Wednesday, June 4, 2025
More
    હોમપેજરાજકારણ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે સેનાને બદનામ કરો’: અલ્હાબાદ હાઇકોર્ટે...

    ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે સેનાને બદનામ કરો’: અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર, કોંગ્રેસ નેતાને માનહાનિના કેસમાં ન મળી રાહત 

    "કોઈ શંકા નથી કે ભારતના બંધારણની કલમ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની બાંહેધરી આપે છે. પરંતુ આ સ્વતંત્રતા અમુક વ્યાજબી નિયંત્રણોને આધીન છે અને તેમાં કોઈપણ વ્યક્તિ માટે બદનક્ષીભર્યાં અથવા ભારતીય સેના માટે બદનક્ષીભર્યાં નિવેદનો કરવાની સ્વતંત્રતા સામેલ નથી."

    - Advertisement -

    અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) ભારતીય સેના (Indian Army) વિરુદ્ધ કરેલી ટિપ્પણી માટે ફટકાર લગાવી છે. કોર્ટે આ ટિપ્પણીઓ રાહુલ ગાંધીએ એક માનહાનિના કેસમાં દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતી વખતે કરી હતી. રાહુલ ગાંધીએ ભૂતકાળમાં ‘ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોની પીટાઈ કરી રહ્યા છે’ એ મુજબનું નિવેદન આપતાં લખનૌની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ થયો હતો. જે મામલે કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. જેને પછીથી રાહુલે હાઇકોર્ટમાં પડકાર્યું.

    અલ્હાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી, જેમાં તેમણે આ માનહાનિના કેસમાં જારી કરાયેલા સમન્સ પર રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “કોઈ શંકા નથી કે ભારતના બંધારણની કલમ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની બાંહેધરી આપે છે. પરંતુ આ સ્વતંત્રતા અમુક વ્યાજબી નિયંત્રણોને આધીન છે અને તેમાં કોઈપણ વ્યક્તિ માટે બદનક્ષીભર્યાં અથવા ભારતીય સેના માટે બદનક્ષીભર્યાં નિવેદનો કરવાની સ્વતંત્રતા સામેલ નથી.”

    ન્યાયાધીશે ઉમેર્યું કે ભારતીય સેના દેશનું ગૌરવ છે અને તેની બહાદૂરી તેમજ બલિદાનને દેશભરમાં આદર આપવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદનને સેનાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારું ગણાવીને કોર્ટે તેમની અરજીને નકારી કાઢી. કોર્ટે એમ પણ જણાવ્યું કે આવા નિવેદનો દેશની સુરક્ષા અને લોકોના નૈતિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે.

    - Advertisement -

    કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, “…ટ્રાયલ કોર્ટે કેસના તમામ સંબંધિત તથ્યો અને સંજોગોનો વિચાર કર્યા પછી અને અરજદાર વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે તે વાતની ખાતરી કર્યા પછી, કલમ 500 IPC હેઠળ ગુના માટે અરજદારને સમન્સ મોકલવાનો નિર્ણય યોગ્ય રીતે લીધો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા 11.02.2025ના રોજ પસાર કરાયેલા વિવાદિત સમન્સ ઓર્ડરમાં એવી કોઈ ગેરકાયદેસર બાબત નથી જેના કારણે આ કોર્ટને તેની સત્તાઓના ઉપયોગમાં દખલ કરવાની જરૂર પડે.”

    શું હતો સમગ્ર મામલો

    આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે 2022ની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક જાહેર નિવેદનમાં દાવો કર્યો હતો કે ચીની સૈનિકો દ્વારા અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોની ‘પિટાઈ’ કરવામાં આવી રહી છે. આ નિવેદનને ભારતીય સેનાનું અપમાન ગણાવીને એક ફરિયાદીએ તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. ફરિયાદીનું કહેવું હતું કે આવા નિવેદનો દ્વારા રાહુલ ગાંધીએ સેનાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે, જે દેશના નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

    રાહુલ ગાંધીએ આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે દલીલ કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તે અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર હેઠળ આવે છે. જોકે, હાઇકોર્ટે આ દલીલને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં સેના જેવી સંસ્થાને બદનામ કરવાની છૂટ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં