હિમાલયના ખોળામાં આવેલું અમરનાથ ધામ ફરી એકવાર શ્રદ્ધાળુઓના જયકારાથી ગુંજવા તૈયાર છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસનના જણાવ્યા મુજબ, 2025ની અમરનાથ યાત્રા (Amarnath Yatra Security) 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ‘બાબા બર્ફાની’ના દર્શન માટે પહોંચશે એવી અપેક્ષા છે. પરંતુ તાજેતરના પહલગામ આતંકી હુમલાને (Terrorist Attack) કારણે આ યાત્રાની સુરક્ષા અંગે પ્રશાસન ખૂબ જ સતર્ક છે.
અમરનાથ યાત્રા એ ભારતની સાંસ્કૃતિક એકતા અને આધ્યાત્મિક ભાવનાનું જીવંત પ્રતીક છે. શ્રદ્ધાળુઓ બે માર્ગો – પહલગામ (48 કિ.મી., સરળ) અને બાલટાલ (14 કિ.મી., કઠિન) – દ્વારા ગુફા સુધી પહોંચે છે. તાજેતરના પહલગામ હુમલામાં 26 લોકોના મોત થયા, જેના કારણે સરકારે સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આ વખતે 38 દિવસની યાત્રા દરમિયાન લગભગ 50,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, CRPF, BSF, CISF, ITBP અને SSBનો સમાવેશ થાય છે.
581 CAPF companies, jammers, drones deployed to ensure safe Amarnath Yatra
— ANI Digital (@ani_digital) June 5, 2025
Read @ANI Story | https://t.co/UYEdpoFuDy#AmarnathYatra #CAPF #Drones pic.twitter.com/QSSuWHyDSM
અમરનાથ યાત્રા પર ફક્ત CCTV કેમેરા જ નહીં પરંતુ ડ્રોન અને AI ટેકનોલોજી દ્વારા પણ નજર રાખવામાં આવશે. જ્યારે શ્રદ્ધાળુઓનો કાફલો જશે ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરફ જતા રસ્તાઓ પણ બ્લોક કરવામાં આવશે. દરેક કાફલામાં જામર હશે. CRPF જવાનોના હાથમાં સેટેલાઇટ ફોન પણ હશે. એટલું જ નહીં, યાત્રાળુઓને રેડિયો ફ્રીક્વન્સી આઈડી આપવામાં આવશે જે કાફલામાં તેમની સાથે રહેશે અને દરેક જગ્યાએ પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.
અત્યાર સુધી 36 વાર થઈ ચૂક્યા છે હુમલા
અમરનાથ યાત્રા દાયકાઓથી આતંકવાદીઓના નિશાના પર રહી છે. 1990થી અત્યાર સુધીમાં લગભગ 36 આતંકી હુમલા થયા છે. 2000માં પહલગામ બેઝ કેમ્પ પર લશ્કર-એ-તૈયબાના હુમલામાં 32 લોકોના મોત થયા હતા. 2001, 2002, 2006 અને 2017માં પણ આવા હુમલાઓ થયા, જેમાં ઘણા શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા. 2017 પછી સુરક્ષા વ્યવસ્થા મજબૂત થઈ, પરંતુ તાજેતરના હુમલાએ ફરી ચિંતા વધારી છે.
આતંકવાદીઓનો હેતુ શ્રદ્ધાળુઓમાં ભય ફેલાવવાનો છે, જેથી આવી યાત્રાઓ અટકે. મુસ્લિમ તહેવારો કે નમાઝ પર આવા હુમલાઓના સમાચાર ભાગ્યે જ સાંભળવા મળે છે. ભારતમાં હિંદુઓ બહુમતીમાં હોવા છતાં, તેમના ધર્મસ્થાનો અને યાત્રાઓને સતત સુરક્ષાની જરૂર પડે છે. આ સ્થિતિ એક ચિંતાજનક પ્રશ્ન ઉભો કરે છે કે ‘હિંદુસ્તાન’માં હિંદુઓની આસ્થા કેટલી સુરક્ષિત છે?