Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઝુબૈરની ધરપકડની માંગ, ટ્વિટર પર હિંદુઓની ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો વધુ એક...

    મોહમ્મદ ઝુબૈરની ધરપકડની માંગ, ટ્વિટર પર હિંદુઓની ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો વધુ એક આરોપ: ટ્રેન્ડ થયું #ArrestZubair

    કેટલાક યુઝરોએ તેના ટ્વિટને ક્વોટ કરીને ઉત્તર પ્રદેશ પોલીસને ટેગ કરી ઝુબૈર સામે કડક કાર્યવાહી કરી તેની ધરપકડની માંગ કરી હતી. 

    - Advertisement -

    અગાઉ પણ હિંદુવિરોધી ટ્વિટ્સને લઈને જેલમાં ધકેલાઈ ચૂકેલો ઑલ્ટ ન્યૂઝનો સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર ફરી ચર્ચામાં છે. ટ્વિટર ઉપર નેટિઝન્સ #ArrestZubair ટ્રેન્ડ કરીને ઝુબૈરની ધરપકડની માંગ કરી રહ્યા છે. 

    તાજેતરમાં જ ઝુબૈરે એક ટ્વિટ કર્યું હતું. તસ્વીરમાં તાજેતરમાં જ યુકેના વડાપ્રધાન બનેલા ઋષિ સુનક અને તેમના પત્નીને ભગવાન રામ અને માતા સીતાના વેશમાં બતાવવામાં આવ્યાં છે. જેની સાથે ઝુબૈરે લખ્યું હતું કે, નહીં કોઈ ઈંગ્લિશતાની, એક દિલ ચાહિયે, ધેટ્સ મેડ ઈન ઇન્ડિયા, ઓ હો, મેડ ઈન ઇન્ડિયા.’

    ઝુબૈરના આ ટ્વિટ બદલ તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝરોએ તેના ટ્વિટને ક્વોટ કરીને ઉત્તર પ્રદેશ પોલીસને ટેગ કરી ઝુબૈર સામે કડક કાર્યવાહી કરી તેની ધરપકડની માંગ કરી હતી. 

    - Advertisement -

    ‘ધ ન્યૂ ઇન્ડિયન’ના સ્થાપક તંત્રી રોહન દુઆએ ઝુબૈર્ના આ સ્ક્રીનશોટ શૅર કરીને લખ્યું કે, ઝુબૈર સતત ભારતના બહુમતી લોકોની ભાવના સાથે જોડાયેલ કોઈ પણ બાબતની મજાક ઉડાવતો  રહે છે અને આવી બાબતોને ઉત્તેજના આપતો રહે છે, છતાં કેમ તેને અવગણવામાં આવે છે? તેમણે પીએમઓ, ગૃહમંત્રાલય અને યુપી પોલીસના ટ્વિટર હેન્ડલોને પણ ટેગ કર્યાં હતાં. 

    એક ટ્વિટર યુઝરે લખ્યું કે, હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એ હવે તેનું દરરોજનું કામ બની ગયું છે. આ વ્યક્તિ હિંદુઓ અને મુસ્લિમો બંને સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક તણાવ સર્જી રહ્યો છે. તેને જેલમાં ધકેલી દેવામાં આવવો જોઈએ. આવા લોકો સમાજ પર કલંક છે અને તેમના ધર્મને પણ નીચો પાડે છે. 

    એક યુઝરે ટ્વિટર અને યુપી પોલીસને ટેગ કરીને કહ્યું કે, ઝુબૈર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડીને રમખાણો માટે ઉશ્કેરી રહ્યો છે. તેમણે તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી હતી. 

    સંજય સિંઘ નામના યુઝરે કહ્યું કે, આ કોઈ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી પરંતુ એક ચોક્કસ ધર્મ વિરુદ્ધની અપમાનજનક ટિપ્પણી છે. 100 ટકા ખાતરી છે કે દિલ્હી પોલીસ કે યુપી પોલીસ તારી ધરપકડ કરશે.

    આ સિવાય પણ કેટલાક યુઝરોએ મોહમ્મદ ઝુબૈરની ધરપકડની માંગ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત જૂન મહિનામાં મોહમ્મદ ઝુબૈરની ધરપકડ કરવામાં આવી હતી. ઝુબૈરે હિંદુઓની ધાર્મિક ભાવનાઓ ભડકાવતું ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને ઉત્તર પ્રદેશમાં પણ FIR થઇ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેને વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં