેલીવાર નથી કે ગામના મુસ્લિમો દ્વારા આ પ્રકારનું વર્તન કરાયું હોય. આ પહેલાં પણ આ લોકો આ પ્રકારની અનેક હરકતો કરી ચૂક્યા છે. શૈલેષે કહ્યું કે, “એકવાર એ લોકોએ માતાજીનો ગરબો અને દીવો મૂકવાની જગ્યા તોડી નાખી હતી. પરંતુ અમારે તેમની વચ્ચે રહેવાનું હોવાના કારણે અમે ફરિયાદ નહોતી કરી. અમારા તહેવારો ઉજવવા કે સારા નરસા પ્રસંગે અમે આ જ જગ્યાનો ઉપયોગ કરીએ છીએ અને દર વખતે તેમની કનડગત હોય જ છે. આ વખતે તેમણે નવરાત્રિનો મંડપ નહીં બાંધવા અને ગરબાનું આયોજન ન કરવા માટે ધમકી આપી છે.”

    આ સાથે જ શૈલેષે આરોપ લગાવ્યો હતો કે સમા પક્ષ દ્વારા ગામની મહિલાઓ સાથે પણ અનેકવાર અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. તે લોકો દ્વારા અનેક વાર મહિલાઓ સામે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. સંખ્યામાં વધુ હોવાના કારણે તેઓને કોઈ કશું નથી કહી શકતું. સાથે જ શૈલેષે જણાવ્યું હતું કે, “તેમણે ધમકીઓ આપી છે તો અમને અમારા ભવિષ્યને લઈને ચિંતા છે. ભવિષ્યમાં તેઓ અમને નુકસાન પહોંચાડી શકે છે. પ્રશાસન સમક્ષ અમારી માંગ છે કે અમને રક્ષણ અને ન્યાય આપવામાં આવે.”

    ઉલ્લેખનીય છે કે આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચની વીર બિરસા બ્રિગેડ અને આદિવાસી સમાજનાં વિવિધ સંગઠનોએ ભેગા મળીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ઈખર ગામમાં વસતા આદિવાસી સમાજને ન્યાય અને રક્ષણ પૂરું પાડવામાં આવે અને ધમકી આપનાર મુસ્લિમ સમુદાયના ‘અગ્રણીઓ’ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં