Monday, November 4, 2024
More
    હોમપેજદેશબાબા સિદ્દીકીના પુત્રને મળી હતી હત્યાની ધમકી, નામ ચગાવ્યું બિશ્નોઈ ગેંગનું: મુંબઈ...

    બાબા સિદ્દીકીના પુત્રને મળી હતી હત્યાની ધમકી, નામ ચગાવ્યું બિશ્નોઈ ગેંગનું: મુંબઈ પોલીસની તપાસમાં આરોપી નીકળ્યો ગુરફાન ખાન, નોઈડાથી થઈ ધરપકડ

    મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તેમને જાણકારી મળી હતી કે જીશાન સિદ્દીકીને ધમકીભર્યો કોલ કરનાર આરોપી નોઈડામાં છુપી રીતે રહી રહ્યો છે. આ પછી, મુંબઈ પોલીસની એક ટીમ નોઈડાના સેક્ટર 39 વિસ્તારમાંથી 20 વર્ષીય ગુફરાન ખાન ઉર્ફે મહોમ્મદ તૈયબની ધરપકડ કરવા પહોંચી હતી.

    - Advertisement -

    NCP નેતા બાબા સિદ્દીકીના (Baba Siddique) પુત્ર જીશાન સિદ્દીકીને (Zeeshan Siddique) જાનથી મારી નાખવાની ધમકી (Threat Calls) આપનાર આરોપીની મુંબઈ પોલીસે ધરપકડ (Mumbai Police) કરી હતી. આરોપી યુવક મુસ્લિમ છે જેનું નામ ગુરફાન ખાન (Gurfan khan) છે. 25 ઓક્ટોબરે જીશાનના કાર્યાલયમાં કોઈ અજ્ઞાત વ્યક્તિએ ધમકીભર્યો ફોન કોલ કર્યો હતો, જે બાદ મુંબઈ પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જીશાનના અબ્બા બાબા સિદ્દીકીને પણ તેમના જ કાર્યાલયની બહાર ગોળી મારવામાં આવી હતી.

    મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તેમને જાણકારી મળી હતી કે જીશાન સિદ્દીકીને ધમકીભર્યો કોલ કરનાર આરોપી નોઈડામાં છુપી રીતે રહી રહ્યો છે. આ પછી, મુંબઈ પોલીસની એક ટીમ નોઈડાના સેક્ટર 39 વિસ્તારમાંથી 20 વર્ષીય ગુફરાન ખાન ઉર્ફે મહોમ્મદ તૈયબની ધરપકડ કરવા પહોંચી હતી. ગુરફાન બરેલીનો રહેવાસી છે. પોલીસે જણાવ્યા અનુસાર આરોપી ગુરફાને વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપી હતી.

    પોલીસે જણાવ્યું હતું કે, “ફોન પરના વ્યક્તિએ જીશાન સિદ્દીકી અને અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પૈસાની માંગણી કરી હતી. જેને પગલે જીશાન સિદ્દીકીની ઓફિસના કર્મચારીએ આપેલી ફરિયાદના આધારે નિર્મળનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.”

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુરફાન ખાનની ધરપકડ રવિવારે (27 ઓક્ટોબરે) સવારે થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસ આરોપીને પોતાની સાથે લઈ ગઈ હતી. આગળની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. બીજી તરફ, યુપી પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ. પોલીસ બરેલીમાં આરોપીના પરિવારજનોને શોધી રહી છે.

    બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યા બાદ એવી અટકળો હતી કે જીશાન અને સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. પરંતુ ગુરફાનની ધરપકડ બાદ સ્પષ્ટ છે કે જીશાન સિદ્દીકી અને સલમાન ખાનને ધમકી ભર્યો કોલ કરનાર બિશ્નોઈ ગેંગ નહોતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં