Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટના સ્પિનરે સમાચારોના સ્પિનરને કર્યા ક્લીન બોલ્ડ: ગુજરાત ટાઈટન્સની IPL જીતવા...

  ક્રિકેટના સ્પિનરે સમાચારોના સ્પિનરને કર્યા ક્લીન બોલ્ડ: ગુજરાત ટાઈટન્સની IPL જીતવા પર રાજદીપ સરદેસાઈની ટિપ્પણી પર અમિત મિશ્રાનો પલટવાર

  અગાઉ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની મેચ બતાવનાર રાજદીપ સરદેસાઈએ મેચ પત્યા બાદ આ મેચ ગુજરાતીઓ દ્વારા ફિક્સ કરવામાં આવી હોવાનો ઈશારો કર્યો હતો.

  - Advertisement -

  ગુજરાત ટાઇટન્સની આઇપીએલ ફાઇનલની જીતને પચાવી ન શકનાર ઈન્ડિયા ટુડેના કન્સલ્ટિંગ એડિટર અને પત્રકાર રાજદીપ સરદેસાઈએ હંમેશાની જેમ સમાચારને ‘સ્પિન’ કરીને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચારેય બાજુથી તેની ટીકા થતાં પાછળથી પત્રકારે સ્પષ્ટતા કરવી પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રાની ટિપ્પણી કાલે રાતે સોશિયલ મીડિયા પર છવાયેલ રહી હતી.

  ગઈ કાલે અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉંડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2022ની ફાઇનલ યોજાઇ હતી. જેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ આઇપીએલ ટ્રોફી માટે રમી રહ્યા હતા. આઇપીએલની 15મી અને પોતાની પહેલી સિઝનમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુજરાત તરફથી શુભમન ગિલે અણનમ 45 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે જ સમયે, મિલરે 19 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. આ સાથે ગુજરાત ડેબ્યૂ સિઝનમાં ટાઈટલ જીતનારી બીજી ટીમ બની ગઈ હતી.

  આ ઐતિહાસિક મેચ જોવા માટે 1 લાખથી વધુ ક્રિકેટરસિયાઓ સાથે અનેક મોટા વીઆઇપી નામો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજાર હતા. જેમાં સૌથી મોટું નામ હતું ભારતના ગૃહમંત્રી અમિત શાહનું, જેઓ પોતાના ધર્મપત્ની સાથે આ ફાઇનલ મેચ જોવા પહોચ્યા હતા. જેને લઈને સ્ટેડિયમમાં, સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં તથા સમગ્ર અમદાવાદ શહેરમાં સુરક્ષાની પૂરી તૈયારીઓ કરાઇ હતી. અમિત શાહ ઉપરાંત સ્ટેડિયમ પર BCCIના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, મુખ્ય સચિવ જય શાહ પણ હાજર હતા. એ ઉપરાંત ખ્યાતનામ ગાયક એ આર રહમાન, એક્ટર આમિર ખાન, રણવીર સિંઘ, અક્ષય કુમાર તથા ઉર્વશી રૌતેલા વગેરે હાજર હતા.

  - Advertisement -

  આ રસપ્રદ મેચના અંતમાં ગુજરાત ટાઈટન્સ ટિમ 7 વિકેટે ટ્રોફી જીતી ગઈ હતી અને ચારે તરફ હર્ષ અને ઉત્સાહનું વાતાવરણ હતું એટલામાં પત્રકાર રાજદીપ સરદેસાઈએ પોતાની કુખ્યાત આદત મુજબ આ સમગ્ર મેચ અને વિજેતા ટીમને રાજકારણ સાથે જોડવાનું કામ કર્યું અને પોતાનો ગુજરાત રાજ્ય તરફનો દ્વેષ છતો કર્યો.

  પત્રકાર રાજદીપ પોતાની ટ્વિટમાં કહે છે કે, “નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં HM અમિત શાહની હાજરીમાં હાઉસફૂલ ઘરેલુ પ્રેક્ષકોની સામે PM મોદીના નામ પરથી નામ આપવામાં આવ્યું હોય એવા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલમાં જીત મેળવી. આ સ્ક્રિપ્ટો કોણ લખે છે? @hardikpandya7 અને ટીમ GT માટે જીતને લાયક. મોટા દિવસે ખૂબ સારું પરફોર્મન્સ!” આમ પત્રકાર રાજદીપ દ્વારા એવું દર્શવાવનો પ્રયત્ન થયો કે ગુજરાત ટાઇટન્સની આ જીત એ એક પહેલાથી નક્કી કરેલ રણનીતિ હતી કેમ કે આ મેચ ‘ગુજરાતમાં ગુજરાતીઓની હાજરીમાં રમાઈ હતી’ , ‘મેચ જોવા માટે ભારતના ગૃહમંત્રી અને એક ગુજરાતી અમિત શાહ આવેલ હતા’ અને ‘ આ મેચ જ્યાં રમાઈ એ સ્ટેડિયમનું નામ એક ગુજરાતી નરેન્દ્ર મોદીના નામ પરથી અપાયું હતું’.

  આ ટ્વિટ કરતાની સાથે જ ચારેય કોરથી પત્રકાર રાજદીપ નિંદાને પાત્ર બન્યા હતા. ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના ક્રિકેટરસિકોએ રાજદીપને આડે હાથે લીધા હતા.

  એક ટ્વિટર યુઝર @DessieAussie એ રાજદીપના ભૂતકાળના ઇન્ટરવ્યુસ પર જ પ્રશ્ન ઉઠાવતા લખ્યું હતું કે, “આ એક આઈપીએલ ફાઈનલ છે સોનિયા ગાંધી કે રિયા ચક્રવર્તી સાથેનો તમારો ઈન્ટરવ્યુ નહીં કે તેની સ્ક્રિપ્ટ હોય. શ્રી રાજદીપની જેમ દરેક વ્યક્તિ સરળતાથી વેચાતું નથી. ગુજરાત ટાઈટન્સે તેમની સખત મહેનત અને શ્રેષ્ઠ પ્રયાસોથી IPL જીત્યું, પરંતુ એક અંધ માટે આખું વિશ્વ અંધ છે.”

  એક ટ્વિટર યુઝર @lalatendu4u એ લખ્યું હતું કે , “આઈપીઆઈ શું હોય છે એ ખબર છે ચીચા. તમે કોઈક અલગ આરએમટી જોઈ રહ્યા લાગો છો. મોદી સાથે જોડાયેલ કંઈપણ હોય , તમે માત્ર સમસ્યા શોધી કાઢો. અને મોદી તમને ઘાસ પણ નથી નાખતા.”

  અન્ય એક ટ્વિટર યુઝર @HelloWorld0603 એ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, “રાજદીપનું રોવાનુંચાલુ. જો આ લોબી ખરેખર મોદી-શાહે ચૂંટણી જીતવા માટે ગુજરાત ટાઇટન્સ માટે IPL ટાઇટલ કેવી રીતે બનાવ્યું તેના પર ઓપ-એડ પ્રકાશિત કરે તો મને આશ્ચર્ય થશે નહીં.”

  અન્ય એક ક્રિકેટપ્રેમી @sambhavamee એ પોતાની ટ્વિટમાં પોતાનો ગુસ્સો ઠાલવતાં લખ્યું હતું કે, “ભાઈ સમસ્યા શું છે તારી. આનો શ્રેય ખેલાડીઓ અને તેમના કોચને આપો. એક વાર માટે ઢળતું વિચારવાનું બંધ કરો. નાના છોકરા જેવુ શું રડો છો.”

  દેશભરના ક્રિકેટપ્રેમીઓ દ્વારા પત્રકાર રાજદીપ પર આ રીતની પ્રતિક્રિયાઓનો વરસાદ જોઈને ભારતના ભુતપૂર્વ ક્રિકેટર અને સ્પિનર અમિત મિશ્રાએ પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, “અને ‘સ્પિનરો’ ગુજરાતમાં ગુજરાતીઓ સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા…ફરીથી”. એટલે કે ગુજરાતને બદનામ કરવાના પ્રયાસ કરનાર સ્પિનરો (સમાચાર અને વાતને તોડી મરોડીને મૂકવાવાળા પત્રકાર રાજદીપ જેવા લોકો) ફરી પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યા.

  અમિત મિશ્રાની આ ટીપ્પણીને મોટા ભાગના ટ્વિટર યુઝરો અને ક્રિકેટપ્રેમીઓએ વધાવી લીધી હતી. આ પહેલા પણ અમિત મિશ્રા દેશ અને રાષ્ટ્રને બદનામ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવામાં ઉણા ઊતરેલ જણાય છે. હમણાં થોડા દિવસ પહેલા જ આતંકવાદી યાસીન માલિકની ફેરવી કરનાર પાકિસ્તાની ક્રિકેટર સાહિદ આફ્રિદીને આપેલ અમિત મિશ્રાનો જવાબ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

  આ ફાઇનલ્સના બે દિવસ પહેલા પણ પત્રકાર રાજદીપ દ્વારા આજ પ્રકારની વાતને ‘સ્પિન’ કરીને મૂકવાની ચેષ્ટા કરતાં ટ્વિટ કરી હતી કે, “IPL જ્ઞાન: RR 2022 IPL જીતવા માટે મારી પસંદગીની ટીમ છે. જોસ બટલર સાથે સ્પિન, પેસ અને આક્રમક બેટ્સમેનશીપનું શ્રેષ્ઠ સંતુલન ધરાવે છે. RCBની મોટી બંદૂકો દુર્ભાગ્યે ફોર્મમાં આવી ન હતી. GT Vs RR સારી ફાઇનલ હોવી જોઈએ: હા, BJP Vs કૉંગ્રેસ શાસિત રાજ્ય, શ્રેષ્ઠ ટીમ જીતે! #RCBvsRR” આ ટ્વિટમાં રાજદીપે કહ્યું હતું કે આઇપીએલ જીતવા માટે રાજસ્થાન તેની ફેવરિટ ટિમ છે, તેમ જ દરેક વાત સાથે રાજકારણ જોડી દેવાની પોતાની જૂની આદત મુજબ તેણે ગુજરાતની ટીમને ભાજપ સાથે અને રાજસ્થાનની ટીમને કોંગ્રેસ સાથે જોડી દીધી હતી. જેની પણ સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઊડી હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં