Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટOpIndia Exclusive: વરાછામાં હિંદુ સંગઠનો સાથે જોડાયેલ લોજ-માલિક પર જાવેદે કર્યો હુમલો...

    OpIndia Exclusive: વરાછામાં હિંદુ સંગઠનો સાથે જોડાયેલ લોજ-માલિક પર જાવેદે કર્યો હુમલો અને જાનથી મારવાની ધમકી આપી; FIR બાદ થઇ ધરપકડ

    સંજય ચૌહાણે તેનો હિસાબ કરીને ઉપરના પૈસા જાવેદને પરત આપી દીધા હતા અને ફરી આ લોજમાં જમવા ના આવવા તેને જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈ જતા જાવેદે પેન્ટમાં પહેરેલો ચામડાનો પટ્ટો કાઢીને કાઢીને ગાળો બોલતા બોલતા સંજયભાઈ પર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    સુરતના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કારખાનામાં કામ કરતા જાવેદ સમા નામના મુસ્લિમ કારીગરે સામાન્ય તકરારમાં એક લોજના માલિક અને હિંદુ સંગઠનો સાથે જોડાયેલા સંજય ચૌહાણ પર હુમલો કરી દીધો હતો. આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    નોંધનીય છે કે આ બાબતની ફરિયાદ સંજય ચૌહાણના બહેનના દીકરા હરમીત ખસીયાએ નોંધાવી છે જેઓ ઘટના સમયે ત્યાં લોજમાં જ હાજર હતા. જાવેદે કરેલા હુમલામાં હરમીતને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.

    ઑપઇન્ડિયાએ આ બાબતે સંજય ચૌહાણનો સંપર્ક કરતા તેઓએ તમામ આપવીતી જણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર આ આખી ઘટના મંગળવાર, 7 ફેબ્રુઆરીના રોજ ઘટી હતી. તેમના લોજની બાજુના કારખાનામાંથી અવાર નવાર ખાવા આવનાર કારીગરોમાંથી એક જાવેદ સમા મંગળવારે જયારે લોજમાં જમવા આવ્યો ત્યારે લોજનાં કારીગર સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યો અને ગાળો બોલવા માંડ્યો હતો. સંજયભાઈએ વચ્ચે પાડીને પોતાના કારીગરીનો બચાવ કર્યો હતો.

    - Advertisement -

    રેગ્યુલર ગ્રાહક હોવાથી તેના થોડા પૈસા લોજમાં જમા હતા. આથી સંજય ચૌહાણે તેનો હિસાબ કરીને ઉપરના પૈસા જાવેદને પરત આપી દીધા હતા અને ફરી આ લોજમાં જમવા ના આવવા તેને જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈ જતા જાવેદે પેન્ટમાં પહેરેલો ચામડાનો પટ્ટો કાઢીને કાઢીને ગાળો બોલતા બોલતા સંજયભાઈ પર હુમલો કરી દીધો હતો. લોજમાં કારીગરો ભેગા થઇ જતા જાવેદ સંજય ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

    આ હુમલામાં સંજય ચૌહાણને અને તેમના ભાઈ દેવરાજને હાથની આંગળીઓ અને કોણીના ભાગમાં ઇજા થઇ હતી. તથા હરમીત ખસીયાને માથાના પાછળના ભાગમાં ઇજા થઇ હતી. જે બાદ આ તમામને સારવાર માટે નજીકની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આવીને તેમની ફરિયાદ નોંધી હતી.

    સંજય ચૌહાણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ઘણા હિંદુ સંગઠનો સાથે જોડાયેલા છે અને વિસ્તારમાં અવારનવાર જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે.

    હાલમાં સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સત્વરે આરોપી જાવેદની ધરપકડ કરી લીધી છે. જોવાનું એ રહેશે કે આમ શું માત્ર લોજમાં થયેલ તકરાર જ મુખ્ય કારણ હતું કે પછી મૂળ મુદ્દો બીકો કોઈ હતો. શક્ય છે કે પોલીસ તપાસમાં આ બાબતમાં વધુ કોઈ જાણકરી પણ સામે આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં