Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયાજે હિંદુ યુવક સાથે ઈશનિંદાના આરોપસર થઈ મારપીટ, તેની વિરુદ્ધ બાંગ્લાદેશ પોલીસે...

    જે હિંદુ યુવક સાથે ઈશનિંદાના આરોપસર થઈ મારપીટ, તેની વિરુદ્ધ બાંગ્લાદેશ પોલીસે સાયબર સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધ્યો ગુનો: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જ ધરપકડ કરશે

    નસીરઉદ્દીન નામના એક ઇસમની ફરિયાદ પર આ ગુનો દાખલ થયો છે, જેણે મીડિયાને જણાવ્યું કે, દરેક મુસ્લિમ માટે તેના (ઉત્સોબ, હિંદુ યુવક)ના જીવન કરતાં વધુ મહત્વનું પયગંબર મોહમ્મદનું સન્માન છે. 

    - Advertisement -

    તાજેતરમાં જ બાંગ્લાદેશમાં એક હિંદુ યુવક સાથે મારપીટ થયાનો મામલો સામે આવ્યો હતો. તેની ઉપર ઈશનિંદાનો આરોપ લગાવીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં કટ્ટરપંથી મુસ્લિમોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં અને યુવકને જાહેરમાં સજા આપવાની માંગ કરી હતી. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં ઘૂસી જઈને યુવક સાથે મારપીટ પણ કરી, પરંતુ સેના અને પોલીસે આખરે તેને બચાવી લીધો અને મૃત ઘોષિત કરી દીધો, ત્યારે ટોળાં વિખેરાયા હતા. આ યુવક હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે, પરંતુ અહેવાલો જણાવે છે કે હોસ્પિટલમાંથી છૂટે કે તરત તેની ફરી ધરપકડ કરી લેવામાં આવશે. 

    ઉત્સોબ મંડલ નામના આ યુવક વિરુદ્ધ બાંગ્લાદેશની પોલીસે સાયબર સિક્યુરિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં મઝહબી ભાવનાઓ ભડકાવવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ કેસ 5 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, પણ તેની જાણકારી 7 સપ્ટેમ્બરના રોજ સામે આવી. 

    કાર્યવાહીને લઈને પોલીસ મથકના ઇન્ચાર્જ અધિકારી કમલ હુસૈન ખાને કહ્યું કે, મામલાની પ્રાથમિક ધોરણે ખરાઈ કર્યા બાદ સાયબર સિક્યુરિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની વિરુદ્ધ મઝહબી ભાવનાઓ ભડકાવીને સાંપ્રદાયિક શાંતિને અસર કરી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો આરોપ છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી રજા આપવામાં આવ્યા બાદ પોલીસ તેની ધરપકડ કરી લેશે. 

    - Advertisement -

    નસીરઉદ્દીન નામના એક ઇસમની ફરિયાદ પર આ ગુનો દાખલ થયો છે, જેણે મીડિયાને જણાવ્યું કે, દરેક મુસ્લિમ માટે તેના (ઉત્સોબ, હિંદુ યુવક)ના જીવન કરતાં વધુ મહત્વનું પયગંબર મોહમ્મદનું સન્માન છે. 

    શું છે સમગ્ર કેસ?

    આ મામલો ગત 3 સપ્ટેમ્બરનો બાંગ્લાદેશના ખુલનાનો છે. હિંદુ યુવક પર ફેસબુક લાઇવ સેશન દરમિયાન પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે તે જે આઝમ ખાન કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો તેનાં અમુક મુસ્લિમ વિદ્યાર્થીઓ તેને પોલીસ મથકે ઘસડી લઇ ગયા હતા. ત્યારબાદ જેમ માહિતી પ્રસારતી ગઈ તેમ ટોળાં એકઠાં થવા માંડ્યાં અને યુવકને જાહેરમાં લાવવાની માંગ કરવા માંડ્યાં. 

    પરિસ્થિતિ જોઈને પોલીસે સેનાને પણ જાણ કરી હતી, પરંતુ હજારોનું ટોળું પોલીસ મથકમાં ઘૂસી ગયું અને યુવકને ખેંચી કાઢીને માર માર્યો હતો. આખરે આર્મીએ હસ્તક્ષેપ કરીને મામલો શાંત પાડ્યો હતો. મીડિયા અહેવાલો જણાવે છે કે પોલીસે યુવકને મૃત ઘોષિત કરવો પડ્યો હતો, ત્યારે ટોળું વિખેરાયું હતું. આસપાસની મસ્જિદો પરથી લાઉડસ્પીકરો પરથી ઘોષણા કરાવવામાં આવી હતી કે હિંદુ યુવક મૃત્યુ પામ્યો છે, પછી જ કટ્ટરપંથીઓ પોલીસ મથકેથી ગયા હતા. ત્યારબાદ પોલીસે યુવકને હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં