Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મદ્રેસાઓ બની આતંકી ગતિવિધિઓનું કેન્દ્ર’: આસામના મુખ્યમંત્રીએ કહ્યું- સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તીનું...

    ‘મદ્રેસાઓ બની આતંકી ગતિવિધિઓનું કેન્દ્ર’: આસામના મુખ્યમંત્રીએ કહ્યું- સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ વધ્યું, ઇન્ટેલિજન્સ વધુ મજબૂત બનાવાશે

    માર્ચથી અત્યાર સુધીમાં પાંચ આતંકવાદી મોડ્યુલ પકડાયાં હોવાનું આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

    - Advertisement -

    આસામમાંથી તાજેતરમાં જ જેહાદી મોડ્યુલ પકડાયા બાદ રાજ્ય સરકાર વધુ કડકાઈથી કામ લઇ રહી છે. દરમ્યાન, મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, બાંગ્લાદેશના સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી મોટા પ્રમાણમાં વધી રહી છે, જેના કારણે રાજ્ય પોલીસ વિભાગ વધુ સતર્ક બને અને ઇન્ટેલિજન્સ વધુ મજબૂત થાય તે જરૂરી છે. છેલ્લા એક દાયકામાં આ વસ્તી વિષયક પરિવર્તન આવ્યું હોવાનું આસામ સીએમ સરમાએ જણાવ્યું હતું. 

    આસામ સીએમ હિમંત સરમાએ જણાવ્યું કે, “આસામ-બાંગ્લાદેશ સરહદ પરના જિલ્લાઓમાં થયેલ વસ્તીવધારા અંગે ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર તમામ વિગતો ઉપલબ્ધ છે. ડેટા જણાવે છે કે વસ્તીની ટકાવારી વધી છે. સરહદ પરના જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર રીતે વધી છે. આસામ બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદે વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.” 

    તેમણે ઉમેર્યું કે, “વસ્તી વધારો શા માટે થયો તેવો સવાલ કરી શકાય નહીં પરંતુ અમારે આસામ પોલીસમાં ઇન્ટેલિજન્સ વધુ મજબૂત બનાવવું પડશે. જ્યાં-જ્યાં વસ્તીમાં વધારો થયો છે તેવા વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમુક વિસ્તારોમાં બહુ જલ્દી હિંદુઓ લઘુમતીમાં આવી જશે. જેથી આવા મુદ્દાઓએ પોલીસ વધુ સતર્કતાથી કામ લે તે જરૂરી છે. 

    - Advertisement -

    હિમંત સરમાએ તાજેતરમાં જ પકડાયેલા આતંકવાદી મોડ્યુલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, એ સાબિત થઇ ચૂક્યું છે કે આસામ ઇસ્લામિક જેહાદ માટેનું કેન્દ્ર બનવા જઈ રહ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, માર્ચથી અત્યાર સુધીમાં પાંચ જેહાદી મોડ્યુલ પકડાઈ ચૂક્યાં છે અને આ મુદ્દો ગંભીર બનતો જાય છે. 

    તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટના આધારે આસામ પોલીસે બારપેટા અને અન્ય અંતરિયાળ જિલ્લાઓમાં ઓપરેશન હાથ ધર્યાં હતું. આ ઓપરેશન બાદ બહાર આવ્યું હતું કે છ બાંગ્લાદેશી નાગરિકો રાજ્યમાં ગેરકાયદે ઘૂસી આવ્યા હતા અને તેમનો મકસદ યુવાનોને ગેરમાર્ગે દોરવાનો હતો. જેમાંથી એક મોહમ્મદ સુમન બારપેટાથી પકડાઈ ગયો હતો. 

    તેમણે વધુ જાણકારી આપતાં કહ્યું કે, સુમન એક મદ્રેસામાં ઉર્દુ શિક્ષક અને ઇમામ તરીકે તરીકે રહેતો હતો. જે બાદ ગત 28 જુલાઈએ મોરીગાંવથી અન્ય એક મુફ્તી મુસ્તફા પકડાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે, તે મદ્રેસા ચલાવતો હતો, જ્યાં બાળકો પર  જેહાદી વિચારધારા થોપવામાં આવી રહી હતી. મંગળવારે (2 ઓગસ્ટ 2022) મુસ્તફાની ગેરકાયદે મદ્રેસા બુલડોઝરથી તોડી પાડવામાં આવી હતી. આસામ સીએમે કહ્યું કે, આ મદ્રેસા પરવાનગી વગર ગેરકાયદેસર બાંધવામાં આવી હતી. 

    તદુપરાંત, આસામના મુખ્યમંત્રીએ આ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે તમામ આતંકવાદી મોડ્યુલની ગતિવિધિઓ મદ્રેસામાં જ થતી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં