ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આઝમગઢમાં (Azamgarh) એક ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ (Orchestra Programme) દરમિયાન હિંદુ ધર્મ તથા દેવી-દેવતાઓ (Hindu God-Goddess) અંગે અભદ્ર ટિપ્પણીઓ (Objectionable Comments) કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનોએ કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે આઝામગઢ પોલીસ દ્વારા મુખ્ય આરોપી અને ઓર્કેસ્ટ્રાના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.
लंगड़ा आर्केस्ट्रा ग्रुप मुबारकपुर जो आए दिन सनातन धर्म पर आपत्तिजनक टिप्पणी और गाली देता है जिससे सनातन धर्म की धार्मिक भावनाएं आहत हो रही है जो कि#आजमगढ़
— SANATANI_SENA_BHARAT 🪶🚩 (@Shri_krishna32) December 30, 2024
का रहने वाला है @azamgarhpolice से अनुरोध है कि अपराधी को जल्द से जल्द गिरफ्तार करें @digazamgarh@dgpup @myogioffice pic.twitter.com/ybNimIB98d
નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં મુબારકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અને ધાર્મિક સ્થળો પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી હતી. આ વિડીયો 29 ડિસેમ્બરની રાતનું હોવાનું કહેવાઈ રહ્યું હતું જોકે વિડીયો ચોક્કસ કયા દિવસનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
હિંદુ દેવી-દેવતાઓનું અપમાન અને અશ્લીલ હરકતો
આઝમગઢમાં જે ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અને ધાર્મિક સ્થળો પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તે ઓર્કેસ્ટ્રાનો માલિક મુસ્લિમ છે એવું સામે આવ્યું હતું. વિડીયોમાં દેખાઈ રહેલ વ્યક્તિનું જ આ ઓર્કેસ્ટ્રા છે જેનું નામ ‘લંગડા ગ્રુપ ઓર્કેસ્ટ્રા’ છે. વિડીયોમાં આરોપ છે કે ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી હિંદુ દેવી-દેવતાઓ અને ધાર્મિક સ્થળો પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર અશ્લીલ હરકતો કરવાનો પણ આરોપ છે. જોકે, તે જ સમયે એક વૃદ્ધ વ્યક્તિએ ગુસ્સે થઈને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનો તથા ભાજપ નેતાઓએ આ ઘટનાને હિંદુ ધર્મનું અપમના ગણાવ્યું હતું તથા મુબારકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કરી ધરપકડ
હિંદુ સંગઠનોએ આરોપીઓ સામે કેસ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે આ મામલે આઝામગઢ પોલીસે કાર્યવાહી કરી હતી. તથા આરોપી મુસ્લિમ વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. અહેવાલ અનુસાર લગભગ 30 ડિસેમ્બરે આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે મામલે આઝામગઢ પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.
#Azamgarh #थाना_मुबारकपुर क्षेत्रान्तर्गत एक कार्यक्रम के दौरान एक व्यक्ति द्वारा विशेष धर्म पर आपत्तिजनक टिप्पणी की गई, जिसमें आरोपी के विरुद्ध थाना मुबारकपुर पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत कर #पुलिस_हिरासत में लिया गया है, विवेचनात्मक कार्यवाही प्रचलित है।
— AZAMGARH POLICE (@azamgarhpolice) December 31, 2024
@digazmagarh pic.twitter.com/15zXOe8zMi
આ મામલે આઝમગઢ પોલીસે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને આરોપીની ધરપકડની માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, “આઝમગઢ, મુબારકપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગતના એક કાર્યક્રમ દરમિયાન, એક વ્યક્તિએ વિશેષ ધર્મ પર વાંધાજનક ટિપ્પણી કરી, જેમાં મુબારકપુર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, તપાસની કાર્યવાહી ચાલી રહી છે.”