Sunday, May 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યા રામ જન્મ ભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાબા જાન મૂસા...

    અયોધ્યા રામ જન્મ ભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાબા જાન મૂસા ઉર્ફ સૈટર્ન રાહેલની ધરપકડ: પ્રેમિકાના ભાઈને ફસાવવા પત્ની સાથે મળી રચ્યો હતો કારસો

    ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2 કુરાન, 2 મુસ્લિમ ટોપી, 9 મોબાઈલ, લેપટોપ, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ, ચેક બુક, જન્મ પ્રમાણપત્રો, ઈલેકશન કમિશનના ફોર્મ, સંશોધિત આધારકાર્ડ, તાવીજ, માળાઓ સહીતની આપત્તિજનક સામગ્રીઓ જપ્ત કરી છે.

    - Advertisement -

    અયોધ્યા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપનાર બાબા જાન મૂસા ઝડપાઈ ગયો છે, બાબા જાન મુસાએ તેની પત્ની સાથે મળીને આ ગુનો આચર્યો હતો. જેને લઈને અયોધ્યા પોલીસે આ બન્નેની મહારાષ્ટ્રથી અટકાયત કરી હતી. આ ઘટનામાં ચોંકાવનારી બાબત તે છે કે આરોપીએ પોતાની પ્રેમિકાના ભાઈને ફસાવવા માટે થઈને આ આખો કારસો ઘડ્યો હતો, અને તેનાથી પણ વધુ આશ્ચર્યજનક બાબત તે છે તે ઝડપાયેલા તમામ આરોપીઓની અલગ અલગ ધર્મથી ઓળખ છે.

    અહેવાલો અનુસાર પોલીસે જણાવ્યું હતુ કે અયોધ્યા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપનાર બાબા જાન મૂસા અને તેની પત્નીએ નેટ કોલિંગ મારફતે અયોધ્યામાં રહેતા મનોજ કુમારના ફોનમાં ગત 2 ફેબ્રુઆરીના રોજ કોલ કરીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસને નંબર સ્ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ધરપકડ બાદ આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેણે તેની પ્રેમિકાના ભાઈને ફસાવવા માટે કોલમાં પોતાને દિલ્હીનો રહેવાસી હોવાનું કહ્યું હતું.

    આરોપીઓની અલગ અલગ ઓળખાણ

    અહીં નોંધનીય બાબત તે છે કે આ ઘટનામાં આરોપીઓની એકથી વધુ નામ અને ઓળખાણ છે, પોલીસે ઝડપેલા આરોપીઓમાં બાબા જાન મૂસા ઉર્ફે સૈટર્ન ઉર્ફે અનિલ રામદાસ ધોળકે છે, તેના પિતાની પણ બે અલગ અલગ ઓળખ છે જેમકે ઉસ્માન અલી મૂસા ઉર્ફે રામદાસ પાટુરંગ ધોળકે, આરોપીને આ ગુનામાં સહયોગ આપનાર આરોપી પત્નીની પણ ત્રણ અલગ અલગ ઓળખ છે તેનું નામ જોર્ડ સંતન શાણી એશ્વરા ઉર્ફે આયરન સૈટર્ન ઉર્ફે વિદ્યા ધોત્રે, આમ આરોપીઓ અલગ અલગ ઓળખ ધરાવે છે.

    - Advertisement -

    મૂસા આ પહેલા મેટ્રો સ્ટેશનને પણ ઉડાવી દેવાની ધમકી આપી ચુક્યો છે

    ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2 કુરાન, 2 મુસ્લિમ ટોપી, 9 મોબાઈલ, લેપટોપ, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ, ચેક બુક, જન્મ પ્રમાણપત્રો, ઈલેકશન કમિશનના ફોર્મ, સંશોધિત આધારકાર્ડ, તાવીજ, માળાઓ સહીતની સામગ્રીઓ જપ્ત કરી છે. નોંધનીય છે કે મુખ્ય આરોપી મુસા રામ જન્મ ભૂમિ સહીત મેટ્રો સ્ટેશનને પણ ઉડાવી દેવાની ધમકી આપી ચુક્યો છે. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ગહન તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં